તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Woman Was Constantly Talking To Her Friend During The Hair Wash, Angry Hairdresser Sprays Water On Her Face

વાઈરલ:હેરવૉશ દરમિયાન મહિલા સતત તેની બહેનપણી જોડે વાતો કરી રહી હતી, હેરડ્રેસરને ગુસ્સો આવતાં શૉવરવડે તેના ચહેરા પર પાણી સ્પ્રે કરી દીધું

2 મહિનો પહેલા
  • સલૂનમાં મહિલા હેરવૉશ કરાવતાં સમયે સતત તેની ફ્રેન્ડ જોડે વાતો કરી રહી હોય છે
  • આ કામથી હેરડ્રેસર ગુસ્સે થતાં તે મહિલાના ચહેરા પર પાણી સ્પ્રે કરી દે છે

ઈન્ટરનેટ પર હાલ એક સલૂનનો વીડિયો જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હેરડ્રેસરનો ગુસ્સો દેખાઈ આવે છે. મહિલા હેરવૉશ કરાવા માટે સલૂન ગઈ હોય છે પરંતુ ત્યાં સતત તે તેની બહેનપણી સાથે વાતો કરતાં હેરડ્રેસરનો પારો આસમાને પહોંચી જાય છે અને તે શૉવર વડે તેના ચહેરા પર પાણી સ્પ્રે કરી નાખે છે.

સોશિયલ મીડિયા પર 44 સેકન્ડનો વીડિયો ફરતો થયો છે. તેમાં જોઈ શકાય છે કે હેરવૉશ કરાવતાં સમયે એક મહિલા બાજુમાં બેસેલી તેની ફ્રેન્ડ સાથે સતત વાતો કરતી હોય છે. તે વાતોમાં એટલી મશગુલ હોય છે કે તે ભૂલી જાય છે કે તેના લીધે હેરડ્રેસરને તેનું કામ કરવામાં તકલીફ પડી રહી છે. હેરડ્રેસર 2-3 વખત મહિલાનું માથું પાછું ખેંચી તેને બેઝિન પર પ્રોપર પોઝિશન જાળવવા માટે કહે છે.

હેરડ્રેસરના ગુસ્સાથી અજાણ મહિલા હજુ પણ તેની બહેનપણી સાથે વાતો કરતી જ જાય છે એક એવો સમય આવે છે કે હેરડ્રેસર પોતાના ગુસ્સા પર કાબુ ગુમાવી બેસે છે. ત્યારબાદ હેરડ્રેસર શૉવર વડે તેના ચહેરા પર પાણી સ્પે કરે છે.

હેરડ્રેસરના આવાં કામથી મહિલા અને તેની ફ્રેન્ડ શૉક થઈ જાય છે. બંનેને સમજાય છે કે તેણે કેમ ગુસ્સામાં આવું કર્યું પરંતુ તેઓ કોઈ રિએક્શન આપી શક્યા નહોતા. મહિલાની ફ્રેન્ડ ત્યાંથી ઊભી થઈને જતી રહે છે. ગુસ્સા પર કાબુ ગુમાવેલા હેરડ્રેસરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. યુઝર તેના પર ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા યુઝર કહી રહ્યા છે કે બરોબરનો પાઠ ભણાવ્યો તો કોઈ યુઝરે કહ્યું કે હેરડ્રેસરે મહિલાને આ રીતે ટિપ આપી.

અન્ય સમાચારો પણ છે...