દરરોજ શરીરમાંથી 30,000 થી 40,000 સ્કિન સેલ્સ નીકળે છે, તે જગ્યા પર નવી ત્વચા આવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે, ત્વચાનો બહારનો ભાગ ડેડ સ્કિન સેલ્સ અને કુદરતી રીતે બનેલો હોય છે. જે પાણીને શોષીને ત્વચાને હાઇડ્રેટ રાખે છે. જ્યારે આ પડ તૂટે છે અને ભેજ બહાર આવે છે, ત્યારે ચામડી છાલની જેમ ઉતરવા લાગે છે.
ત્વચાની પોપડી ઉતરવાના આ છે કારણો
દિલ્હીની ગંગારામ હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જન ડો.લલિત ચૌધરી જણાવે છે કે, જો ત્વચા પોપડીની જેમ ઉતરી રહી છે, તો જાણો કારણો અને ઉપાયો.
ત્વચાનું ઉપરનો ભાગ રુક્ષતાને કારણે નીકળવા લાગે છે. તે સમયે ત્વચાને વધુ પોષણ અને હાઇડ્રેશનની જરૂર હોય છે. આ પાછળ ઘણા કારણો છે.
એક્જિમા
આ રોગમાં શરીર પર લાલ ધબ્બા થઇ જાય છે. ઘણીવાર ત્વચામાં સોજો આવે છે અને ખંજવાળ પણ આવે છે. આ એક્જિમાના લક્ષણો છે.
એથલીટ ફુટ
આ બિમારીમાં પગની આંગળીઓ વચ્ચે અથવા પગના તળીયામાં ખંજવાળ આવે છે. અંગૂઠાના નખ જાડા અને ફિક્કા થઇ જાય છે.
સ્કિન ઇન્ફેકશન
ફંગસને કારણે સ્કિન ઇન્ફેકશન થાય છે. શરીર પર લાલ ચકમા થાય છે. ત્વચામાં ખંજવાળ પણ આવે છે. આ રોગ સંક્રમક હોય છે, એટલે કે કોઇના સંપર્કમાં આવાથી પણ ફેલાય છે.
ડૉક્ટરની સલાહ લો
ત્વચા નિકળવાનું એક કારણ શુષ્કતા પણ હોય છે. આની પાછળ અન્ય ઘણા કારણો પણ જવાબદાર હોઈ શકે છે, તેથી કોઈ સારા ત્વચા નિષ્ણાતને બતાવો. જો ડ્રાયનેસને કારણે સ્કિન ઉતરી રહી હોય તો ડોક્ટર સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવાની સલાહ આપે છે અને જો અન્ય કારણો હોય તો તેના માટે અલગ ટ્રીટમેન્ટ જણાવે છે.
ઇન્ફેકશનને કારણે આ રીતે ત્વચા નીકળે છે
સ્કિન ઇન્ફેકશન જેવા કે, વાળ તૂટવા અથવા ખરજવું ઠિક થયા બાદ ત્વચા પોપડીની જેમ નીકળે છે. આ સ્થિતિમાં ડોકટરો એન્ટીબાયોટીક્સ લેવાની ભલામણ કરે છે. જો આ એલર્જીને કારણે છે તો પછી સ્ટેરોઇડ અને એન્ટિબાયોટિકનું મિશ્રણ વપરાય છે.
ફેસ ઓઇલનો ઉપયોગ કરો
શુષ્ક ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે, ગ્લિસરીન, બદામ અથવા એવોકાડો તેલથી મસાજ કરો. આ ઓઇલ લાઇટ હોય છે, ત્વચાના છિદ્રોને બંધ કરતા નથી અને ત્વચાને ચમકદાર બનાવે છે.
આ રીતે કરો ત્વચાની જાળવણી
ત્વચાની રુક્ષતાને કારણે મેકઅપ કરતા પહેલાં ત્વચાને બરાબર કરો. ફાઉંડેશન લગાવ્યા પહેલાં સીરમ, પ્રાઇમર લગાવો.
હાર્ડ ક્લીનરનો ન કરો ઉપયોગ
હાર્ડ ક્લીનરને કારણે ત્વચામાં સમસ્યા થઇ શકે છે. સુગંધિત ફેસવોશથી પણ ત્વચા ખરાબ થઇ શકે છે. તેથી માઈલ્ડ ફેસવોશનો જ હંમેશા ઉપયોગ કરો.
ડેડ સેલ્સ આ રીતે દૂર કરો
1 ચમચી દહીંમાં 1 ચમચી ઓટ્સ મિક્સ કરો. આ હોમમેડ સ્ક્રબ વડે ત્વચામાંથી પોપડી દૂર કરો. બજારમાં ઉપલબ્ધ સ્કિન સ્ક્રબર્સ ત્વચાને બગાડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.