• Gujarati News
  • Lifestyle
  • The Wife Is Emotional And The Husband Needs To Have A Practical, For Sweet Relationship Work On Balance And Bonding

રિલેશનશિપ:પત્ની ઈમોશનલ હોય છે અને પતિ પ્રેક્ટિકલ, મધુર સંબંધ કામમાં બેલેન્સ અને બોન્ડિંગ રાખવું ખૂબ જરૂરી

શ્વેતા કુમારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ પુરુષોથી વધારે ઈમોશનલ હોય છે, તેઓ રિલેશન, ઘર, ઓફિસ અને દરેક જગ્યાએ તે પોતાની જવાબદારી સમજે છે

વર્કિંગ મહિલાઓ સારી હાઉસ વાઈફ બનવા માટે સારી વહુ, પત્ની, ભાભી અને દીકરી બનવાના ચક્કરમાં દરેક જવાબદારીઓ સંભાળે છે. તેને લાગે છે કે, ઘરના કામ મારી પ્રથમ જવાબદારી છે. તેનાથી વધારે હું કઈ પણ કરીશ તો તે મારી ચોઈસ છે. એક પળ માટે તે છોડી પણ શકાય છે, પરંતુ સ્ત્રી હોવાની વાસ્તવિકતા ના છૂટી શકે.

પત્ની ઈમોશનલ, પતિ પ્રેક્ટિકલ
મહિલાઓ પુરુષોથી વધારે ઈમોશનલ હોય છે. રિલેશન, ઘર, ઓફિસ અને દરેક જગ્યાએ તે પોતાની જવાબદારી સમજે છે અને જરૂર પ્રમાણે વર્તન કરે છે. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, અંડરસ્ટેન્ડિંગ પતિ મળી જાય તો, મહિલાઓને લાગે છે કે, લાઈફ સેટ છે. પતિ ઓફિસ ઉપરાંત ક્યારેક ઘરમાં કામ કરાવે તો મહિલાઓ આ વાત તેમના મિત્રો અને વર્ક પ્લેસ પર ખુશ થઈને શૅર કરે છે.

જો કે, પુરુષો સાથે આવું થતું નથી. તેઓ ખૂબ જ પ્રેક્ટિકલ અને સિલેક્ટિવ હોય છે. તેઓ પોતાના પ્રોફેશન સર્કલ કે પોતાને જેન્ડર ઇક્વાલિટીનું સમર્થન સમજીને ઘણીવાર રસોઈ કરવામાં મદદ કરે છે, પણ જો તેમને કહેવામાં આવે કે તારે આખું ઘર અને ઓફિસનું કામ બંને સંભાળવાનું છે તો તેમના નખરા ચાલુ થઈ જશે. તેઓ ગણાવવા લાગશે કે આ તારું કામ છે, હું બસ તારી મદદ કરવા આવ્યો છું, પરંતુ આ રોજ નહીં કરી શકું.

એક્સપર્ટ શું કહે છે?
આ વિશે સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ધર્મેન્દ્ર સિંહે કહ્યું કે, મહિલાઓએ ઘણી બધી પેઢી જોઈ છે. તેમની માતા કે પરિવારની અન્ય મહિલાઓ વર્કિંગ હશે તો પણ તેમણે ઘરની જવાબદારી એવી જ રીતે નિભાવી છે જેમ એક હાઉસ વાઈફ નિભાવે છે. ઘણીવાર મહિલાઓ ટોન્ટની બીકે પણ બધું કરે છે. તેમને લાગે છે કે, પતિ ઘરના કામ કરશે અને પોતે બેઠી રહેશે તો લોકો તેને ખરાબ પત્નીનું બિરુદ આપી દેશે. સાસુ-સસરા, નણંદ-જેઠાણીની નજરમાં તે એક એવી સ્ત્રી બની જશે જેને રૂપિયા કમાવવાનું ઘમંડ છે, તે ઘરના કામ જાતે નહીં કરે.

એક કાઉન્સલિંગ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડરમાં જણાવ્યા પ્રમાણે, પત્નીઓ ઈમોશન્સની લહેરમાં વહીને ઘરના કામ પતાવવામાં ખુશ થઈ જાય છે, પરંતુ પતિ ઈમોશન બનીને વિચારતા નથી. તેમની એનર્જી પ્રેક્ટિકલ વર્ક વધારે હોય છે. પત્નીઓ ઘર અને ઓફિસની જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવે છે કારણકે તેઓ ઇમોશન્સ સાથે જોડાયેલી હોય છે. એવું નથી કે પતિ ઓફિસ અને ઘર સાથે જોડાયેલા નથી હોતા, પરંતુ તેમના પ્રેક્ટિકલ માઈન્ડનું વર્ચસ્વ ઈમોશનલ હાર્ટ પર હોય છે.

બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે રહેશે?
જો રિલેશનશિપમાં બેલેન્સ અને અને બોન્ડિંગ જોઈતું હોય તો જવાબદારી શૅર કરવાનું કલ્ચર ડેવલોપ કરવું પડશે. નવા કપલ્સે ફ્યુચર પ્લાનિંગ કર્યા પહેલાં તેમના રિલેશનમાં બેલેન્સ રાખવું પડશે. તેમણે સમજવું પડશે કે, કામ જેન્ડર જોઈને ના વહેંચી શકાય. જો બંને ઓફિસ જતા હોય કે એક ઘરે રહે છે, તો પણ પ્રેમ જાળવી રાખવા એકબીજાને સમજવા અને સંભાળવા જરૂરી છે. આ રીતે કામ કરીને કપલ તેમની જિંદગીમાં ખુશીઓ લાવી શકે છે.