નસીબ:મહિલાને અજાણ્યા નંબર પરથી વારંવાર કોલ આવતા હતા, કંટાળીને ફોન ઉઠાવ્યો તો 11 કરોડની લોટરી લાગી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને ફોન પર કહેવામાં આવ્યું હતું કે તેને 31 જુલાઈએ ટેટ્સલોટ્ટો ડ્રાઈંગમાં 11 કરોડની લોટરી જીતી છે
  • મહિલાએ કહ્યું, હું ક્યારે પણ અજાણ્યા નંબરથી આવતા કોલ રિસીવ નથી કરતી

ઘણી વખત તમને અજાણ્યા નંબર પરથી ફોન આવતા હોય છે પરંતુ તમે તેને રિસીવ કરવાનું પસંદ કરતા નથી. એટલું જ નહીં જે સ્માર્ટફોનમાં ટ્રુકોલર હોય છે તેમાં સરળતાથી સ્પેમ કોલ ડિડક્ટ થઈ જાય છે. મોટેભાગે લોકો આવા સ્પેમ કોલ રિસીવ કરતા નતી. પરંતુ ઓસ્ટ્રેલિયામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે.

મહિલાને 11 કરોડની લોટરીનો જેકપોટ લાગ્યો
યુપીઆઈ ન્યૂઝના અનુસાર, એક ઓસ્ટ્રેલિયાની મહિલા, જેને સ્કેમર્સ કોલ હોવા છતાં શંકાથી ઘણી વખત આવેલા કોલને રિસીન ન કર્યા, જ્યારે તેને ગુસ્સામાં ફોન ઉઠાવ્યો ત્યારે તેને ખબર પડી કે તેને લગભગ 1.5 મિલિયન ડોલર (11 કરોડથી વધારે)ની લોટરીનો જેકપોટ જીત્યો છે.

અજાણ્યો નંબર સમજીને કોલ રિસીવ ન કર્યો
તસ્માનિયાની લાઉસેસ્ટેનની રહેનારી મહિલાને 'ધ લોટ'ના અધિકારીઓ જણાવ્યું કે, તે તેમના ફોન કોલ ઉઠાવવાનું ટાળી રહી હતી કેમ કે નંબર અજાણ્યો હતો. મહિલાએ કહ્યું, હું ક્યારે પણ અજાણ્યા નંબરથી આવતા કોલ રિસીવ નથી કરતી, કેમ કે મને હંમેશાં એવું લાગે છે કે કોલ્સ ફ્રોડ માટે હોય છે, તો કેટલાક લોકો મસ્તી કરવા માટે અને હેરાન કરવા માટે ફોન કરે છે, પરંતુ તમે મને આટલી બધી વખત ફોન કર્યો તો મને લાગ્યું કે હું ફોન ઉપાડીને જવાબ આપું અને કઈ બાબતમાં વાત કરવા માગે છે તે જાણી લઉં.

મહિલાને ફોન પર કહેવામાં આવ્યું હતું કે તેને 31 જુલાઈએ ટેટ્સલોટ્ટો ડ્રાઈંગમાં $1.47 મિલિયનનો જેકપોટ જીત્યો છે. તેમને વેસ્ટબેરીમાં ફેસ્ટિવલ વેસ્ટબરી લોટ્ટો આઉટલેટથી પોતાની ટિકિટ ખરીદી હતી. મહિલાએ જણાવ્યું કે, આ પૈસાથી તે અને તેનો પરિવાર ઘણું બધું કરવાનો પ્લાન કરી રહ્યા છે. પહેલા અમે અમારા બીલની ચૂકવણી કરીશું અને પછી કેટલાક પૈસા રોકાણ કરીશું.