• Gujarati News
  • Lifestyle
  • The Wedding, Photos And Videos Of The Bride And Groom On The Current Flight Went Viral On Social Media

અજબ શાદી કી ગજબ કહાની:વરરાજાએ ચાલુ ફ્લાઈટમાં જ કરી લીધા લગ્ન, તસવીર અને વીડિયો થયા સોશિયલ મીડિયામાં વાઈરલ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુવક અને યુવતી માટે ખાસ દિવસ હોય તે છે લગ્નનો દિવસ. આજના સમય પ્રમાણે યુવક-યુવતીઓ લગ્ન માટે કેટલા સપના જોતા હોય છે. જેના માટે તૈયારીઓ પણ કરતા હોય છે. આવું જ એક કપલ સાથે થયું હતું. તૈયારી હોવા છતાં સ્થિતિ એવી બની કે એક કપલે ફ્લાઈટમાં જ લગ્ન કરી લીધા હતા.

અમેરિકાના ઓક્લાહોમમાં રહેતા પૈંટરસેન અને જેરેમીએ વેગાસમાં લગ્ન કરવાની યોજના બનાવી હતી. આ માટે તેણે ફ્લાઇટ પણ બુક કરી લીધી હતી. લગ્નની આતુરતાપૂર્વક રાહ જોતા પૈંટરસેન અને જેરેમીએ ઓક્લાહોમથી ડલાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીનો પ્રવાસ કરી લીધો હતો. આ દરમિયાન બંનેને ખબર પડીકે તેમની કનેક્ટિંગ ફ્લાઇટ કેન્સલ થઇ છે. આ બાદ બંનેએ નારાજ થવાની બદલે એવું કર્યું જે યોજનાથી બિલકુલ અલગ હતું.

વરરાજાએ કહ્યું કે, ફ્લાઈટમાં લગ્ન કરી લઈશ
પૈંટરસેનઅને જેરેમી વચ્ચે થતી વાત અન્ય કોઈ મુસાફરે સાંભળી લીધી હતી. આ બાદ આ મુસાફરે સાઉથવેસ્ટ ફ્લાઇટમાં વેગસની 3 ટિકિટ બુક કરાવી અને ફ્લાઇટમાં બેસી ગયો હતો. આ પછી પાયલોટે પૈંટરસેનને લગ્નના સુટમાં જોઈ લીધો હતો. આ બાદ પૈંટરસેને આખી વાર્તા પાઇલટને સંભળાવી હતી. દુલ્હા પામ પૈંટરસેને પાઇલટને કહ્યું કે તે હવે ફ્લાઇટમાં જ લગ્ન કરશે. પાયલોટ આ વિચાર સાથે સંમત થયો અને ક્રૂએ લગ્નની તૈયારીમાં મદદ કરી હતી.

આ બાદ ફ્લાઇટમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિ પામ અને જેરેમીના લગ્નમાં સહભાગી થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં હાજર એક પ્રોફેશનલ ફોટોગ્રાફરે સ્વૈચ્છિક રીતે ફોટોઝ ક્લિક કર્યા, ત્યારબાદ લગ્નમાં ચાર ચાંદ લાગી ગયા હતા. સાઉથવેસ્ટ એરલાઈન્સે લગ્નનો વીડિયો અને કેટલાક ફોટો શેર કર્યા છે.