ઈંગ્લેન્ડના નોટિંગહામમાં રહેતી 40 વર્ષની મહિલા સાથે એવો ચમત્કાર થયો કે તે એક જ રાતમાં કરોડો રૂપિયાની માલકિન બની ગઈ છે. વાત જાણે એવી છે કે લોરા નામની આ મહિલાએ સેટ ફોર લાઈફ નામની એક મેગા લોટરી જીતી છે. જેમાં 30 વર્ષ સુધી દર મહિને આ મહિલાને 10 હજાર પાઉન્ડ એટલે કે 9.5 લાખ રૂપિયા લોટરીની રકમ આપવામાં આવશે.
લોરા હોયલ એક લોજિસ્ટિક્સ ફર્મમાં કામ કરતી હતી. તેણે તેના 38 વર્ષીય પાર્ટનર ક્રિક સ્ટીવન્સની સાથે માર્ચ 2021માં આ શાનદાર લોટરી જીતી. પોતાના નસીબથી લોરોએ લાઈફ બોલની સાથે લોટરીના તમામ પાંચ નંબર જીતી લીધા હતા. જેના પછી તે મેગા લોટરીની વિજેતા બની. આટલી મોટી લોટરી જીત્યા પછી તે એટલી આશ્ચર્યચકિત થઈ ગઈ કે તે લાંબા સમય સુધી વિશ્વાસ કરી શકી નહીં. લોટરી જીત્યા પછી તેની પાસે જેવો જ કન્ફર્મેશન માટે કોલ આવ્યો તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. તે આખા ઘરમાં એકથી બીજી જગ્યાએ ખુશીથી દોડી રહી હતી.
લોરા જ્યારે લોટરી જીતી ગઈ તો તે જોર જોરથી બૂમો પાડવા લાગી. તે કોલ પર વાત કરતી વખતે ક્યારેક ખુરશી પર ઊભી થઈ જતી તો ક્યારેક બેસી જતી. લોટરી જીતવા પર મહિલા સતત કહી રહી હતી કે તમે મારી સાથે મજાક તો નથી કરી રહ્યાને.
નોકરી છોડીને મકાન ખરીદ્યું, હવે તે ભૂતનો શિકાર કરે છે
કહેવામાં આવી રહ્યું છે કે આટલી મોટી લોટરી જીત્યા પછી, આ મહિલા તેનાં બધાં સપનાં પૂરાં કરી રહી છે. કપલે પોતાના માટે એક મકાન પણ ખરીદી લીધું છે. 40 વર્ષની લોરા પોતાની નોકરી છોડીને અત્યારે ‘ઘોસ્ટ હન્ટિંગ’ એટલે કે ‘ભૂત’ પકડવાનું કામ કરી રહી છે. તેનો પાર્ટનર ક્રિક 38ની ઉંમરમાં કોલેજ જઈને મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ પૂરો કરી રહ્યો છે.
લોટરી એપથી કિસ્મત ચમકી ઊઠી
લોરાની કિસ્મત એક નેશનલ લોટરી એપથી ચમકી ઊઠી. તેણે આ એપથી પોતાના માટે લોટરીની ટિકિટ ખરીદી હતી. જ્યારે તેણે આ ધમાકેદાર લોટરી જીતી હતી તો તેને એપથી મેસેજ પણ આવ્યો હતો, પરંતુ તેના માટે માત્ર એક મેસેજ પર વિશ્વાસ કરવો પૂરતો નહોતો. તેણે ખરેખર લોટરી જીતી છે તે જાણવા માટે તેણે ફેય નામના એક લોટરી કર્મચારીને ફોન કરીને તેની તપાસ કરાવી હતી.
ફેય જેવું જણાવે છે કે તે ખરેખર સેટ ફોર લાઈફ ગેમની સૌથી મોટી પ્રાઈઝ જીતી ચૂકી છે. લોરાએ સૌથી પહેલાં એવું કહ્યું કે તે બીમાર પડી જશે. તેને પોતાની જાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ ખરેખર તેની સાથે થઈ રહ્યું છે.
લોટરી જીતવાની ખુશી વ્યક્ત કરતાં લોરા એક ઈન્ટરવ્યુમાં જણાવે છે કે જેવો તેણે લોટરી કંપનીને ફોન કર્યો હતો તે સમયે તે ધ્રૂજતી હતી. તે ફોન પર કહી રહી હતી કે મને લાગે છે મેં લોટરી જીતી છે. આટલું બોલ્યા પછી તે કર્મચારીના ફોનની આતુરતાથી રાહ જોઈ રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.