ઘણીવાર આપણી આજુબાજુમાં એવી વસ્તુઓ પડી હોય છે. જે દેખાવમાં તો સામાન્ય લાગે છે પરંતુ તેની કિંમત કરોડોમાં હોય છે . ચાર દાયકાઓથી એક બ્રિટિશ પરિવારે પોતાના ઘરમાં એવી અમૂલ્ય ચીજ રાખી હતી કે તેમને ઘણા વર્ષો સુધી તે વસ્તુની કિંમતનો ખ્યાલ નહોતો. તે વસ્તુ ન તો હીરાથી જડેલી છે, ન તો તે સોના કે ચાંદીથી બનેલી છે. ચીની માટીથી બનેલી ચીની ફૂલદાની છે જે 18મી સદીની દુર્લભ ફુલદાની છે. બ્રિટનમાં યોજાયેલી હરાજીમાં આ ફૂલદાનીને 1,449,000 પાઉન્ડ એટલે કે 13 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે.
2 ફૂટ ઊંચી ફૂલદાની પર ચીની સમ્રાટની સીલ
લગભગ બે ફૂટ લાંબી આ ફૂલદાની બલ્બ જેવો આકાર ધરાવે છે. તે લીલો, વાદળી, પીળો અને જાંબલી રંગવામાં આવે છે. આ ચીની માટીમાંથી બનાવવામાં આવેલી આ ફૂલદાનીના પાયા પર ચીની સમ્રાટ ક્વિઆનલોંગની છ-અક્ષરનાં સીલનું નિશાન જોવા મળે છે. કિઆનલોંગ સમ્રાટે સપ્ટેમ્બર 1711 થી 7 ફેબ્રુઆરી, 1799 સુધી ચીન પર શાસન કર્યું હતું. કિઆનલોંગ સમ્રાટ મંચુ આગેવાની હેઠળના કિંગ રાજવંશના છઠ્ઠા સમ્રાટ હતા. વિશેષજ્ઞનું માનીએ તો આ ફૂલદાની કદાચ 18મી સદીના મધ્યભાગની છે. આ ફુલદાનીને રાજાના મહેલના હોલમાં શણગારમાં રાખવામાં આવી હતી. આ ફુલદાનીમાં સિલ્વર અને ગોલ્ડન વર્ક પણ જોવા મળે છે.
40 વર્ષ પહેલા 100 પાઉન્ડમાં ખરીદી હતી હવે બન્યા કરોડપતિ
આ ફૂલદાનીના માલિક 1980માં ઘરે લાવ્યા હતા કારણ કે તેમને તે ખૂબ જ આકર્ષક લાગી હતી. તે સમયે તેણે તેને લગભગ 100 પાઉન્ડમાં શણગારની વસ્તુ તરીકે ખરીદી હતી. થોડા વર્ષો સુધી તેને પોતાની પાસે રાખ્યા બાદ તેણે તેને તેના પુત્રને સોંપી દીધી. ત્યારે પણ તેને તેની વાસ્તવિક કિંમતનો ખ્યાલ નહોતો. બાદમાં એક વિશેષજ્ઞના કહેવાથી આ ફુલદાનીનું મહત્વ સમજાયું હતું. આ બાદ હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો.
ઓનલાઈન હરાજી દરમિયાન અંદાજ લગાવ્યો હતો કે આ ફૂલદાની 100,000 અને 150,000 પાઉન્ડ વચ્ચે વેચાઈ શકે છે. આ હરાજીમાં ચીન, હોંગકોંગ, યુએસ અને યુકેના ઘણા લોકોએ ભાગ લીધો હતો. અંતે એક શ્રીમંત ચીની નાગરિકે તેનો ખોવાયેલ વારસો પાછો મેળવવાના ઉદ્દેશ્યથી તેને ખરીદી હતી. આ ફૂલદાની 1.5 મિલિયન પાઉન્ડમાં વેચાઈ ગઈ હતી. આજે પણ તેમની પાસે તેની કોઈ રસીદ નથી.
રસોડાના એક ખૂણામાં 40 વર્ષથી ખજાનો બેકાર પડ્યો હતો
ચીની ફૂલદાનીના માલિકનું કહેવું છે કે, શરૂઆતમાં કોઈને તેની વાસ્તવિક કિંમતનો ખ્યાલ નહોતો, તેથી તેને રસોડામાં રાખવામાં આવી હતી. અહીં તેણે ઘણા વર્ષો સુધી ધૂળ ખાતી રહી હતી. બાદમાં, વિશેષજ્ઞની સલાહ પર ફૂલદાનીને બહાર કાઢીને ડાઇનિંગ રૂમમાં રાખવામાં આવી હતી.
ડ્રુવેટ્સમાં એશિયન સિરામિક આર્ટના નિષ્ણાત માર્ક ન્યૂસ્ટીડ જણાવે છે કે, તેઓ 1990ના દાયકામાં તેમની પત્નીને તેમના ઘરે લંચ માટે ગયા હતા. તેના રસોડામાં ફૂલદાની જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓએ વિચાર્યું કે તે કંઈક અલગ છે પરંતુ ઉઠાવી નહીં કારણ કે તેઓને આવું કરવું યોગ્ય ન લાગ્યું. થોડા વર્ષો પછી તેણે ફરીથી ખુબ જ ધ્યાનથી જોઈ હતી. આ પછી તેને આ ફૂલદાનીની વાસ્તવિકતા ખબર પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.