તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Wedding Procession Of Madhuri And Aditya Took Place In Chennai, The Procession Arrived By Electric Bicycle, The Basil Worn In Flowers And The Plants Presented To The Guests

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈકો-ફ્રેન્ડલી મેરેજ:ચેન્નાઈમાં માધુરી અને આદિત્યના લગ્નમાં ઇલેક્ટ્રિક સાઈકલ પર જાન આવી, તુલસીની વરમાળા અને મહેમાનોને ગિફ્ટમાં છોડ આપ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધુરી અને આદિત્ય સ્કૂલ ટાઈમના મિત્રો છે, બંને નેચર લવર છે
  • તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાતા બંનેએ મેરેજ કરવાનું નક્કી કર્યું

સોશિયલ મીડિયા પર હાલ એક ઈકો-ફ્રેન્ડલી મેરેજે ધૂમ મચાવી છે. આ મેરેજનાં ફોટોઝ IAS સુપ્રિયા સાહુએ ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેણે કેપ્શનમાં લખ્યું, વરરાજા કોઈ ઘોડો કે કારમાં નહિ પણ ઇલેક્ટ્રિક બાઈક પર આવ્યો અને દુલ્હને પણ જયમાળામાં ફૂલને બદલે તુલસીની માળા પહેરાવી. ગજબનાં ઇકો મેરેજ. માધુરી અને આદિત્યને અભિનંદન.

રિપોર્ટ પ્રમાણે, ફોટોમાં દેખાતા કપલનું નામ માધુરી અને આદિત્ય છે. લગ્નમાં આવેલા મહેમાનોને મીઠાઈ અને રિટર્ન ગિફ્ટમાં છોડ આપ્યા હતા. આ જોરદાર લગ્નમાં બે લાખથી પણ ઓછા રૂપિયાનો ખર્ચ આવ્યો. માધુરી અને આદિત્ય સ્કૂલ ટાઈમના મિત્રો છે. બંને નેચર લવર છે. તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાતા બંનેએ મેરેજ કરવાનું નક્કી કર્યું.

આ લગ્નમાં ડેકોરેશનથી લઈને મોટાભાગની વસ્તુઓ ફ્રેન્ડલી અને રિસાઈકલ હતી. લગ્નમાં પ્લાસ્ટિક ના વાપરવા પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ મેરેજના સુંદર ફોટો વાઈરલ થઇ રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું, દરેકે આ રીતે લગ્ન કરવા જોઈએ. માધુરી અને આદિત્યએ ઈકો-ફ્રેન્ડલી મેરેજ કરીને ઘણા લોકો માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો