એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિલાએ પોતાના હુનરનો ઉપયોગ કરી ડ્રાઈવરની દીકરીની સારવાર માટે (1 કરોડ 86 લાખ રૂપિયા એકત્રિત કર્યા. આ કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. જ્યાં 23 વર્ષની બેક્કા મૂર કોઆચિલા મ્યુઝિક ફેસ્ટિવલમાં આવી હતી. આ દરમિયાન ત્યાં તેનો મોબાઈલ ફોન, ક્રેડિટ કાર્ડ અને અન્ય ઘણી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી, પરંતુ ડ્રાઈવરે તેમનો સામાન શોધવામાં ઘણી મદદ કરી હતી. બદલામાં ઉબર ડ્રાઈવરને 2 લાખ 40 હજાર ડોલર (1 ડોલર 86 લાખ રૂપિયા) આપ્યા.
ઉબર ડ્રાઈવરે મહિલાની મદદ કરી
બેક્કા મૂરનો સામાન ચોરી થઈ ગયા પછી તે પોતાના એક મિત્રની હોટેલમાં રોકાઈ હતી. બીજા દિવસે સવારે હોટેલમાંથી જ ઉબર કેબ લીધી. રસ્તામાં ડ્રાઈવર રાઉલ ટોરેસે પોતાની દીકરીની સારવારની વાત જણાવી. તેના પછી બેક્કા મૂરે પણ ચોરીની ઘટના જણાવી. ઉબર ડ્રાઈવરે ઘટનાની સંપૂર્ણ જાણકારી એકત્રિત કરી. તેના પછી બેક્કા મૂરની સાથે તેની મદદ કરવાનો નિર્ણય કર્યો.
ડ્રાઈવરે મદદ તરીકે એક નવો ફોન અપાવ્યો
ઉબર ડ્રાઈવરે સૌથી પહેલા તે મહિલાને એક નવો ફોન અપાવ્યો. તેના પછી તેની સાથે કોફી પીધી. પછી બંને પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં ફરિયાદ નોંધાવી. બંનેએ પોલીસની મદદથી ફોન અને બાકી સામાન શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો ન થયો. મોડી રાત થઈ ગઈ હતી તો બેક્કા મૂર અને રાઉલ ટોરેસે સાથે ડિનર કર્યું. તે દરમિયાન બંનેએ પોતાની અંગત જિંદગી એકબીજા સાથે શેર કરી હતી.
સારવાર માટે 1 કરોડ 86 લાખ રૂપિયા એકત્રિત કર્યા
વાતચીતમાં બેક્કા મૂરને ખબર પડી કે ઉબર ડ્રાઈવર રાઉલ ટોરેસની દીકરીને કેન્સર છે. જેના પછી 28 એપ્રિલના રોજ બેક્કા મૂરે ઉબર ડ્રાઈવર માટે એક ફંડિંગ પ્લેટફોર્મ દ્વારા ડોનેટ કરવાની અપીલ કરી. તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સે દિલ ખોલીને ફંડ આપ્યું. જોત જોતામાં ઉબર ડ્રાઈવરની પાસે 2 લાખ 40 હજાર ડોલર એટલે કે 1 કરોડ 86 લાખ રૂપિયાથી વધુની રકમ એકત્રિત થઈ ગઈ અને રાઉલની જીંદગી બદલાઈ ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.