• Gujarati News
  • Lifestyle
  • The Unique Suit Made By The Menswear Company From The Human Mustache, For This Suit People Cut The Mustache And Sent The Packing Of His Hair.

ઓસ્ટ્રેલિયા:મેન્સવેર કંપનીએ મનુષ્યની મૂછોમાંથી બનાવ્યો અનોખો સૂટ, આ સૂટ માટે લોકો મૂછો કાપીને તેના વાળનું પેકિંગ મોકલતા હતા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂછોથી બનેલા આ સૂટને મોવેંબર નામની ઈવન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો. આ એક એવી ઈવેન્ટ છે જે દર વર્ષે નવેમ્બર મહિનામાં થાય છે. આ ઇવેન્ટ દરમિયાન, વિશ્વભરના પુરુષોને તેમની મૂછો વધારવા માટે કહેવામાં આવે છે. - Divya Bhaskar
મૂછોથી બનેલા આ સૂટને મોવેંબર નામની ઈવન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો. આ એક એવી ઈવેન્ટ છે જે દર વર્ષે નવેમ્બર મહિનામાં થાય છે. આ ઇવેન્ટ દરમિયાન, વિશ્વભરના પુરુષોને તેમની મૂછો વધારવા માટે કહેવામાં આવે છે.
  • મૂછોના વાળમાંથી સૂટ બનાવતી આ કંપનીનું નામ પોલિટિક્સ છે
  • પામેલાના પતિનું મૃત્યુ પ્રોટેસ્ટ કેન્સરથી થયું હતું ત્યાર પછી પામેલાએ તેને પુરૂષોમાં થવાવાળી બીમારીઓ અંગે જાગૃતી ફેલાવાની શરૂઆત કરી.

તમે પ્રાણીઓની રૂંવાટીથી બનેલા ઘણા કપડા પહેર્યા હશે. ઘણા લોકો તો એવા હોય છે જેમને અલગ અલગ પ્રાણીઓના ફરની વચ્ચેનો તફાવત પણ ખબર હોય છે. આવી સ્થિતિમાં જો તમને મનુષ્યની મૂછોમાંથી બનેલા કપડા વિશે જાણવા મળે તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ઓસ્ટ્રેલિયન મેન્સવેર કંપનીએ બનાવ્યો
જાણીને આશ્ચર્ય થયું પરંતુ આ સાચું છે. ઓસ્ટ્રેલિયાની એક મેન્સવેર કંપનીએ મનુષ્યની મૂછોના વાળમાંથી એક સૂટ તૈયાર કર્યો છે. મૂછોના વાળમાંથી સૂટ બનાવતી આ કંપનીનું નામ પોલિટિક્સ છે.

પોલિટીક્સ બ્રાન્ડે મેલબોર્ન સ્થિત વિઝ્યુઅલ આર્ટિસ્ટ પામેલા ક્લીમન પાસીની સાથે મળીને આ અનોખો સૂટ તૈયાર કર્યો છે. મૂછોથી બનેલા આ સૂટને મોવેંબર નામની ઈવન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો. આ એક એવી ઈવેન્ટ છે જે દર વર્ષે નવેમ્બર મહિનામાં થાય છે. આ ઇવેન્ટ દરમિયાન, વિશ્વભરના પુરુષોને તેમની મૂછો વધારવા માટે કહેવામાં આવે છે. ખરેખર, આ પુરુષોમાં થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે.

પામેલા ક્લિમે આ સૂટ બનાવવામાં ખૂબ મહેનત કરી છે.
પામેલા ક્લિમે આ સૂટ બનાવવામાં ખૂબ મહેનત કરી છે.

મૂછના વાળનો થયો ઉપયોગ
પોલિટિક્સ બ્રાન્ડે આ સૂટને મનુષ્યની મૂછોના વાળમાંથી બનાવ્યો છે. ઘણા લોકોને આ સૂટ જોવામાં અજીબોગરીબ અને ખરાબ લાગી રહ્યો છે. આ સૂટને કોમો હેર સૂટ નામ આપવામાં આવ્યું છે. પામેલા ક્લિમે આ સૂટ બનાવવામાં ખૂબ મહેનત કરી છે. તેને અલગ અલગ વાળંદો પાસે વાળ ભેગા કર્યા છે. આ પ્રોજેક્ટ માટે લોકો મૂછો કાપીને તેને મૂછના વાળનું પેકિંગ મોકલતા હતા. જણાવી દઈએ કે પામેલાના પતિનું મૃત્યુ પ્રોટેસ્ટ કેન્સરથી થયું હતું ત્યાર પછી પામેલાએ પુરૂષોમાં થવાવાળી બીમારીઓ અંગે જાગૃતી ફેલાવાની શરૂઆત કરી.