જન્મ દરમિયાન સરેરાશ બાળકનું વજન 7.5 પાઉન્ડ એટલે કે સાડા ત્રણ કિલોગ્રામ હોય છે. જો કે, એક મહિલાએ કોઈ પણ સમસ્યા વગર 11 પાઉન્ડ (પાંચ કિલો) વજનના બાળકને જન્મ આપ્યો છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. બાળકીના જન્મ બાદ ચેસિટીએ સોશિયલ મીડિયા પર તેની બાળકીની તસવીર શેર કરી હતી કે તે જન્મના સમયે કેવી દેખાતી હતી.
જન્મ આપનારી મહિલાએ જણાવ્યું કે કેવી રીતે તેણે પાંચ કિલોથી વધુ વજનના બાળકને એપિડ્યુરલ અથવા દુખાવો દૂર કરવાની દવા વગર વગર જન્મ આપ્યો. જોકે વધારે વજનવાળા બાળકોનો જન્મ ઓપરેશન દ્વારા થાય છે.
સોશિયલ મીડિયા પર ક્રાફ્ટ મોમ તરીકે જાણીતી મહિલાએ કોલ આઉટ દરમિયાન તેનો જવાબ આપ્યો. આ કાર્યક્રમમાં, સરેરાશ વજનથી ઉપરનાં બાળકોનું વજન જાહેર કરવાનું કહેવામાં આવ્યું હતું.
મહિલાએ કહ્યું, તમે મોટા બાળકને જોવા માંગો છો? અહીં એક મોટું બાળક છે. તેને જન્મ આપવા માટે મેં કોઈ એપિડ્યુરલ અથવા દુખાવો દૂર કરવા માટે દવા નથી લીધી. મહિલાએ તેની નાની છોકરીની તસવીરો બતાવતા પહેલા વિડીયોમાં આવું કહ્યું હતું. મહિલાએ 41 અઠવાડિયામાં બાળકને જન્મ આપ્યો.
મહિલાની આ બધી વાતો બાદ એક સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટ પર લખ્યું, હું તમારું દુઃખ સમજું છું. અન્ય એક યુઝરે લખ્યું, તમે હિંમતવાળી મહિલા છો.જ્યારે મહિલાએ ફોલોઅર્સને જણાવ્યું કે, મારા પિતાજી જન્મના સમયે 14 પાઉન્ડના હતા, મને લાગે છે એટલા માટે મારું બાળક વજનવાળું જન્મ્યુ છે. તેના પર અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે તમે એક સુપરવુમન ચેસિટી છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.