• Gujarati News
  • Lifestyle
  • The Woman Fisherwoman Realized That The Thing She Was About To Throw Away Was A Whale's Vomit, And Became The Owner Of Millions Overnight.

નસીબ:આ માછીમાર મહિલા સમુદ્રી કચરો સમજી જે વસ્તુ ફેંકી દેવાની હતી તે વ્હેલની વોમિટ નીકળી, રાતોરાત કરોડોની માલિકણ બની ગઈ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઈદા લોન્ગ નામની 41 વર્ષની મહિલા વ્હેલ વોમિટથી માલામાલ બની ગઈ
  • વ્હેલ વોમિટમાંથી મોંઘાદાટ પર્ફ્યુમ બનતાં હોવાથી તે કરોડોમાં વેચાય છે

કરોડો રૂપિયા તમારા હાથમાં આવે તેના માટે તમે તમારી મહેનત સાથે નસીબનો પણ સાથ પણ મળવો જરૂરી છે. મલેશિયાની એક માછીમાર મહિલાનું નસીબ એવું ચમક્યું કે તે કોઈ પણ મહેનતે માલામાલ બની ગઈ. આ મહિલાને દરિયાકિનારેથી વ્હેલની વોમિટ મળી, જેની કિંમત કરોડોમાં છે.

અઈદા લોન્ગ નામની 41 વર્ષની મહિલા માછીમારીનું કામ કરે છે. 2 દિવસ પહેલાં તે રાતે દરિયકિનારે ગઈ તો તેણે કચરાના ઢગલા જેવી એક વસ્તુ તરતી દેખાઈ. પહેલાં તેને લાગ્યું કે આ કોઈ કચરો જ હશે અને તેણે લાખો રૂપિયાની વસ્તુ ગણકારી નહિ.

મહિલાએ આ વાત તેના પિતાને જણાવી તો તેના પિતા સમજી ગયા કે દરિયાકિનારે તરતી ભારે વસ્તુ કચરો નહિ પણ વ્હેલની વોમિટ છે. આ વોમિટનું વજન 5 કિલોગ્રામનું હતું.

વ્હેલ વોમિટમાંથી બને છે સુગંધી પર્ફ્યુમ
વ્હેલની વૉમિટને ‘એમ્બ્રેગ્રિસ’ પણ કહેવાય છે. સ્પર્મ વ્હેલ આ વૉમિટ પ્રોડ્યુસ કરે છે અને તરતાં તરતાં તે દરિયા કિનારે આવી જાય છે. શરૂઆતમાં આ પદાર્થમાંથી દુર્ગંધ આવે છે, પરંતુ તેમાં રહેલો ચીકણો પદાર્થ સુકાઈ જાય ત્યારે તેમાંથી સ્વીટ અને લોન્ગ લાસ્ટિંગ સુગંધ આવે છે. પર્ફ્યુમ ઇન્ડસ્ટ્રી માટે આ પર્ફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ છે. વ્હેલ વોમિટની કિંમત તેના વજન પ્રમાણે નક્કી થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...