તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The World Famous Brand Gucci Is Selling Simple Kurtis For Millions Of Rupees, Knowing The Price Of Kurtis Will Blow Your Mind.

ગુચ્ચી બ્રાન્ડે બધાને ગૂંચવી નાખ્યા:ભારતીય સ્ટાઇલની કુર્તીએ વિશ્વભરમાં ચર્ચા જગાવી, એક કુર્તીની કિંમત અઢી લાખ રૂપિયા, લોકોએ કહ્યું- બ્રાન્ડના નામે આટલો બધો ભાવ?

10 દિવસ પહેલા
ગુચ્ચીની આ કુર્તીની કિંમત 2.5 લાખ રૂપિયા છે.
  • ગુચ્ચી ઈન્ડિયન કુર્તી જેવા લાગતા એક લિનેન કફ્તાનને 2.5 લાખ રૂપિયામાં વેચી રહી છે
  • ગુચ્ચી ઘણી મોંઘી બ્રાન્ડ છે, જે કપડાંની કિંમતોને કારણે ચર્ચામાં રહે છે

જો કોઈ તમને એવું કહે કે શું તમે ક્યારેય અઢી લાખની કુર્તી જોઈ છે, તો સ્વાભાવિક રીતે તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમારા મનમાં તરત એ સવાલ થશે કે આ લાખો રૂપિયાની કુર્તી શું કામની. અત્યારે વિશ્વવિખ્યાત ઇટાલિયન ફેશન હાઉસ ગુચ્ચી ઈન્ડિયન કુર્તી જેવા લાગતાં એક લિનેન કફ્તાનને 2.5 લાખ રૂપિયામાં વેચી રહી છે. આમ તો ગુચ્ચી ઘણી મોંઘી બ્રાન્ડ છે, જે કપડાંની કિંમતોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે જે કુર્તીને તે વેચી રહી છે એ સામાન્ય રીતે ભારતમાં ઓછી કિંમતમાં મળી જાય છે.

કુર્તીની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે
ગુચ્ચી ટ્રેડિશન ઈન્ડિયન કુર્તી જેવા દેખાતા લિનેન કફ્તાનને પોતાની વેબસાઈટ પર 2.5 લાખ રૂપિયામાં વેચી રહી છે. ઈટાલીમાં બનેલા લિનેન કફ્તાનની નેક અને સ્લિવ્ઝ પર ભરતકામ કરવામાં આવ્યું છે. ગુચ્ચી પોતાની લક્ઝરી બ્રાન્ડની વેબસાઈટ પર આ કુર્તીને $3,500માં વેચી રહી છે, જેની ભારતીય કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા થાય છે. આ જ કારણ છે હવે આ કુર્તીની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે.

ગુચ્ચીની કુર્તીની ડિઝાઈનને ધ્યાનથી જુઓ તો એ ભારતમાં ક્યાંય પણ સરળતાથી જોવા મળે એવી છે. થઈ શકે છે કે એના જેવી કુર્તી તમારા કબાટમાં રાખેલી કોઈ ભારતીય કુર્તી જેવી હોય. એને ઓર્ગેનિક લિનેનમાંથી તૈયાર કરવામાં આવી છે, આ કફ્તાન પર ફ્લોરલ એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું છે. ગુચ્ચીની આ લિનેનના કફ્તાનની કિંમત જોઈને લોકો નવાઈમાં પડી ગયા છે અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડની ઘણી વસ્તુઓ પ્રખ્યાત છે
અત્યારે આ વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડની ઘણી અન્ય વસ્તુઓ પ્રખ્યાત છે. એમાં હેન્ડબેગ, જૂતાં અને કપડાંથી લઈને મેકઅપ, એક્સેસરીઝ સિવાય પર્ફ્યુમ પણ સામેલ છે. જોકે ગુચ્ચીની તમામ વસ્તુઓ ઘણી મોંઘી હોય છે.

અન્ય સમાચારો પણ છે...