• Gujarati News
  • Lifestyle
  • The Woman Received The Award For 'Biggest Baby Bump' In The Competition, Which Was Attended By 19 Pregnant Women.

અનોખી કોમ્પિટિશન:કોમ્પિટિશનમાં આ મહિલાને સૌથી ‘બિગેસ્ટ બેબી બમ્પ’નો એવોર્ડ મળ્યો, 19 પ્રેગ્નન્ટ મહિલાઓએ ભાગ લીધો હતો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆમાં ‘બેબી બમ્પ કોમ્પિટિશન’ યોજાઈ હતી. આ સ્પર્ધામાં 19 પ્રેગ્નન્ટ મહિલાઓએ ભાગ લીધો હતો. નિર્ણાયકોએ બધાના બેબી બમ્પ માપ્યા પછી 57 સેમી પેટવાળી એક મહિલાને વિજેતા જાહેર કરી. તેને ‘બિગેસ્ટ બેબી બમ્પ’એવોર્ડની સાથે ગિફ્ટ અને ઈનામ પણ આપવામાં આવ્યા.

9 મહિનાની પ્રેગ્નન્ટ મહિલાએ કોમ્પિટિશન જીતી
આ કોમ્પિટિશનને 9 મહિનાની પ્રેગ્નન્ટ લેયેકા રબેકાએ જીતી. રબેકાને જીતવા પર એવોર્ડની સાથે રેફ્રિજરેટર, બેબી પ્રોડક્ટ અને 5000 કોર્ડોબસ એટલે કે લગભગ 11 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે, રબેકાએ જણાવ્યું કે, એક મિત્રએ મારો મોટો બેબી બમ્પ જોઈ મને આ સ્પર્ધામાં ભાગ લેવાની સલાહ આપી હતી.

આ કોમ્પિટિશનને 9 મહિનાની પ્રેગ્નન્ટ લેયેકા રબેકાએ જીતી.
આ કોમ્પિટિશનને 9 મહિનાની પ્રેગ્નન્ટ લેયેકા રબેકાએ જીતી.

મધર્સ ડે પર લોકલ રેડિયો સ્ટેશનની અનોખી પહેલ
આ કોમ્પિટિશન દેશ નિકારાગુઆની રાજધાની મનાગુઆમાં યોજાઈ હતી. નિકારાગુઆના નેશનલ મધર્સ ડે પર ત્યાંના એક લોકલ રેડિયો ચેનલે આ પહેલ કરી હતી. આ કોમ્પિટિશન માટે સમગ્ર દેશની મહિલાઓના નામ માગવામાં આવ્યા હતા. કુલ 19 મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેકના બેબી બમ્પને કાળજીપૂર્વક માપ્યા પછી જજે રેબેકાને વિજેતા જાહેર કરી. દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર મહિલાઓને ઈનામો પણ આપવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર મહિલાઓ વખાણ કરી રહી છે
સોશિયલ મીડિયા પર મહિલાઓ આ કોન્સેપ્ટના વખાણ કરી રહી છે. લોકો તેને મધરહૂડ સેલિબ્રેટ કરવાની એક સરસ રીત જણાવી રહ્યા છે. ટ્વિટર પર એક મહિલા યુઝરે લખ્યું કે, ‘આ પ્રકારના ન્યૂઝ જોઈ ખુશી થઈ, તેમાં યુદ્ધ અને લડાઈ ઝઘડા નથી પરંતુ માતૃત્ત્વ છે. ’

અન્ય સમાચારો પણ છે...