માતા બનવું દરેક મહિલાનું સપનું હોય છે. મહિલા આવનારા બાળક માટે ઘણી બધી તૈયારીઓ કરે છે. અમેરિકામાં ગર્ભવતી મહિલાએ આવનારા બાળકને મળવા આવતા વ્યક્તિ માટે શરતોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ શરતો પુરી કરનાર જ નવજાત બાળકને મળી શકશે. મહિલાની આ શરતનું આ લિસ્ટ હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યું છે.
પહેલી વાર માતા બનવા જઈ રહેલી મૈસી ક્રોમ્પટન આવનારા બાળકને લઈને ઘણી સાવધાન જોવા મળી રહી છે. આ માટે પહેલાંથી જ તૈયારી પણ કરી લીધી છે કે બેબીને કેવી રીતે અને કોની વચ્ચે રાખવામાં આવશે. મહિલાએ આઠ શરતનું લિસ્ટ તૈયાર કર્યું છે.
'પ્રેગ્નન્સીમાં જોવા ના આવ્યા તે લોકોને આવવાની જરૂર નથી'
ક્રોમ્પટનની આઠ શરત પૈકી મુખ્ય શરત એ છે કે, જે લોકો પ્રેગ્નન્સીમાં તેને મળવા નથી આવ્યા તે લોકો બેબીને પણ મળી શકશે નહીં. આ સાથે જ લોકોએ પહેલાં જાણી કરીને આવવું પડશે, અચાનક આવેલા મહેમાનો બેબીને મળી શકશે નહીં. આ સાથે જ શરૂઆતનાં થોડા દિવસ મહેમાનોને ન આવવાની જ અપીલ કરી છે. મહિલાઓનું કહેવું છે કે, તે પતિ અને બાળક સાથે થોડો સમય વિતાવવા માંગે છે.
બાળકને કિસ નહીં કરવાની
આઠ શરતમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બીમાર લોકો બાળકને મળવા આવશે નહી .આ સાથે જ બાળકને કોઈ પણ રીતે કિસ કરવાની સખ્ત મનાઈ છે. આ સાથે જ બાળકને ખોળામાં લેતા પહેલાં હાથ અવશ્ય ધોવા. શરતમાં ક્રોમ્પટને લખ્યું છે કે, જો મહેમાનનાં ખોળામાં બાળક રડે છે, તો તુરંત જ માતા-પિતાને આપવું પડશે.
વાઇરલ લિસ્ટમાં લોકો આપે છે વિચિત્ર પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર મહિલાની શરતનું આ લિસ્ટ વાઇરલ થઇ રહ્યું છે. લોકો આ લિસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણાં લોકો આ લિસ્ટને માતા અને બાળક માટે જરૂરી બતાવી રહ્યા છે, તો ઘણા લોકો કહે છે આ શરતનું પાલન કરવું સંભવ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.