• Gujarati News
  • Lifestyle
  • The Woman's Stomach Swelled And She Thought She Was Pregnant, Not Because Of Pregnancy But Because Of A Football like Tumor.

ઈંગ્લેન્ડ:મહિલાનો બેબી બમ્પ જોઈને લાગતું હતું કે તે પ્રેગ્નન્ટ છે, અસલ કારણ પ્રેગ્નન્સી નહિ પરંતુ ફૂટબોલ જેવડી ગાંઠ નીકળતા મહિલા શૉક થઈ ગઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડની અબી ચેડવિક નામની મહિલા સાથે આ ઘટના બની
  • તેના પેટમાં 13 ઈંચની ગાંઠ હોવાથી તે પ્રેગ્નન્ટ હોય તેવું લાગતું હતું
  • ડોક્ટરે તપાસ કરતાં મહિલાની પ્રેગ્નન્સી નહિ પરંતુ ગાંઠને પેટ ફૂલી જવાની કારણ જણાવ્યું

ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલા સાથે એક વિચિત્ર ઘટના બની છે. આ મહિલાને એમ હતું કે તે પ્રેગ્નન્ટ છે પરંતુ તેનું પેટ ફૂલવા પાછળનું અસલ કારણ જાણી તેને શોક લાગ્યો. આ મહિલાનું પેટ તેની પ્રેગ્નન્સીને કારણે નહિ પરંતુ તેના પેટમાં રહેલી ફૂટબોલ જેવડી ગાંઠને કારણે ફૂલી ગયું હતું.

19 વર્ષીય અબી ચેડવિક નામની મહિલા સાથે આ ઘટના બની. અચાનક તેનું પેટ ફૂલવા લાગતા અને વજન વધી જતાં તેને લાગ્યું કે તે પ્રેગ્નન્ટ છે. તેની ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ અબીને જોઈ એમ જ લાગતું કે તે સાચે પ્રેગ્નન્ટ છે.

અબીના પેટમાં રહેલી 13 ઈંચની ગાંઠને કારણે તે પ્રેગ્નન્ટ હોય તેવું લાગતું
અબીના પેટમાં રહેલી 13 ઈંચની ગાંઠને કારણે તે પ્રેગ્નન્ટ હોય તેવું લાગતું

વધતાં વજનને કારણે શરૂઆતમાં અબીએ ડાયટિંગ શરૂ કર્યું. તેણે 6 કિલો વજન પણ ઉતાર્યું પરંતુ તેની પેટની સાઈઝ પહેલાં જેવી જ રહી. તે બ્રેડનો ટુકડો પણ ખાતી હતી તો તેનું પેટ ફૂલ થઈ જતું હતું. તેને દાળમાં કંઈક કાળું લાગ્યું અને તે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે તપાસ કરતાં માલુમ પડ્યું કે અબી પ્રેગ્નન્ટ છે જ નહિ. તેનું પેટ ફૂલી જવાનું કારણ તો ફૂટબોલ સાઈઝની ગાંઠ છે.

અબીએ સર્જરી કરાવી ગાંઠ દૂર કરાવી
અબીએ સર્જરી કરાવી ગાંઠ દૂર કરાવી

તપાસમાં માલુમ પડ્યું કે અબીના પેટમાં 13 ઈંચની ગાંઠ છે. જે પેટની અંદર ફૂલી જવાથી અબી પ્રેગ્નન્ટ હોય તેવું લાગતું હતું. વેસ્ટ મિડલેન્ડ્સની એક હોસ્પિટલમાં અબીએ સર્જરી કરાવી આ ગાંઠ દૂર કરાવી.

સર્જરી કરાવ્યા બાદ અબીના જીવમાં જીવ આવ્યો
સર્જરી કરાવ્યા બાદ અબીના જીવમાં જીવ આવ્યો

અબી જણાવે છે કે આ ગાંઠને લીધે તેનું પેટ પથ્થર જેવું કઠ્ઠણ બની ગયું હતું. તે બહાર જાય તો લોકો એમ સમજતાં હતાં કે તે 9 મહિનાની ગર્ભવતી છે. વજન ઉતારવાના પ્રયાસ કર્યા હોવા છતાં વજન વધવા લાગતાં એક સમયે અબીને પણ એમ લાગતું કે તે પ્રેગ્નન્ટ છે. જોકે હવે અસલ કારણ જાણી લીધા બાદ સફળ સર્જરી કરાવ્યા પછી અબીના જીવમાં જીવ આવ્યો છે.