લંડન:મહિલાએ ઓનલાઇન રિટર્ન કરવામાં આવેલી પ્રોડક્ટસ ખરીદીને લાખોની કમાણી કરી, જાણો કેવી રીતે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈંગ્લેન્ડની રહેવાસી કોરા હેરિસને વેરી અને આર્ગોસ વેબસાઈટ પર રિટર્ન કરવામાં આવેલી પ્રોડક્ટને ઓછા ભાવે ખરીદી અને પછી તેને વેચીને લાખો રૂપિયાની કમાણી કરી.  - Divya Bhaskar
ઈંગ્લેન્ડની રહેવાસી કોરા હેરિસને વેરી અને આર્ગોસ વેબસાઈટ પર રિટર્ન કરવામાં આવેલી પ્રોડક્ટને ઓછા ભાવે ખરીદી અને પછી તેને વેચીને લાખો રૂપિયાની કમાણી કરી. 
  • પેલેટથી લઈને શાર્ક વોક્યુમ ક્લિનર, માઉન્ટેન બાઈક અને બાળકોના સ્કૂટર સહિત કુલ 33 પ્રોડક્ટસ હતી
  • આ તમામ પ્રોડક્ટસ વેચીને કોરા હેરિસને 20,1714 રૂપિયાની કમાણી કરી

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ ખુલાસો કર્યો છે તેને રિટર્ન આપેલી વસ્તુઓ વેચીને સારી એવી કમાણી કરી છે. ઈંગ્લેન્ડની રહેવાસી કોરા હેરિસને વેરી અને આર્ગોસ વેબસાઈટ પર રિટર્ન કરવામાં આવેલી પ્રોડક્ટને ઓછા ભાવે ખરીદી અને પછી તેને વેચીને મોટી કમાણી કરી.

રિટર્ન કરવામાં આવેલી પ્રોડક્ટથી કમાણી કરી
ધન સનના રિપોર્ટના અનુસાર, કોરા હેરિસને જણાવ્યું કે, કેવી રીતે તેને 2776.71 પાઉન્ડ એટલે કે 2.85 લાખ રૂપિયાની ગીફ્ટની એક પેલેટને 679.1 પાઉન્ડ એટલે કે લગભગ 70 હજાર રૂપિયામાં ખરીદી, જેમાં કુલ 33 પ્રોડક્ટ હતી. પછી આ પ્રોડક્ટસને વેચીને મોટી કમાણી કરી.

મહિલાને 33 પ્રોડક્ટ્સ મળી
કોરા હેરિસનને યુટ્યુબ પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું કે, પેલેટથી લઈને શાર્ક વોક્યુમ ક્લિનર, માઉન્ટેન બાઈક અને બાળકોના સ્કૂટર સહિત કુલ 33 પ્રોડક્ટસ હતી. તેને જણાવ્યું કે, મેં વસ્તુઓને જલ્દી અને સરળતાથી વેચવા માટે ફેસબુક માર્કેટપ્લેસ પસંદ કર્યુ, જે ઘણું ફાયદાકારક રહ્યું.

33માંથી 4 પ્રોડક્ટ ખરાબ નીકળી
કોરા હેરિસને જણાવ્યું કે, આ પ્રકારને પેલેટ ખરીદવી એ મોટા જુગાર જેવું હતું, કેમ કે 33 પ્રોડક્ટમાંથી 4 ડેમેજ હતી.

20,1714 રૂપિયાની કમાણી કરી
કોરા હેરિસને જણાવ્યું કે, બે સપ્તાહની અંદર પ્રોડક્ટ વેચવામાં હું સફળ રહી અને અંતમાં 201.21 પાઉન્ડ એટલે કે 20714 રૂપિયાનો નફો કર્યો. કોરાએ જણાવ્યું કે, જેટલું મેં વિચાર્યું હતું તેના કરતાં ઘણું સરળ હતુ.

વીડિયોને બે લાખ લોકો જોઈ ચૂક્યા છે
કોરા હેરિસનનો વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 2 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે, જ્યારે 4000 લોકોએ તેને લાઈક કર્યો છે, તેની સાથે તેના વીડિયો પર સતત કમેન્ટ પણ આવી રહી છે.