• Gujarati News
  • Lifestyle
  • The Whole Body Of This Person Is Turning To Stone Due To 'Stone Man Syndrome', 700 People All Over The World Are Suffering From This Strange Disease.

ઈંગ્લેન્ડ:'સ્ટોન મેન સિન્ડ્રોમ'ને લીધે આ વ્યક્તિનું આખું શરીર પત્થર બની રહ્યું છે, આખી દુનિયામાં 700 લોકો આ વિચિત્ર બીમારીથી પીડિત

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડના 29 વર્ષના જૉ સૂચ નામના વ્યક્તિને આ દુર્લભ બીમારી
  • 'સ્ટોન મેન સિન્ડ્રોમ'માં માંસપેશીઓ હાડકાંમાં પરિવર્તિત થઈ જાય છે

અત્યાર સુધી તમે ફિલ્મોમાં કે પછી કાર્ટૂનમાં 'સ્ટોન મેન' અર્થાત પત્થરથી બનેલો માણસ જોયો હશે, પરંતુ ઈંગ્લેન્ડના 29 વર્ષનો જૉ સૂચ નામનો વ્યક્તિ રિયલ લાઈફનો સ્ટોન મેન છે. જૉને એવી દુર્લભ બીમારી છે કે તેનું શરીર ધીરી ધીરે પત્થરમાં પરિવર્તિત થઈ રહ્યું છે. તેનું કારણ 'સ્ટોન મેન સિન્ડ્રોમ' છે. FOP (fibrodysplasia ossificans progressiva) નામની આ બીમારીથી દુનિયામાં માત્ર 700 પીડિત છે.

જૉની હાલત અચાનક આવી નથી બની બાળપણથી તે ધીરે ધીરે પત્થર બની રહ્યો છે. તેનું કારણ આ વિચિત્ર બીમારી છે. આ બીમારીને કારણે જૉની માંસપેશીઓ હાડકાંમાં પરિવર્તિત થઈ રહી છે અને તેનું આખું શરીર એક પત્થરનું સ્વરૂપ લઈ રહ્યું છે.

5 વર્ષની ઉંમરે ખભો પત્થર થયો
બાળપણથી જ જૉ આ બીમારીનો શિકાર બન્યો છે. માત્ર 5 વર્ષની ઉંમરમાં જૉના ખભાની માંસપેશી હાડકાંમાં પરિવર્તિત થઈ ગઈ હતી. 8 વર્ષની ઉંમરે તેની કોણી જામી ગઈ અને 9 વર્ષની ઉંમરે તેનો ડાબો હાથ જામી ગયો.

બાળપણમાં જૉને સમજાઈ ગયું કે તે સામાન્ય બાળક જેવું જીવન નહિ જીવી શકે. તે કોઈ પણ સોશિયલ એક્ટિવિટીમાં ભાગ લેતો નહોતો. સ્કૂલ લાઈફથી જ જૉ ડિપ્રેશનમાં હતો કારણ કે લોકો તેની સાથે દુર્વ્યવહાર કરતા હતા.

હાલ જૉની સ્થિતિ એટલી ગંભીર છે કે તે હાથ પગનું હલન ચલન કરી શકતો નથી. જૉ હવે વ્હીલચેરના સહારે જીવે છે. જૉના માતા પિતા તેનું ધ્યાન રાખે છે અને તેને રોજિંદી એક્ટિવિટી કરાવવામાં મદદ કરે છે.

જૉ ડેટિંગ એપ યુઝ કરે છે

જૉ પોતાનું જીવન સામાન્ય લોકો જેવું જીવવા માગે છે. પાર્ટનરની શોધમાં જૉનું પણ ડેટિંગ એપ પર અકાઉન્ટ છે. જૉ માને છે કે તેની પર્સનાલિટી ખૂબ સારી છે પરંતુ તેનું શરીર વિચિત્ર હોવાથી પાર્ટનરની શોધ મુશ્કેલ છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
જૉ સોશિયલ મીડિયા પર તેના ડે ટુ ડે લાઈફના સંઘર્ષ અને એક્ટિવિટી શેર કરે છે. જૉ સારવાર તરીકે સ્ટિરોઈડ દવા લે છે. આ સિવાય તે બીજી કોઈ દવા લેતો નથી.

અન્ય સમાચારો પણ છે...