તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The World's First Electric Boat Equipped With Artificial Intelligence, Which Runs At Low Altitudes And Controls The Boat In Its Own Way.

અવાજ વગરની ઇલેક્ટ્રિક બોટ:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક બોટ, જે પાણીની સપાટીથી થોડી ઉંચાઈ પર દોડે છે અને પોતાની રીતે બોટને કંટ્રોલ કરે છે

17 દિવસ પહેલા
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ દુનિયાની પહેલી ઈલેક્ટ્રિક બોટ
  • એક જ વખતમાં 93 કિલોમીટરનું અંતર કાપે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ દુનિયાની પહેલી ઈલેક્ટ્રિક બોટને તાજેતરમાં વેનિસ બોટ શોમાં રજૂ કરવામાં આવી. પોતાની રીતે બોટને કરે છે. તેને કેન્ડેલા સી-7 નામ આપવામાં આવ્યું છે. એક જ વખતમાં 93 કિલોમીટરનું અંતર કાપી શકે છે. બીજી ઈલેક્ટ્રિક બોટની તુલનામાં તે 3 ગણું વધારે અંતર કાપી શકે છે. ખાસ વાત એ છે કે, પાણીની સપાટીથી થોડી ઉંચાઈ પર દોડે છે.

અવાજ વિનાની ઇલેક્ટ્રિક બોટ
સી-7ને તૈયાર કરનારી સ્વિડનની કંપની કેન્ડેલાના જણાવ્યા પ્રમાણે, તે ઈલેક્ટ્રિક બોટિંગનો શાનદાર અનુભવ પ્રદાન કરે છે કેમ કે તે અવાજ નથી કરતી અને ન તો તેમાં આંચકા આવે છે. આવું કમ્પ્યુટરથી કંટ્રોલ થતી ફોઈલ સિસ્ટમના કારણે થાય છે.

ખરાબ હવામાનમાં પણ તેને હેન્ડલ કરવી સરળ
કંપનીના જણાવ્યા પ્રમાણે, તેને તૈયાર કરવામાં ફાઈટર જેટ ટેક્નિક અને એરોપ્લેનની ડિઝાઈનથી પ્રેરણા લેવામાં આવી છે. આ બોટનું વજન ઓછામાં ઓછું રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કમ્પ્યુટરથી ઓપરેટ થવાને કારણે ખરાબ હવામાનમાં પણ તેના સ્ટીઅરિંગને હેન્ડલ કરવું સરળ છે.

ટચસ્ક્રીનથી કંટ્રોલ કરી શકાય છે
બોટને કંટ્રોલ કરવા માટે ટચસ્ક્રિન ઈન્ટરફેસ આપવામાં આવ્યું છે. તે સિવાય વાયરલેસ ટેક્નિક અને રિમોટની સુવિધા પણ આપવામાં આવી છે, જેનાથી તેના પરફોર્મન્સને વધારી શકાય છે.

એક સાથે 5 લોકો બેસી શકે છે
બોટમાં 5 લોકો બેસી શકે છે. તેની લંબાઈ 25 ફૂટ અને પહોળાઈ 7.9 ફૂટ છે. 40 kWh Lithium ionની બેટરી લગાવવામાં આવી છે. કંપનીના અનુસાર, તેની કિંમત 1.98 કરોડ રૂપિયા છે.