• Gujarati News
  • Lifestyle
  • The Wedding Guests Ate An Extra Piece Of Cake, Bride Checked The CCTV And Asked Them To Pay Rs 367

વિચિત્ર મહેમાનગીરી:લગ્નમાં આવેલા મહેમાન એક વધારાનો કેકનો ટુકડો ખાઈ ગયા, CCTV તપાસી દુલ્હને 367 રૂપિયા ચૂકવવા કહ્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • કપલે વેડિંગ રિસેપ્શનમાં આવેલા મહેમાનને કેકના ટુકડા પ્રમાણે પૈસા આપવા જણાવ્યું હતું
  • CCTV તપાસમાં સામે આવ્યું કે મહેમાને 1 કેકના ટુકડા માટે પૈસા જ નથી આપ્યા
  • એક મહેમાને 2 ટુકડા ખાઈ માત્ર 1ના જ પૈસા ચૂકવ્યા હોવાથી દુલ્હને પૈસા માગ્યા

વેડિંગ રિસેપ્શનમાં મહેમાનોને મન ભરી ભોજન સાથે પ્રેમ પીરસાય છે પરંતુ આ ભોજનના તમારી પાસેથી પૈસા લેવામાં આવે તો? જી હા આવો વિચિત્ર કિસ્સો ઈંગ્લેન્ડમાં બન્યો છે. વેડિંગ રિસેપ્શનમાં એક વધારાનો કેકનો ટુકડો ખાઈ લેતાં દુલ્હને મહેમાન પાસેથી £3.66 (આશરે 367 રૂપિયા) માગ્યા છે.

CCTV તપાસી વધારાના કેક પીસ માટે પૈસા માગ્યા
કપલના રિસેપ્શનમાં હાજર મહેમાનોએ 'વેડિંગ કેક'ના ટુકડા પ્રમાણે પૈસા ચૂકવવાના હતા. લગ્ન બાદ કપલે CCTV ચકાસ્યા અને જોયું કે કેટલા મહેમાનોએ કેટલા કેક પીસ ખાધા અને કેટલાના પૈસા મોકલ્યા. લગ્નના બીજા દિવસે ખુશીમાં સામેલ થવાને બદલે દુલ્હને વધારાનો ટુકડો ખાતો CCTVનો વીડિયો એક મહેમાનનો મોકલ્યો.

દુલ્હને વ્હોટ્સએપ પર કેક ખાઈ રહેલા મહેમાનનો વીડિયો તેના વ્હોટ્સઅપ પર મોકલ્યો. મહેમાને સામેથી મેસેજ કર્યો કે, દુલ્હન શું કહેવા માગે છે તેને તે કાંઈ ખબર ન પડી. તો દુલ્હને મસમોટો રિપ્લાય કરીને જણાવ્યું કે લગ્નમાં તેમણે એકને બદલે 2 કેક પીસ ખાધા હતા જ્યારે તેમણે 1 કેક પીસના જ પૈસા ચૂકવ્યા છે.

સોશિયલ મીડિયા પર સ્ક્રીન શૉટ વાઈરલ
દુલ્હને મહેમાન પાસેથી બીજા કેકના ટુકડાના 367 રૂપિયા માગ્યા. મહેમાને આ વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીન શૉટ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તે વાઈરલ થયો.

સોશિયલ મીડિયા પર આ રીતે કેકના પૈસા માગવા માટે અનેક યુઝર્સે દુલ્હન પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. એક યુઝર્સે કહ્યું , જો તમને કેકની ખરીદી નથી પરવડતી તો કરો જ નહિ. એક યુઝરે લખ્યું કે મહેમાને લગ્નમાં હાજર રહેવા માટે તેણે ખરીદેલી ગિફ્ટ, ટ્રાન્સપોર્ટેશન અને તેનાં કપડાંના પૈસા કપલ પાસે માગવા જોઈએ. તો એક યુઝરે લખ્યું કે મારા લગ્ન પછી CCTV તપાસી આ રીતે પૈસા પડાવવા મને ખુબ ગમશે.

અન્ય સમાચારો પણ છે...