• Gujarati News
  • Lifestyle
  • The Woman Applied Mask Paint On Her Face Instead Of The Original Mask And Returned To The Supermarket. As Soon As The Video Went Viral, The Passport Was Seized.

મજા બની સજા:પ્રેન્ક કરવાના ચક્કરમાં મહિલા અસલ માસ્કને બદલે ચહેરા પર માસ્કનું પેઈન્ટ લગાવી સુપરમાર્કેટમાં ફરી, વીડિયો વાઈરલ થતાં જ પાસપોર્ટ સીઝ થયો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોશ અને લીયા નામના યુટ્યુબરે પેઈન્ટેડ માસ્કનો પ્રેન્ક વીડિયો લાઈવ કર્યો હતો
  • લીયાનો પેઈન્ટેડ માસ્ક એટલો અસલ લાગતો હતો કે પહેલી નજરે કોઈ પણ કન્ફ્યુઝ થઈ જાય
  • વીડિયો વાઈરલ થતાં જ પ્રોટોકોલ તોડવા માટે બંનેના પાસપોર્ટ સીઝ થયાં

કોરોના વાઈરસથી બચવા માટે WHO સહિતની સંસ્થાએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. કેટલાક ડૉક્ટર્સ અને નિષ્ણાતો ઘરમાં પણ માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. તેવામાં યુટ્યુબર્સને માસ્ક માટે મજાક સૂજી રહી છે. ઈન્ડોનેશિયામાં ફોરેનર મહિલાને માસ્કને બદલે મોઢા પર માસ્ક પેઈન્ટ કરી માર્કેટમાં ફરવું ભારે પડ્યું છે. મહિલાનો પાસપોર્ટ સીઝ કરવામાં આવ્યો છે.

પેઈન્ટેડ માસ્ક સાથેનો વીડિયો લાઈવ કર્યો હતો

  • 2 યુટ્યુબર્સે પેઈન્ટેડ માસ્ક સાથે સુપર માર્કેટમાં ફરવાનો વીડિયો લાઈવ કર્યો હતો આ વીડિયો વાઈરલ થતાં જ ત્યાાંના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટને માસ્ક પેઈન્ટેડ મહિલાનો પાસપોર્ટ સીઝ કર્યો છે.
  • જોશ પેલર અને લીયા સે નામના 2 યુટ્યુબરે કોરોનાની ગંભીર સ્થિતિમાં આવો પ્રેન્ક કરવાનો વિચાર આવ્યો હતો. લીયા માસ્કને બદલે તેના ચહેરા પર માસ્કનું પેઈન્ટ લગાવીને સુપરમાર્કેટમાં ફરી હતી. આ પેઈન્ટ એટલું અસલ લાગી રહ્યું હતું કે ત્યાંના લોકોને ખબર જ ન પડી કે અસલ માસ્ક નથી બલકે પેઈન્ટ છે.
  • યુટ્યુબર્સે શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લીયા પહેલાં તેના ફેસને માસ્ક પેઈન્ટ કરાવી રહી છે. ઈવન તેમાં માસ્કની દોરી પણ એટલી ડિટેલથી પેઈન્ટ કરવામાં આવી છે કે કોઈ પણ કન્ફ્યુઝ થઈ જાય. પેઈન્ટેડ માસ્ક સાથે લીયા સુપરમાર્કેટમાં પહોંચે છે શરૂઆતમાં તો કોઈને ખબર પડતી નથી કે લીયા એ પેઈન્ટ કરેલું છે થોડી મિનિટ બાદ એક મહિલાને જાણ થાય છે અને તે લીયાને ટકોર કરે છે. બંનેનો પાસપોર્ટ સીઝ થતાં તેમણે પોતાની ચેનલ પરથી આ વીડિયો ડીલિટ કર્યો હતો, જોકે સોશિયલ મીડિયામાં અનેક પ્લેટફોર્મ પર આ વીડિયો અવેલેબલ છે.

પાસપોર્ટ સીઝ થતાં માફી માંગી
લીયા અને તેના પાર્ટનરની મજા સજા બનતાં બંનેનો પાસપોર્ટ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે સીઝ કર્યો છે. લીયા રશિયન નેશનાલિટી ધરાવે છે તો વીડિયોમાં તેનો પાર્ટરન જોશ તાઈવાનનો છે. પાસપોર્ટ સીઝ થતાં જ તેણે તેના પાર્ટનર જોશ સાથે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી માફી માગી છે. તેમણે વીડિયોમાં જણાવ્યું કે આ વીડિયો બનાવવાને હેતુ માત્ર લોકોને એન્ટરટેઈન કરવાનો હતો. હવે તેઓ માસ્ક પહેરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે.