તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોશિયલ મીડિયા પર હાલ એક ઈકો-ફ્રેન્ડલી મેરેજે ધૂમ મચાવી છે. આ મેરેજનાં ફોટોઝ IAS સુપ્રિયા સાહુએ ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેણે કેપ્શનમાં લખ્યું, વરરાજા કોઈ ઘોડો કે કારમાં નહિ પણ ઇલેક્ટ્રિક બાઈક પર આવ્યો અને દુલ્હને પણ જયમાળામાં ફૂલને બદલે તુલસીની માળા પહેરાવી. ગજબનાં ઇકો મેરેજ. માધુરી અને આદિત્યને અભિનંદન.
રિપોર્ટ પ્રમાણે, ફોટોમાં દેખાતા કપલનું નામ માધુરી અને આદિત્ય છે. લગ્નમાં આવેલા મહેમાનોને મીઠાઈ અને રિટર્ન ગિફ્ટમાં છોડ આપ્યા હતા. આ જોરદાર લગ્નમાં બે લાખથી પણ ઓછા રૂપિયાનો ખર્ચ આવ્યો. માધુરી અને આદિત્ય સ્કૂલ ટાઈમના મિત્રો છે. બંને નેચર લવર છે. તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાતા બંનેએ મેરેજ કરવાનું નક્કી કર્યું.
जब दूल्हा घोड़े या कार में नहीं , इलेक्ट्रिक बाइक पर आया और
— Supriya Sahu IAS (@supriyasahuias) April 1, 2021
जब दुल्हन ने जयमाल में दूल्हे को पहनाई तुलसी की माला. ग़ज़ब ईको शादी. माधुरी और आदित्य आप का अभिनंदन
👍🌹 #ecoshaadi https://t.co/iJAamfQuN5 pic.twitter.com/BsbfsNKM27
આ લગ્નમાં ડેકોરેશનથી લઈને મોટાભાગની વસ્તુઓ ફ્રેન્ડલી અને રિસાઈકલ હતી. લગ્નમાં પ્લાસ્ટિક ના વાપરવા પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ મેરેજના સુંદર ફોટો વાઈરલ થઇ રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું, દરેકે આ રીતે લગ્ન કરવા જોઈએ. માધુરી અને આદિત્યએ ઈકો-ફ્રેન્ડલી મેરેજ કરીને ઘણા લોકો માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.