તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The World's Heaviest Mango, Which Weighs 4.25 Kilograms, Grows On A Colombian Couple's Farm And Is Listed In The Guinness World Records As The 'World's Heaviest Mango'.

યે આમ હૈ ખાસ:કોલમ્બિયાના કપલના ખેતરમાં ઉગી દુનિયાની સૌથી વજનદાર કેરી, 4.25 કિલોગ્રામની આ કેરી 'વર્લ્ડ્સ હેવીએસ્ટ મેન્ગો' તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં લિસ્ટ થઈ

2 મહિનો પહેલા
  • જર્મન ઓર્નાલ્ડો નોવોઆ બરેના અને રેના મરિયા મરક્વિનના ખેતરમાં દુનિયાની સૌથી વજનદાર કેરી ઉગી
  • ખેતરમાં વજનદાર કેરી ઉગતાં દંપતીની દીકરીએ સર્ચ કરીને માલુમ કર્યું કે તે વર્લ્ડ્સ હેવીએસ્ટ મેન્ગો છે
  • દંપતીનું નામ રેકોર્ડમાં આવવાની ખુશીમાં પરિવારે આ કેરી કાપી તેની મજા માણી

કોલંબિયાના ગુઆયાતાના એક ખેતરમાં ઉગેલી કેરીએ આખાં વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઈન્ટરનેટ પર આ કેરી હાલ છવાઈ ચૂકી છે. ગુઆયાતાની એક ખેડૂત દંપતીએ અત્યાર સુધીની સૌથી વજનદાર કેરી ઉગાડી છે. આ કેરીનું વજન 4.25 કિલોગ્રામ છે. તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં 'વર્લ્ડ્સ હેવીએસ્ટ મેન્ગો' તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડની ઓફિશયલ સાઈટ પર આ કેરી લિસ્ટ થઈ છે. ગુઆયાતાની દંપતી જર્મન ઓર્નાલ્ડો નોવોઆ બરેના અને રેના મરિયા મરક્વિને આ રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

દુનિયાની સૌથી વજનદાર કેરી ઉગાડનાર ખેડૂત દંપતી
દુનિયાની સૌથી વજનદાર કેરી ઉગાડનાર ખેડૂત દંપતી

દંપતીના ખેડૂતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરી આવી હતી. પરંતુ એક કેરીનો ગ્રોથ અને વજન અન્ય કરતાં વધારે હતો. તેને જોતા દંપતીની દીકરી દાબેગીને ખયાલ આવ્યો કે આ કેરી દુનિયાની સૌથી વજનદાર કેરી બની શકે છે. તેણે ઈન્ટરનેટ પર સર્ચ કરીને આ રેકોર્ડ અત્યાર સુધી કેટલા કિલોની કેરીને નામે છે તે જાણ્યું. ત્યારબાદ તેને માલુમ પડ્યુંકે તેના ખેતરમાં ઉગેલી કેરી અત્યાર સુધીની સૌથી વજનદાર કેરી છે.

કેરીનું વજન 4.25 કિલોગ્રામ છે
કેરીનું વજન 4.25 કિલોગ્રામ છે

જર્મન ઓર્નાલ્ડો કહે છે કે રેકોર્ડમાં નામ સ્થાપીને અમે દુનિયાને બતાવવા માગીએ છીએ કોલમ્બિયાના લોકો નમ્ર અને મહેનતુ હોય છે. એ ધરતી માતા જે ફ્રુટ આપે છે અમે તેની ખુબ કદર કરીએ છીએ. વર્લ્ડ રેકોર્ડની ખુશીમાં ફેમિલીએ અત્યાર સુધીની સૌથી વજનદાર કેરી શેર કરી ખાધી હતી. તે ખુબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હતી.

વર્લ્ડ્સ હેવીએસ્ટ કેરીની પરિવારે મજા માણી
વર્લ્ડ્સ હેવીએસ્ટ કેરીની પરિવારે મજા માણી

ફેમિલીએ કેરી કાપીને તેનું બીબું બનાવડાવી રેપ્લિકા તૈયાર કરી જેથી મ્યુનિસિપાલટીમાં રેકોર્ડ સચવાઈને રહે. આ પહેલાં વજનદાર કેરીનો રેકોર્ડ ફિલિપાઈન્સના નામે હતો. 2009માં 3.435 કિલોગ્રામ વજનની કેરી સૌથી વજનદાર કેરી હતી.