• Gujarati News
  • Lifestyle
  • The Woman Did Not Like Her Private Part, It Was Like Having Surgery To Make A Barbie Doll.

વિચિત્ર સર્જરી:મહિલાને પોતાનો પ્રાઈવેટ પાર્ટ પસંદ નહોતો, સર્જરી કરાવીને બાર્બી ડોલ જેવી વજાઈના બનાવતા જોવા જેવી થઈ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
' ધ બેંડ ગર્લ ગાઇડ ટૂ બેટર' ની લેખિકા કેસી બેરોસને પોતાનો પ્રાઇવેટ પાર્ટ પસંદ ન હતો તેથી તેને સર્જરી કરાવીને બાર્બી ડોલ જેવી વજાઈના બનાવી. - Divya Bhaskar
' ધ બેંડ ગર્લ ગાઇડ ટૂ બેટર' ની લેખિકા કેસી બેરોસને પોતાનો પ્રાઇવેટ પાર્ટ પસંદ ન હતો તેથી તેને સર્જરી કરાવીને બાર્બી ડોલ જેવી વજાઈના બનાવી.
  • ' ધ બેંડ ગર્લ ગાઇડ ટૂ બેટર' ની લેખિકા કેસી બેરોસને પોતાનો પ્રાઇવેટ પાર્ટ પસંદ ન હતો
  • લેબિયાપ્લાસ્ટી એટલે કે ગુપ્તાંગની પ્લાસ્ટિક સર્જરી કરાવી
  • જ્યારે તેની સર્જરી થઈ ગઈ ત્યારે તેને ખબર પડી કે તેને કેટલી મોટી ભૂલ કરી

નાના બાળકોને ઢિંગલા-ઢિંગલી પ્રત્યે એટલો લગાવ હોય છે કે તેના જેવા જ દેખાવવાનો પ્રયાસ કરે છે. છાસવારે નાની બાળકીઓ પોતાની ફેવરેટ બાર્બી ડોલ જેવો ડ્રેસ પહેરવા માગે છે અથવા તેના જેવો જ મેકઅપ પણ કરવા માગે છે. પરંતુ એક મહિલાએ તો તમામ હદ પાર કરી દીધી. તેણે બાર્બી ડોલના કપડા કે મેકઅપની નકલ નહીં પરંતુ બાર્બી ડોલના પ્રાઈવેટ પાર્ટની નકલ કરી દીધી. જો કે, આ નકલ તેને ઘણી ભારે પડી.

મહિલાનો વિચિત્ર નિર્ણય
ડેઈલી સ્ટારના એક રિપોર્ટ ' ધ બેંડ ગર્લ ગાઇડ ટૂ બેટર' ની લેખિકા કેસી બેરોસને પોતાનો પ્રાઇવેટ પાર્ટ પસંદ ન હતો, તેણે તેનાથી છૂટકારો મેળવવા માટે વિચિત્ર નિર્ણય કર્યો. તેને બાર્બી ડોલની વજાઈના જેવો જ પ્રાઈવેટ પાર્ટ બનાવવો હતો. જ્યારે તે 20ની વર્ષ હતી ત્યારે તેને ‘ડિઝાઈનર વૈજાઈનાસ’ સાથે જોડાયેલી ડોક્યુમેન્ટ્રી જોઈ હતી. જેમાં સર્જરી દ્વારા પ્રાઈવેટ પાર્ટને સુધારવાની જાણકારી આપવામાં આવી હતી.

