આજનો જમાનો બદલાઈ ચુક્યો છે, લોકોમાં 'હમ દો હમારે દો' નું સૂત્રને અપનાવી રહ્યાં છે. તો એવી પણ મહિલાઓ છે જેમને 8, 9 કે 11 બાળકો આજની તારીખે પણ હોય આમ છતાં પણ તે બાળકોની મોટી બહેન જેવી લાગે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર વધુ બાળકો ધરાવતી આ પ્રકારની માતાઓનું ફેન ફોલોઈંગ પણ લાખોમાં હોય છે.
હાલ ઇન્સ્ટાગ્રામ પર કોરા ડ્યુકની સ્ટોરી ખુબ જ વાઇરલ થઈ રહી છે, જે હાલ 9 બાળકોની માતા છે પરંતુ ફિટનેસના હિસાબે તે તેના બાળકોથી પણ નાની લાગે છે. 39 વર્ષીય કોરા ડ્યુક શાળા સમય દરમિયાન સતત 12 વર્ષ સુધી ગર્ભવતી હતી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, 9 બાળકોની માતા જ્યારે તેના બાળકો સાથે બજારમાં કે ક્યાંક ફરવા જાય છે ત્યારે કોઈ પણ ન લાગે કે આ બાળકોની માતા હશે લોકો મોટી બહેન જ સમજે છે.
ડેઇલી સ્ટારના એક રિપોર્ટ અનુસાર, કોરાએ 16 વર્ષની ઉંમરે ત્રણ વર્ષ મોટા આન્દ્રે સાથે લગ્ન કર્યા હતા.આ પછી કોરા 2000 માં પ્રથમ વખત ગર્ભવતી થઈ અને પછી સતત 12 વર્ષ સુધી ગર્ભાવસ્થામાંથી પસાર થતી રહેતી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સે કહે છે 'સુપર મોમ'
ડ્યુક સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે.
લગ્નના 22 વર્ષ બાદ આ કપલ હાલ 9 બાળકોના માતા-પિતા છે. આ કપલને 21 વર્ષીય આલિયા, 20 વર્ષની શીના, 17 વર્ષીય બેબી યુના, 17 વર્ષીય ઝાન, 16 વર્ષીય કાહિરા, 14 વર્ષીય સૈયા, 13 વર્ષીય અવી, 12 વર્ષીય રોમાની, અને 10 વર્ષીય તાજ છે. આ કપલ બાળકો સાથે ફેમિલી વીડિયો અને ફોટો શેર કરતા રહે છે. જો કે તે વેઈટલિફ્ટર પણ છે અને તેની ફિટનેસને લગતા અપડેટ્સ આપતી રહે છે. અમેરિકાના લાસ વેગાસમાં રહેતી કોરા ડ્યુકને સોશિયલ મીડિયા પર યૂઝર્સ 'સુપરમોમ' કહીને બોલાવે છે.
કોરા ફિટનેસનું રાઝ જણાવતા કહે છે કે, હું મારું ફિગર વેઇટ લિફ્ટિંગથી મેઇન્ટેઇન રાખું છું
લોકો 8 દીકરીઓની માતાને બાળકોની બહેન જ ગણે છે
ડેઈલી સ્ટારના ગત એક રિપોર્ટ મુજબ, સ્કોટલેન્ડની રહેવાસી લુઈસ યંગની ઉંમર 45 વર્ષની છે અને તે 8 દીકરીઓની માતા છે, જેમાંથી 3 દીકરીઓના લગ્ન થઇ ચુક્યા છે. નવાઈની વાત એ પણ છે કે મહિલાની ફિટનેસ અને ફિઝિક જોઈને લોકો અસલી ઉંમરમાં થાપ ખાઈ જાય છે.
લુઈસ ક્યારેક તેની દીકરીઓ સાથે ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તો ક્યારેક જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે પણ ફોટો શેર કરે છે. આ સિવાય તે ઘણી વખત પોતાના ઘર સાથે જોડાયેલા વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે અને રૂટિન કામ સાથે જોડાયેલા વીડિયો પણ શેર કરે છે.
23 વર્ષની ઉંમરમાં 11 બાળકોની માતા, 105 બાળકોને જન્મ આપવાનો ઈરાદો
રશિયામાં રહેતી ક્રિસ્ટીના ઓઝતુર્ક 11 બાળકોની માતા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ક્રિસ્ટીના માત્ર 23 વર્ષની ઉંમરમાં 11 બાળકોની માતા બની હતી અને ભવિષ્યમાં 105 બાળકોની માતા બનવા માંગે છે.
ક્રિસ્ટીનાને બાળકો ખૂબ જ પસંદ છે. તેથી જ 6 વર્ષ પહેલા તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો, ત્યારબાદ તેણે સરોગસીની મદદથી બાકીના બાળકો કર્યા છે અને આગળ પણ સરોગસી ચાલુ રાખશે.
વધારે બાળકો પેદા કરવાની ફોર્મ્યુલા બધી સ્ત્રીઓને લાગુ પડતી નથી
દરેકને બાળકો ગમે છે, પરંતુ એવું બિલકુલ નથી કે બધી સ્ત્રીઓ વધુને વધુ બાળકો પેદા કરવા ઈચ્છે છે. ઘણા નિષ્ણાતો માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન અને પછી સ્ત્રીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થતા રહે છે. એટલું જ નહીં મહિલાઓને બ્લીડિંગ, લેબર પેઈન, મિસ કેરેજમાંથી પણ પસાર થવું પડે છે. આ કારણે આજકાલ મહિલાઓને પોતાના પાર્ટનર સાથે બેબી પ્લાનિંગનો નિર્ણય લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે જો કોઈ મહિલા ગર્ભાવસ્થાને લઈને અસુરક્ષિત અનુભવે છે, તો તેના શરીર માટે માત્ર એક જ ગર્ભાવસ્થા ખતરનાક સાબિત થઈ શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.