• Gujarati News
  • Lifestyle
  • The Waiter's Fate Changed With The Old Coin Given By The Customer In The Tip, Became Rich Overnight

કિસ્મત ચમકી ઊઠી:કસ્ટમરે ટિપમાં આપેલા જૂના સિક્કાથી વેઈટરની કિસ્મત બદલાઈ ગઈ, રાતોરાત માલામાલ થઈ ગયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેઈટરને એક વ્યક્તિએ ટિપમાં 1 યુરો એટલે કે ભારતીય ચલણમાં સો રૂપિયાનો એક સિક્કો ટિપમાં આપ્યો હતો.ભૂલને કારણે સો રૂપિયાનો એક સિક્કો ebay પર 20 હજારથી વધુની કિંમતે વેચાયો હતો.  - Divya Bhaskar
વેઈટરને એક વ્યક્તિએ ટિપમાં 1 યુરો એટલે કે ભારતીય ચલણમાં સો રૂપિયાનો એક સિક્કો ટિપમાં આપ્યો હતો.ભૂલને કારણે સો રૂપિયાનો એક સિક્કો ebay પર 20 હજારથી વધુની કિંમતે વેચાયો હતો. 
  • આ એક સિક્કા માટે લગભગ 24 લોકોએ બોલી લગાવી હતી
  • ભૂલને કારણે સો રૂપિયાનો એક સિક્કો ebay પર 20 હજારથી વધુની કિંમતે વેચાયો

એવું કહેવામાં આવે છે કે નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે, અને આવા સમાચાર તમે સાંભળ્યા પણ હશે. ઘણા કિસ્સામાં તો લાખો-કરોડોની એવી વસ્તુ મળી આવે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. કચરામાંથી મૂલ્યવાન વસ્તુઓ મળવાની અને તેનાથી કિસ્મત બદલાઈ જવાની વાતો તો તમે સાંભળી હશે અને આવો જ એક કિસ્સો તાજેતરમાં યુકેમાં પણ સામે આવ્યો છે. અહીં એક પબમાં કામ કરતા વેઈટરને તેની સર્વિસના બદલે ટિપમાં એક કસ્ટમરે કેટલાક સિક્કા આપ્યા હતા. પરંતુ તેને અંદાજો નહોતો કે આ સિક્કા તેની કિસ્મત બદલી નાખશે.

સોશિયલ મીડિયા પર વેઈટરની સ્ટોરી વાઈરલ થઈ રહી છે. આ વેઈટરનું નામ સામે નથી આવ્યું પરંતુ રિપોર્ટ્સના અનુસાર તેનું નસીબ ઓનલાઈન સાઈટ ebay પર બદલાઈ ગયું. વેઈટરને એક વ્યક્તિએ ટિપમાં 1 યુરો એટલે કે ભારતીય ચલણમાં સો રૂપિયાનો એક સિક્કો ટિપમાં આપ્યો હતો. તેને સિક્કાને પોતાના ખિસ્સામાં રાખી દીધો. પરંતુ ઘરે જતી વખતે તેને અહેસાસ થયો કે આ સિક્કો થોડો અલગ છે. આ સિક્કામાં એક દુર્લભ ભૂલ હતી. આ ભૂલને કારણે સો રૂપિયાનો એક સિક્કો ebay પર 20 હજારથી વધુની કિંમતે વેચાયો હતો.

એક જ ધાતુમાંથી બનાવવામાં આવ્યો હતો
વેઈટરને જે સિક્કો મળ્યો હતો જે ઘણો યુનિક હતો. સામાન્ય રીતે યુકેના સિક્કા બે પ્રકારના મેટલમાંથી બનેલા હોય છે. તેની એક સાઈડ સોનાથી અને બીજી સાઈડ ચાંદીથી બનેલી હોય છે. પરંતુ વેઈટરને મળેલો સિક્કો સંપૂર્ણ રીતે સોનાથી બનેલો હતો. તેને આ સિક્કાને ebay પર હરાજી માટે મૂકી દીધો. 8 ઓગસ્ટના રોજ એક વ્યક્તિએ તેને લગભગ 20 હજાર રૂપિયામાં ખરીદ્યો. આ એક સિક્કા માટે લગભગ 24 લોકોએ બોલી લગાવી હતી.

આ રીતે આ સિક્કા કિંમતી થઈ જાય છે
જે સિક્કાની વેલ્યુ ઓછી હોય છે તે એક કારણથી કિંમતી થઈ જાય છે. જો તમારા સિક્કામાં કોઈ એવી ભૂલ છે જે નોર્મલ સિક્કામાં નથી તો વેલ્યુ વધી જાય છે. હકીકતમાં કોઈપણ સિક્કો કોઈ સરકાર દ્વારા બનાવવામાં આવે છે. તેને બનાવવામાં ઘણી સાવધાની રાખવામાં આવે છે. તેમ છતાં જો તેમાં કોઈ ભૂલ થઈ જાય છે તો વેલ્યુ વધી જાય છે. સિક્કાના એક્સપર્ટ ચેન્જ ચેકરે એક સ્પોક્સપર્સનને જણાવ્યું કે જો તમને કોઈ સિક્કામાં રેર ભૂલ દેખાય છે તો તે તમારી કિસ્મત બદલી શકે છે.