• Gujarati News
  • Lifestyle
  • The Woman Made A Shocking Prediction About Coronavirus In 2018, Saying It Would Be A Problem For The Next Two Years.

લંડન:આ મહિલાએ 2018માં કોરોનાવાઈરસને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી, કહ્યું હતું કે- આગામી બે વર્ષ સુધી આ મુસીબત રહેશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રિટનમાં રહેતી ભવિષ્યવેત્તા મહિલા રોક્સાને ફર્નિવાલે 2018માં દુનિયાભરમાં કોરોનાવાઈરસ હાહાકાર મચાવશે તેવી ભવિષ્યવાણી કરી હતી. - Divya Bhaskar
બ્રિટનમાં રહેતી ભવિષ્યવેત્તા મહિલા રોક્સાને ફર્નિવાલે 2018માં દુનિયાભરમાં કોરોનાવાઈરસ હાહાકાર મચાવશે તેવી ભવિષ્યવાણી કરી હતી.
  • રોક્સાને ફર્નિવાલ નામની મહિલાએ વાઈરસને લઈને ભવિષ્યવાણી કરી હતી
  • આ અગાઉ રોયલ ફેમિલીને લઈને પણ ભવિષ્યવાણી ચૂકી છે

બ્રિટનમાં રહેતી ભવિષ્યવેત્તા મહિલા રોક્સાને ફર્નિવાલે વર્ષ 2018માં જ કોરોના મહામારીને લઈને ભવિષ્યવાણી કરી હતી. ફર્નિવાલે જણાવ્યું કે, તેણે એક સ્વાસ્થ્ય કર્મચારી મહિલાને જોયા બાદ આ ભવિષ્યવાણી કરી દીધી હતી. પરંતુ સરકારે તેના તરફ ધ્યાન ન આપ્યું.

આગામી બે વર્ષ સુધી કોરોના રહેશે
રોક્સાને ફર્નિવાલે જણાવ્યું કે, આગામી બેથી ત્રણ વર્ષ સુધી રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જો કે, ઓગસ્ટ મહિનામાં થોડી રાહત મળી શકે છે. રોક્સાને જણાવ્યું કે, મને મહેસૂસ થયું હતું કે ચારેય તરફ કાળા વાદળ છવાયેલા છે અને વર્ષ 2020માં જ્યારે મહામારી આવ્યા હોવાના સંકેત મળ્યા તો મને યાદ આવ્યું કે મેં જે મુશ્કેલી વિશે ભવિષ્યવાણી કરી હતી, તે આ મુશ્કેલી છે.

30 વર્ષની ઉંમર બાદ પરિપક્વતા
રોક્સાને ફર્નિવાલે ઉંમર અને પરિપક્વતાને લઈને પણ પોતાની વાત કહી હતી. રોક્સાને ફર્નિવાલે જણાવ્યું કે, પહેલા તે હોસ્પિટાલિટી સેક્ટરમાં હતી. જ્યારે તે 27 વર્ષની હતી ત્યારે તેના છૂટાછેડા થઈ ગયા હતા. તે સમયે તેનું બાળક 9 મહિનાનું હતું. જ્યારે તે 30 વર્ષની થઈ ત્યારે તેને એ વાતનું ભાણ થયું કે તેનામાં કંઈક ખાસ છે. પછી તેને ભવિષ્યવાણીની વાતો પર ધ્યાન આપ્યું.

રોયલ ફેમિલીને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી
રોક્સાને ફર્નિવાલે જણાવ્યું કે, પ્રિન્સ ચાર્લ્સ ક્યારેય મહારાજ નહીં બની શકે. તેમજ હૈરીના ઘરે જલ્દી એક દીકરીનો જન્મ થશે. તેણે એ પણ જણાવ્યું કે, પ્રિન્સ વિલિયમ બ્રિટનના આગામી મહાજારાજ હશે.

ઘણી બધી સચોટ ભવિષ્યવાણી કરી છે
રોક્સાનેના દાવા હંમેશાં સાચા સાબિત થયા છે. તેના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીના કારણે દુનિયામાં લોકોની જીવવાની રીત બદલાઈ જશે. એકબીજાને હળવા-મળવાનું બંધ થઈ જશે. કેમ કે, આ વર્ષે ઓગસ્ટ મહિના બાદ કોરોના મહામારી ફરીથી આવશે. તેની ઝલક એ વાતથી જોવા મળી રહી છે કે બ્રિટનમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે અને નવા વેરિઅન્ટ ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યા છે.