• Gujarati News
  • Lifestyle
  • The Woman Was Earning Rs 37 Lakh Per Week By Selling 'Fart' In A Jar, Now Suddenly Her Business Has Closed

અમેરિકા:આ મહિલા જારમાં 'ફાર્ટ' વેચીને દર અઠવાડિયે 37 લાખ રૂપિયા કમાતી હતી, હવે અચાનક તેનો બિઝનેસ બંધ થઈ ગયો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેફની દર અઠવાડિયે 50 જાર ફાર્ટ ભરીને વેચતી હતી.ફાર્ટને વધુ પેદા કરવા માટે, સ્ટેફની દરરોજ 3 પ્રોટીન શેક અને બ્લેક બીન સૂપનો બાઉલ પીતી હતી. - Divya Bhaskar
સ્ટેફની દર અઠવાડિયે 50 જાર ફાર્ટ ભરીને વેચતી હતી.ફાર્ટને વધુ પેદા કરવા માટે, સ્ટેફની દરરોજ 3 પ્રોટીન શેક અને બ્લેક બીન સૂપનો બાઉલ પીતી હતી.
  • જારમાં ફાર્ટ વેચીને દર અઠવાડિયે 37 લાખ રૂપિયા કમાતી સ્ટેફની મેટો બીમાર થઈ ગઈ છે
  • સ્ટેફનીના અનુસાર, વધારે ગેસ વેચવાના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી

રિયાલિટી ટીવી સ્ટાર અને 90 ડે ફિયાન્સમાં કામ કરી ચૂકેલી સ્ટેફની મેટો એક વખત ફરીથી ચર્ચામાં છે. સ્ટેફની મેટોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે પોતાના ફાર્ટને જારમાં ભરીને વેચતી હતી અને દર અઠવાડિયે 37 લાખ રૂપિયા કમાતી હતી. તેના કારણે હવે તે બીમાર થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ પડ્યું. રિપોર્ટ્સના અનુસાર, સ્ટેફનીને હાર્ટ અટેકના લક્ષણો હતા. સ્ટેફનીએ જણાવ્યું કે તે ફાર્ટ્સ વેચવાનું કામ વધુ કરી રહી હતી.

જારમાં ફાર્ટ વેચીને દર અઠવાડિયે 37 લાખ રૂપિયા કમાતી સ્ટેફની મેટો બીમાર થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી
જારમાં ફાર્ટ વેચીને દર અઠવાડિયે 37 લાખ રૂપિયા કમાતી સ્ટેફની મેટો બીમાર થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી

રિપોર્ટ્સના અનુસાર, જારમાં ફાર્ટ વેચીને દર અઠવાડિયે 37 લાખ રૂપિયા કમાતી સ્ટેફની મેટો બીમાર થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. સ્ટેફનીએ કહ્યું કે મને લાગ્યું કે હાર્ટ એટેક આવ્યો છે અને આ મારો અંતિમ સમય છે. તેણે જણાવ્યું કે, હું ફાર્ટ વેચવાનું કામ વધુ કરવા લાગી હતી. ફાર્ટને વધુ પેદા કરવા માટે, સ્ટેફની દરરોજ 3 પ્રોટીન શેક અને બ્લેક બીન સૂપનો બાઉલ પીતી હતી. છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ હવે તેણે આ વિચિત્ર બિઝનેસ છોડવાની જાહેરાત કરી છે. સ્ટેફનીએ જણાવ્યું કે, તેને બ્લડ ટેસ્ટ સિવાય બીજા ઘણા ટેસ્ટ કરાવ્યા. તેનાથી તેને જાણવા મળ્યું કે, ગેસ પેદા કરતા બીન્સ તથા ઈંડાના કારણે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો.

સ્ટેફની દર અઠવાડિયે 50 જાર ફાર્ટ ભરીને વેચતી હતી.
સ્ટેફની દર અઠવાડિયે 50 જાર ફાર્ટ ભરીને વેચતી હતી.

ગેસથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ
તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે સ્ટેફની દર અઠવાડિયે 50 જાર ફાર્ટ ભરીને વેચતી હતી. તેના ફાર્ટના એક જારની કિંમત 1 હજાર ડોલરની આસપાસ હતી. સોશિયલ મીડિયા પર તેના 2 લાખ 60 હજાર ફોલોઅર્સ તેના ફાર્ટ ખરીદતા હતા. સ્ટેફનીના અનુસાર, વધારે ગેસ વેચવાના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ. જ્યારે પણ તે શ્વાસ લેતી તો તેને છાતીમાં દુખાવો થતો.

ફાર્ટને વધુ પેદા કરવા માટે, સ્ટેફની દરરોજ 3 પ્રોટીન શેક અને બ્લેક બીન સૂપનો બાઉલ પીતી હતી. છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ હવે તેણે આ વિચિત્ર બિઝનેસ છોડવાની જાહેરાત કરી છે.
ફાર્ટને વધુ પેદા કરવા માટે, સ્ટેફની દરરોજ 3 પ્રોટીન શેક અને બ્લેક બીન સૂપનો બાઉલ પીતી હતી. છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ હવે તેણે આ વિચિત્ર બિઝનેસ છોડવાની જાહેરાત કરી છે.

મિત્રોને તેને હોસ્પિટલ લઈ ગયા
અમેરિકાના કનેક્ટિકટમાં રહેતી સ્ટેફનીએ તેના મિત્રોને તેને હોસ્પિટલ લઈ જવા કહ્યું. તેણે હોસ્પિટલના ડૉક્ટરોને તેની વિચિત્ર કરિયર વિશે જણાવ્યું ન હતું. ડૉક્ટરોએ તેને ખોરાક બદલાવ લાવવાનું કહ્યું અને ગેસ બંધ કરવાની દવા આપી. તેનાથી તેનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. સ્ટેફનીના અનુસાર, ઘણા પુરુષો તેના પહેરેલા કપડાં, ન્હાવાનું પાણી વગેરે ખરીદવા માગતા હતા. તેના પછી તેના મગજમાં ફાર્ટ વેચવાનો આઈડિયા આવ્યો હતો. તેના ફાર્ટ ખરીદવા માટે દરરોજ સેંકડો ઓર્ડર આવતા હતા.