' ધ બેંડ ગર્લ ગાઇડ ટૂ બેટર' ની લેખિકા કેસી બેરોસને પોતાનો પ્રાઇવેટ પાર્ટ પસંદ ન હતો
' ધ બેંડ ગર્લ ગાઇડ ટૂ બેટર' ની લેખિકા કેસી બેરોસને પોતાનો પ્રાઇવેટ પાર્ટ પસંદ ન હતો
તેને નાની ઉંમરમાં જ એવું લાગતું હતું કે જો તે પોતાના પ્રાઈવેટ પાર્ટની બનાવટને ફેરફાર કરશે તો તે કોન્ફિડન્ટ મહેસૂસ કરશે
તેને નાની ઉંમરમાં જ એવું લાગતું હતું કે જો તે પોતાના પ્રાઈવેટ પાર્ટની બનાવટને ફેરફાર કરશે તો તે કોન્ફિડન્ટ મહેસૂસ કરશે

ગુપ્તાંગની પ્લાસ્ટિક સર્જરી કરાવી
​​​​​​​
તેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તેને નાની ઉંમરમાં જ એવું લાગતું હતું કે જો તે પોતાના પ્રાઈવેટ પાર્ટની બનાવટને ફેરફાર કરશે તો તે કોન્ફિડન્ટ મહેસૂસ કરશે અને તેના અંદરથી સંકોચ અને શરમ દૂર થઈ જશે. તેના કારણે તેને લેબિયાપ્લાસ્ટી એટલે કે ગુપ્તાંગની પ્લાસ્ટિક સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો. જ્યારે તેની સર્જરી થઈ ગઈ ત્યારે તેને ખબર પડી કે તેને કેટલી મોટી ભૂલ કરી છે અને હવે તે અફસોસ કરી રહી છે.

સર્જરી બાદ તેની વજાઈના ખુબ જ નાની થઈ ગઈ અને તેની સેન્સેટિવિટી પણ ખતમ થઈ ગઈ
સર્જરી બાદ તેની વજાઈના ખુબ જ નાની થઈ ગઈ અને તેની સેન્સેટિવિટી પણ ખતમ થઈ ગઈ

તેણે કહ્યું કે સર્જરી પહેલા તેણે એડલ્ટ વીડિયો જોયા નહોતા જેમાં તે જાણી શકી હોત કે મહિલાઓની વજાઈના એવી જ હોય છે જેવી એની હતી. તે માત્ર એક ઢિંગલીના પ્રાઈવેટ પાર્ટની જેમ પોતાનો પ્રાઈવેટ પાર્ટ બનાવવા માગતી હતી. સર્જરી બાદ તેની વજાઈના ખુબ જ નાની થઈ ગઈ અને તેની સેન્સેટિવિટી પણ ખતમ થઈ ગઈ હતી.

ડોક્યુમેન્ટ્રી જોઇ આવ્યો વિચાર
તેણે જણાવ્યું કે, તે કયારેય આવું ઇચ્છતી નહોતી અને હવે તે સર્જરીથી નાખુશ છે. ડૉક્ટરોનું કહેવું છે કે અત્યારના સમયમાં યુવતીઓમાં પોતાના પ્રાઈવેટ પાર્ટને સુધારવા માટે પ્લાસ્ટીક સર્જરી કરાવવાની હોડ લાગી છે.પરંતુ આવું કરાવવું તબીબી જરૂરિયાત નથી હોતી. ઓસ્ટ્રેલિયાની રહેવાસી કેસી હવે ઈચ્છે છે કે મહિલાઓ પોતાના શરીરને એવી જ રીતે અપનાવે જેવું છે. હવે તે પોતાના પ્રાઈવેટ પાર્ટને જોઈને શરમ અનુભવી રહી છે.

વે કેસીને લાગે છે કે તે જે વીડિયોને જોઇને પ્રભાવિત થઇ હતી હકિકતમાં તે સાચો ન હતો.
વે કેસીને લાગે છે કે તે જે વીડિયોને જોઇને પ્રભાવિત થઇ હતી હકિકતમાં તે સાચો ન હતો.

હવે કેસીને લાગે છે કે તે જે વીડિયોને જોઇને પ્રભાવિત થઇ હતી હકિકતમાં તે સાચો ન હતો. વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેસીએ અનુભવ્યું કે તેના નિર્ણયની અસર તેના બાળકો પર પડી શકે છે. હવે કેસી લોકોને આવા વિચિત્ર નિર્ણય ન લેવા માટે પ્રેરિત કરી રહી છે.