યુકે:દુનિયાનું સૌથી ગંદુ ઘર વેચવા માટે તૈયાર છે, જેની કિંમત 1 કરોડ કરતા પણ વધુ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુકેના ડિવોનના પ્લાઈમોથમાં એક ઘર વેચવા માટે તૈયાર છે. આ ઘર ત્યાં એકઠા થયેલા કચરાના કારણે ચર્ચામાં છે. - Divya Bhaskar
યુકેના ડિવોનના પ્લાઈમોથમાં એક ઘર વેચવા માટે તૈયાર છે. આ ઘર ત્યાં એકઠા થયેલા કચરાના કારણે ચર્ચામાં છે.
  • ઘરના રસોડામાં વાસણો પણ 13 વર્ષથી એમના એમ જ પડ્યા છે

દરેક વ્યક્તિ પોતાના જીવનની થાપણ ખર્ચીને સપનાનું ઘર ખરીદવા માંગે છે, પરંતુ કેટલીકવાર કેટલાક એવા મકાનો પણ વેચવામાં આવતા હોય છે, જેને લોકો દૂર દૂર સુધી જોવાનું પણ પસંદ કરતા નથી. આવું જ એક મકાન આજકાલ ચર્ચામાં છે. યુકેના ડિવોનના પ્લાઈમોથમાં એક ઘર વેચવા માટે તૈયાર છે. આ ઘર ત્યાં એકઠા થયેલા કચરાના કારણે ચર્ચામાં છે. ધ મિરરના રિપોર્ટ અનુસાર, લોકો તેને દુનિયાનું સૌથી ગંદુ ઘર કહી રહ્યા છે.

આ મકાન વર્ષોથી ખાલી પડ્યું હતું. પરંતુ હવે તેને વેચાણ માટે કાઢવામાં આવ્યું છે. જો કે, સૌથી આશ્ચર્યની વાત એ છે કે મકાનને સાફ કર્યા વગર વેચાણ માટે મુકવામાં આવ્યું છે. એટલે કે, જો તમે તેને ખરીદો છો, તો તમને તેની સાથે 13 વર્ષથી એકઠો થયેલો કચરો મફત મળશે. આ ઘરની તસવીરોએ બધાને ચોંકાવી દીધા છે. તેને બ્રિટનનું સૌથી ખરાબ ઘર (બ્રિટન મોસ્ટ ડગસ્ટિંગ હાઉસ) કહેવામાં આવી રહ્યું છે.

આ ઘરની બહાર ઉગેલું ઘાસ છેલ્લા ઘણા સમયથી કાપવામાં આવ્યું નથી. આ ઘરના રસોડામાં વાસણો પણ 13 વર્ષથી એમના એમ જ પડ્યા છે.

ઘરની અંદર સીડીઓ પર પણ કચરો ફેલાયેલો છે. આ કચરો છેલ્લા 13 વર્ષથી અહીં ફેલાયેલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘરમાં રહેતા કપલના મૃત્યુ બાદ તેમનો દીકરો બહાર જતો રહ્યો હતો. ત્યારબાદથી આ ઘર બંધ જ પડ્યું છે.

ગંદા સિંકની સાથે ગેસ પર ખોરાક પણ એ જ રીતે રાખવામાં આવ્યો છે. રસોડાના ફોટો જોઈને આ ઘરને ખરીદવાની કોઈને ઈચ્છા નહીં થાય. આખું ઘર કચરાથી ભરેલું છે.

ઘરના માસ્ટર બેડરૂમની આવી તસવીર સામે આવી.અહીં બેડ પર જ કચરો ફેંકતો જોવા મળ્યો. આ પછી પણ આ મકાનને સફાઈ કર્યા વિના વેચાણ માટે મુકવામાં આવ્યું છે.તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ઘરની કિંમત £110,000 રાખવામાં આવી છે, ભારતીય ચલણમાં તેની કિંમત 11015775.10 છે.