2000 વર્ષ પહેલાંની મમીનું રહસ્ય ખુલ્યું:વિશ્વની પહેલી ‘ગર્ભવતી મમી’ જે કેન્સરના કારણે મૃત્યુ પામી હતી, પેટમાં બાળક હતું સુરક્ષિત

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વૈજ્ઞાનિકો લાંબા સમયથી એક ‘મમી’નું રહસ્ય જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જે 2000 વર્ષની હતી અને ગર્ભવતી હતી. તમને જણાવી દઈએ કે ઈજિપ્તથી મળેલા આ ‘મમી’માં મહિલાનાં ગર્ભમાં રહેલું બાળક સંપૂર્ણ રીતે સુરક્ષિત હતું એટલે કે મહિલાનું મોત થઈ ચૂક્યું હતું, પરંતુ તેની અંદર રહેલો ગર્ભ જીવિત હતો.

વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં આ આ મહિલાનાં મોતનું કારણ જાણવા માટે ‘મમી’ની ખોપડી પર રિસર્ચ શરુ કર્યું હતું. આ રિસર્ચ પરથી એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, મહિલાનું મોત કેન્સરના કારણે થયું છે. તે એક એવું સંશોધન છે કે જેણે કેન્સર વિશેષજ્ઞો અને મિસ્રના વૈજ્ઞાનિકોને હેરાન કરી દીધાં છે.

વૉરસૉ મમી પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલું આ સંશોધન
19મી અને 20મી સદી દરમિયાન એવું માનવામાં આવતું હતું, કે આ ‘મમી’ પુરુષ પાદરીની છે પરંતુ, જ્યારે વૉરસૉ મમી પ્રોજેક્ટે તેના પર કામ કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ ‘મમી’ ખરેખર એક સ્ત્રીની છે અને વધુ આશ્ચર્યજનક વાત એ હતી, કે તે વિશ્વની પ્રથમ ‘સગર્ભા મમી’ પણ છે. મેં આ પહેલાં ક્યારેય આ પ્રકારની ‘મમી’ નથી મળી.

મમીનું માથું સ્કેન કર્યા બાદ ખબર પડી કે મહિલાને માથાના ડાબા ભાગમાં કેન્સર છે.
મમીનું માથું સ્કેન કર્યા બાદ ખબર પડી કે મહિલાને માથાના ડાબા ભાગમાં કેન્સર છે.

ગર્ભવતી હતી તે કેવી રીતે ખબર પડી?
આ વર્ષની શરૂઆતમાં આ રહસ્યમયી મહિલાના સીટી સ્કેનમાં પુરાવા મળ્યા હતાં, કે તેનાં શરીરનાં પેલ્વિસના ભાગમાં ભ્રૂણ હતું. ખાસ વાત એ હતી, કે તેમનાં સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે, કે મમીનું ગર્ભાશય ખૂબ જ એસિડિક અને લો ઓક્સિજન વાતાવરણ હોવાને કારણે ગર્ભ પણ ખૂબ જ સારી રીતે સચવાયેલો હતો.

આ મહિલા કેન્સરથી પીડિત હતી
સંશોધકોનું કહેવું છે, કે તેમને આ મહિલાના મૃત્યુનું કારણ શું છે? તે પ્રશ્ન અનેક વખત પૂછવામાં આવ્યો હતો, તેથી તેમણે તે જાણવાનો નિર્ણય કર્યો હતો. ‘સગર્ભા મમી’ની ખોપરી સ્કેન કરવામાં આવી હતી. હાડકામાંથી એવા સંકેતો મળી આવ્યા હતાં, જે દર્શાવે છે કે મહિલા કેન્સરથી પીડિત છે.

સીટી સ્કેનથી ખોપરીની ડાબી બાજુ તરફ એવાં નિશાન જોવા મળ્યા હતા, જે આજકાલ ડોકટર નૈસોફિરિંજયલ કેન્સરવાળા દર્દીઓમાં જોવા મળે છે. તે એક દુર્લભ કેન્સર છે, જે ગળાનાં ભાગને અસર કરે છે તથા નાક અને મોંના પાછળના ભાગમાં થાય છે. અહીં 7 મીમી વ્યાસનો એક ગોળ આકારનો ઘા પણ જોવા મળ્યો હતો, જે ટ્યુમરને કારણે હોઈ શકે છે. આ ઉપરાંત ચહેરાનાં હાડકાંમાં મોટાં પ્રમાણમાં કેવિટી જોવા મળી હતી. જોકે, કેન્સરને શોધવા માટે સંશોધકોએ મમીના ટિશ્યુની યોગ્ય રીતે તપાસ કરવી પડશે.

દર્દીઓમાં ક્રૈનિયોફેસિયલ હાડકાંમાં ફેરફાર નૈસોફિરિંજયલ કેન્સરને કારણે થાય છે.
દર્દીઓમાં ક્રૈનિયોફેસિયલ હાડકાંમાં ફેરફાર નૈસોફિરિંજયલ કેન્સરને કારણે થાય છે.

કેન્સરનાં સૌથી જૂના કેસ
તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં પણ એવી મમીઓ મળી આવી છે, જેમાં કેન્સરનાં સંભવિત લક્ષણો જોવા મળ્યા હતા. વર્ષ 2017માં વૈજ્ઞાનિકોએ બે પ્રાચીન ઇજિપ્તની મમીમાં સ્તન કેન્સર અને મલ્ટીપલ માયલોમા શોધી કાઢ્યું હતું, જે વિશ્વમાં કેન્સરના સૌથી જૂનાં જાણીતાં કેસ છે.