દુનિયાના દુર્લભ જીવો પૈકી એક વેક્વિટા પોરપોઇઝ માછલીને વિલુપ્ત જીવોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. વિશ્વમાં વેક્વિટા પોરપોઇઝની સંખ્યા માત્ર દસ છે. આ સમુદ્રી જીવ પૃથ્વી પરનું સૌથી દુર્લભ દરિયાઈ સસ્તન પ્રાણી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસ અનુસાર, વેક્વિટા પોરપોઇઝને હજુ પણ લુપ્ત થવાથી બચાવી શકાય છે.
વેક્વિટા પોરપોઇઝ શું છે ?
વેક્વિટા એક દરિયાઈ સસ્તન પ્રાણી છે જે વિલુપ્ત થવાની આરે છે. મેક્સિકોના કેલિફોર્નિયાના અખાતમાં ગ્રે અને સિલ્વર રંગના આ જીવો જોવા મળે છે. વેક્વિટાની લંબાઈ મહત્તમ 5 ફૂટ અને વજન 54 કિલો સુધી હોય છે. શિકારીઓની જાળમાં ફસાવાને કારણે તેમની સંખ્યા સતત ઘટી રહી છે.
વેક્વિટાની વસ્તી ઘટવાનું શું કારણ ?
વેક્વિટા વિલુપ્ત થવાના આરે છે તેની પાછળ 2 કારણો છે. જેમાં પહેલુ કારણે એ છે કે, શિકારીઓના જાળમાં ફસાઈ જવું અને બીજુ કારણ એ છે કે, તોતોઆબા માછલીની વિલુપ્ત થયેલી જાતિ.વેક્વિટા માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત તોતોઆબા માછલી છે. શિકારીઓની જાળમાં ફસાવાને કારણે તોતોઆબા વસ્તી પણ વિલુપ્ત થવાના આરે છે. હાલ તો વેક્વિટા દુર્લભ માછલીની શ્રેણીમાં આવે છે.
વેક્વિટાને હજુ પણ બચાવી શકાય
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધક જેકલીન રોબિન્સને કહ્યું હતું કે, વેક્વિટા માછલીને હજુ પણ લુપ્ત થવાથી બચાવી શકાય છે. આ માટે આપણે વેક્વિટાના રહેવાની જગ્યામાંથી જાળને હટાવી દઈએ તો જીવનદાન મળી શકે છે. રોબિન્સનના જણાવ્યા અનુસાર, વેક્વિટાની ઓછી સંખ્યાને જોતા વિલુપ્ત થઈ રહેલા જીવોની યાદીમાં સામેલ કરવું એ એક મોટી ભૂલ છે. જો આપણે ઈચ્છીએ તો આ જીવને હજુ પણ બચાવી શકીએ છીએ.
સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર, વેક્વિટાની પ્રજાતિ હજુ જેનેટિકલી કમજોર નથી થઇ, વૈજ્ઞાનિકોનું માનીએ તો, આવનારા 50 વર્ષમાં તેની વસ્તી વધારી શકીએ છીએ. માણસોએ આ માછલીને જીવવાંની એક તક આપવી પડશે.
DNA પર સંશોધન કરીને વસ્તીનો અંદાજ લગાવ્યો
વૈજ્ઞાનિકોએ 1985 અને 2017 વચ્ચે પકડાયેલા વેક્વિટાના DNA પર સંશોધન કર્યું હતું. વેક્વિટાના DNA આજે પણ જીવતી માછલી સાથે મળતા આવે છે. આ પછી કોમ્પ્યુટર મોડેલની મદદથી અંદાજ લગાવવામાં આવ્યો કે સારું વાતાવરણ મળ્યા પછી વેક્વિટાની કેટલા વર્ષો પછી વસ્તી વધી શકે છે.
પ્રજાતિને બચાવવામાં આવી શકે અવરોધ
સંશોધકના જણાવ્યા અનુસાર, આ જીવની પ્રજાતિ ઘણા સમયથી દુર્લભ હોય જેના કારણે DNAમાં જેનેટિક બદલાવ ઘણા ઓછા થઇ ગયા છે. રૉબિનસન કહે છે કે, આ પ્રજાતિને બચાવવી સહેલી નથી. પ્રજાતિ ના બચાવવાનું કારણ સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓ વચ્ચેનો વિવાદ છે. આ સાથે જ મેક્સિકન સરકારને પણ રાજદ્વારી સમસ્યાઓનો સામનો કરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેલિફોર્નિયા દેશમાં માછલીની જાળ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક માછીમારોએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.