તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Woman's Tiny Baby Bump Made People Think She Was Not Pregnant, But She Gave Birth To Twin Daughters.

આશ્ચર્ય:મહિલાનો નાનકડો બેબી બંપ જોઈને લોકોને લાગતું હતું તે પ્રેગ્નન્ટ નથી, પણ તેણે બે જોડિયાં દીકરીઓને જન્મ આપ્યો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
બેકા અને તેના પતિને જોડિયાં દીકરીઓના જન્મથી ખુશી અને આશ્ચર્ય થયું - Divya Bhaskar
બેકા અને તેના પતિને જોડિયાં દીકરીઓના જન્મથી ખુશી અને આશ્ચર્ય થયું
  • બંને દીકરીઓનું વજન 2 કિલો હતું, જન્મ સમયે બંને સ્વસ્થ હતી

પાંચ બાળકોની માતાએ તેની પ્રેગ્નન્સીની જર્ની વિશે જણાવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. બેકા નામની મહિલા ચોથી વાર બાળકને જન્મ આપવાની હતી, પણ તેને જોઈને કોઈ ના કહે કે તે પ્રેગ્નન્ટ હશે. બેકાએ પ્રેગ્નન્સીનાં 8મા મહીને બે જોડિયાં દીકરીઓને જન્મ આપ્યો.

બે દીકરીઓને લઈને ઘરે આવી
બેકાને આઠમો મહિનો ચાલતો હતો તેમ છતાં તેનો બેબી બંપ દેખાતો નહોતો. તે પોતાની પ્રેગ્નન્સીની અપડેટ સોશિયલ મીડિયા પર આપતી રહેતી હતી. આ દરમિયાન તેનો બેબી બંપ જોઇને ઘણા યુઝર્સ પ્રશ્નો પણ કરતા હતા. એક દિવસ અચાનક લેબર પેન થતા તે પતિ સાથે હોસ્પિટલ ગઈ. એક બાળકની આશા સાથે હોસ્પિટલ ગયેલી બેકા બે જોડિયાં દીકરીઓને લઈને ઘરે આવી. બેકાના પતિ અને પરિવારને પણ નવાઈ લાગી.

હોસ્પિટલમાંથી જ ગુડ ન્યૂઝ શેર કર્યા
બંને જુડવા દીકરીઓ જન્મ સમયે 2 કિલો વજનની અને એકદમ સ્વસ્થ હતી. બેલાએ સોશિયલ મીડિયા પર બેબી બંપનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું, પ્રેગ્નન્સીને આઠ મહિના થઈ ગયા હોવા છતાં બેબી બંપ દેખાતો નથી. થોડા મહિના પછી બેકાએ બે દીકરીઓને જન્મ આપ્યાની પોસ્ટ કરી ત્યારે યુઝર્સને આશ્ચર્ય થયું હતું. તેણે હોસ્પિટલ બેડથી જ તેના ફોલોઅર્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. બેકાને પહેલેથી જોડિયાં બાળકો પ્રત્યે લગાવ હતો. હાલ તે ટ્વિન્સ દીકરીઓની મમ્મી બનીને ઘણી ખુશ છે.

યુઝર્સે કમેન્ટ કરી અભિનંદન આપ્યા
બેકાની પોસ્ટ જોઇને યુઝર્સે કમેન્ટનો ઢગલો કર્યો હતો, એક યુઝરે લખ્યું, ટ્વિન્સને ક્યાં છુપાવીને રાખ્યા હતા? અન્ય યુઝરે લખ્યું, આ તમને એક ગિફ્ટની બદલે બે ગિફ્ટ મળી. ભગવાનનો આભાર માનવો જોઈએ. બીજા યુઝરે કહ્યું, આ તમારું જીવનનું સૌથી મોટું સરપ્રાઈઝ છે.

અન્ય સમાચારો પણ છે...