તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The World's Largest Chocolate Museum Opened In Switzerland, The 7 Year Old 'Lint Home Of Chocolate' Also Houses A 30 Foot High Chocolate Fountain

ચોકલેટ લવર્સ માટે ખાસ:7 વર્ષની મહેનત પછી સ્વિત્ઝરલેન્ડમાં દુનિયાનું સૌથી મોટું ચોકલેટ મ્યુઝિયમ બન્યું, તેમાં 30 ફૂટ ઊંચો ચોકલેટ ફાઉન્ટેન પણ છે

એક વર્ષ પહેલા
  • આ મ્યુઝિયમ 65 હજાર વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે
  • તેમાં દુનિયાની સૌથી મોટી લિંટ ચોકલેટ શોપ પણ છે
  • અહિ આવતા લોકો પોતાના હાથે ચોકલેટ બનાવી પણ શકશે

ચોકલેટ લવર્સ માટે સારા સમાચાર છે. ચોકલેટ પ્રેમીઓને દુનિયાના સૌથી મોટા ચોકલેટ મ્યુઝિયમમાં જવાનો મોકો મળશે. આ મ્યુઝિયમની શરૂઆત સ્વિત્ઝરલેન્ડની રાજધાની ઝ્યુરિચમાં 13 સપ્ટેમ્બરના રોજ થઇ. મ્યુઝિયમની અંદર જતાની સાથે જ દરવાજાથી લઈને દરેક વસ્તુઓ ચોકલેટની બનેલી દેખાશે. લિંટ ઓફ હોમ ચોકલેટમાં આવેલા ચોકલેટ ફાઉન્ટેનની ઊંચાઈ 30 ફૂટ છે.

ઇન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, આ ફાઉન્ટેનને મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. વિઝિટર્સને મ્યુઝિયમની અંદર જવાની સાથે દેખાઈ છે. એમ પણ સ્વિત્ઝરલેન્ડની રાજધાનીને દુનિયાની ચોકલેટની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે.

મ્યુઝિયમમાં દુનિયાની સૌથી મોટી લિંટ ચોકલેટ શોપ પણ છે. તેનું ઉદ્ઘાટન દુનિયાના ફેમસ ટેનિસ પ્લેયર રોજર ફેડરરે કર્યું છે.

મુલાકાતીઓ તેમની સાથે ગિફ્ટ પણ ઘરે લઇ જઈ શકે છે. તેમને ચોકલેટના ઈતિહાસથી લઈને પ્રોડક્શનની દરેક જણકારી મળશે. ચોકલેટેરિયામાં લોકોને પોતાના હાથે ચોકલેટ બનાવવાનો મોકો પણ મળશે. સ્વિસ ચોકલેટ મેકિંગનો ઈતિહાસ જાણવા માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે.

અન્ય સમાચારો પણ છે...