• Gujarati News
  • Lifestyle
  • The Woman Lost 31 Kg In A Single Year By Deleting Facebook Instagram From Her Mobile. There Was No Need To Diet

અદભૂત:મહિલાએ મોબાઈલમાંથી ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડિલીટ કરી એક જ વર્ષમાં 31 કિલો વજન ઘટાડ્યું. ડાયટિંગ કરવાની પણ જરૂર ન પડી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રેન્ડાએ દાવો કર્યો છે કે માત્ર પોતાના મોબાઈલ ફોનમાંથી બે એપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડિલીટ કર્યા બાદ એક જ વર્ષમાં 31 કિલો કરતા વધારે વજન ઘટાડી દીધું છે. - Divya Bhaskar
બ્રેન્ડાએ દાવો કર્યો છે કે માત્ર પોતાના મોબાઈલ ફોનમાંથી બે એપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડિલીટ કર્યા બાદ એક જ વર્ષમાં 31 કિલો કરતા વધારે વજન ઘટાડી દીધું છે.
  • ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડિલીટ કર્યા બાદ એક જ વર્ષમાં 31 કિલો કરતા વધારે વજન ઘટાડી દીધું
  • જે સમય તે નેટ સર્ફિંગમાં પસાર કરતી હતી તે કૂકિંગમાં પસાર કરવા લાગી

અત્યારના સમયમાં મોટાભાગના લોકો ઘણા સોશિયલ થઈ ગયા છે. જો કે અહીં સોશિયલનો અર્થ એ નથી કે લોકો બહાર જાય છે અને બીજાને મળે છે. આજના સમયમાં સોશિયલ એટલે કે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું. લોકો પોતાનો મોટાભાગનો સમય આ પ્લેટફોર્મ્સ પર પસાર કરી રહ્યા છે. ત્યારે નોર્થ લંડનમાં રહેતી બ્રેન્ડાએ પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી દીધું અને બાકીના સમયમાં પોતાનું ફિટનેસ રૂટિન બનાવ્યું. પરિણામે માત્ર એક વર્ષમાં તેને 31 કિલો કરતા વધારે વજન ઘટાડી દીધું.

સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી દીધું અને બાકીના સમયમાં પોતાનું ફિટનેસ રૂટિન બનાવ્યું.
સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી દીધું અને બાકીના સમયમાં પોતાનું ફિટનેસ રૂટિન બનાવ્યું.

બ્રેન્ડા છેલ્લા ઘણા સમયથી વજન ઘટાડવા માગતી હતી. તમામ પ્રકારની ડાયટ અને ઘણી ટેકનિક અપનાવ્યા બાદ પણ તે પોતાનું વજન ઘટાડી શકી નહોતી. પરંતુ હવે બ્રેન્ડાએ દાવો કર્યો છે કે માત્ર પોતાના મોબાઈલ ફોનમાંથી બે એપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડિલીટ કર્યા બાદ એક જ વર્ષમાં 31 કિલો કરતા વધારે વજન ઘટાડી દીધું છે. બ્રેન્ડાના અનુસાર, તે પહેલાથી જ મેદસ્વી હતી. પરંતુ 2016થી 2019 દરમિયાન ખાવામાં બેદરકારીના કારણે તેનું વજન ઘણું વધી ગયું હતું. ગયા વર્ષે લોકડાઉનમાં તો તેનું વજન ખાસું એવું વધી ગયું હતું. આ બધા માટે બ્રેન્ડાએ સોશિયલ મીડિયાને જવાબદાર ગણાવ્યું હતું. તેને કહ્યું કે, ઓનલાઈન તે હેલ્ધી રહેવાની પોસ્ટ અને રીત જોતી હતી. તેને જોઈ જોઈને તે વધુ ડિપ્રેસ થઈ જતી હતી. તેનાથી કંટાળીને બ્રેન્ડાએ પોતાનું અકાઉન્ટ ડિલીટ કરી દીધું.

ફેસબુક અને ઈન્સ્ટા અકાઉન્ટ ડિલીટ કરી દીધું, તેના થોડા સમયમાં તેના કપડા તેને ઢીલા પડવા લાગ્યા.
ફેસબુક અને ઈન્સ્ટા અકાઉન્ટ ડિલીટ કરી દીધું, તેના થોડા સમયમાં તેના કપડા તેને ઢીલા પડવા લાગ્યા.

અચાનક ચમત્કાર થયો
બ્રેન્ડાએ જણાવ્યું કે, જેવું તેને પોતાનું ફેસબુક અને ઈન્સ્ટા અકાઉન્ટ ડિલીટ કરી દીધું, તેના થોડા સમયમાં તેના કપડા તેને ઢીલા પડવા લાગ્યા. તેનું વજન ઘટવા લાગ્યું. ફક્ત એક વર્ષમાં તેણે 1/3 વજન ઓછું કરી નાખ્યું. બ્રેન્ડાને લાગ્યું કે જો તેને સોશિયલ મીડિયાથી અંતર ન રાખયું હોત તો આજે આવું કરવું શક્ય ન હતું. હવે બ્રેન્ડા ઘણી હળવાશ અનુભવી રહી છે. સોશિયલ મીડિયા પર સમય બરબાદ કરવાની જગ્યાએ તે જોગિંગ પર જાય છે. તે ઉપરાંત તે મોટાભાગનો સમય કૂકિંગમાં પસાર કરે છે, જેમાં તે હેલ્ધી વસ્તુઓ બનાવે છે.

સ્લિમ થઈ ચૂકેલી બ્રેન્ડાએ જણાવ્યું કે તે પોતાના ટીનેજથી મેદસ્વિતાથી પરેશાન હતી.
સ્લિમ થઈ ચૂકેલી બ્રેન્ડાએ જણાવ્યું કે તે પોતાના ટીનેજથી મેદસ્વિતાથી પરેશાન હતી.

વજનથી કંટાળી ગઈ હતી
સ્લિમ થઈ ચૂકેલી બ્રેન્ડાએ જણાવ્યું કે તે પોતાના ટીનેજથી મેદસ્વિતાથી પરેશાન હતી. તેને ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વજન ઓછું નહોતું થતું. તેની ડાયટમાં મોટાભાગે જંક ફૂડ જ હતું. જેમાં ઘણી ચિપ્સના પેકેટ સામેલ હતા. તેને પોતાની તસવીરો જોવાનું પસંદ નહોતું. તે એક્સર્સાઈઝ પણ કરતી પરંતુ તેની કોઈ અસર જોવા નહોતી મળતી. સોશિયલ મીડિયા અને બીજી પાતળી છોકરીઓને જોઈને બ્રેન્ડા દુઃખી થઈ જતી હતી. તેથી તેને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી દીધા. ધીમે ધીમે તેને સુગર ઓછું કર્યું અને જે સમય તે નેટ સર્ફિંગમાં પસાર કરતી હતી તે કૂકિંગમાં પસાર કરવા લાગી. પરિણામે એક વર્ષમાં 31 કિલો વજન ઘટાડી દીધું.