• Gujarati News
  • Lifestyle
  • The Twin Sisters Planned The Pregnancy Together, Both Gave Birth On The Same Day And In The Same Room.

જોડિયા બહેનો એક સાથે પ્રેગ્નન્ટ થઈ:જોડિયા બહેનોએ એક સાથે પ્રેગ્નન્સી પ્લાનિંગ કર્યું, બંનેએ એક જ દિવસે અને એક જ રૂમમાં બાળકોને જન્મ આપ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યા છે. અહીં રહેતી જોડિયા બહેનોએ એક જ દિવસમાં પોતાના બાળકોને જન્મ આપ્યો. બંને બહેનોનું નામ જીલ જસ્ટિનિયાની અને એરિન ચેપ્લાક છે. બંને બહેનોને 5 મેના રોજ એક સાથે, એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં 4 કલાકના ગેપ પર તેમના બાળકનો જન્મ થયો. તેમના પુત્રોની લંબાઈ અને વજન સમાન છે. તેમાં બીજી ઘણી સમાનતાઓ હતી.

એક જ દિવસે જોડિયા બહેનોએ બાળકને જન્મ આપ્યો
જીલે સાંજે 6-39 વાગે દીકરા ઓલિવરને જન્મ આપ્યો હતો. બરાબર પાચ કલાક પછી રાત્રે 11: 31 વાગે એરિને પોતાના બાળક SILASને જન્મ આપ્યો. બાળક અને માતા એકદમ સ્વસ્થ છે. બે દિવસ પછી હોસ્પિટલમાંથી તેમને એક સાથે રજા આપવામાં આવી.

બંને બહેનોએ એક સાથે પ્રેગ્નન્સી પ્લાનિંગ કર્યું
જીલ અને એરિન બંનેએ એક સાથે જ પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કર્યું હતું, પરંતુ ત્યારે તેમને ખબર નહોતી કે એક જ દિવસમાં બંને બહેનો માતા બનશે. પ્રેગ્નન્સીના સમયે બંને બહેનો અલગ અલગ શહેરોમાં હતી પરંતુ ડિલિવરીના સમયે બંને એક જ સાથે રહેવા લાગી. જીલ જણાવે છે કે, પ્રેગ્નન્સીના દરેક તબક્કા પર અમે લોકોએ એકબીજાનો સાથ આપ્યો હતો. તેમના પતિઓએ પણ તેમની મદદ કરી હતી, બંને બહેનો વર્કિંગ વુમન છે.

એક નાનકડા સમારોહમાં બંનેએ લગ્ન કર્યા હતા
ચેપ્લાકે પોતાના પતિ સાથે કોરોનાવાઈરસ મહામારી દરમિયાન એક નાનકડા સમારોહમાં લગ્ન કર્યા હતા. તેમને લગભગ એક વર્ષ પછી ઓગસ્ટ 2021માં પોતાના લગ્નનું સેલિબ્રેશન કર્યું હતું. તેમના લગ્નની ઉજવણીની સવારે, ચેપ્લાકની બહેનનો ફોન આવ્યો કે તે પ્રેગ્નન્ટ છે. આ સમાચાર સાંભળીને તે ઘણી ખુશ થઈ. તેને એક અઠવાડિયા પછી ચેપ્લાક પોતાના પતિની સાથે હનિમૂન પર ગઈ. જ્યાં તેને પોતાના પતિને જણાવ્યું કે તે પણ પ્રેગ્નન્ટ છે. તેના પછી મેં મારી બહેનને પણ મારી પ્રેગ્નન્સી વિશે ફોન કરીને જણાવ્યું.

એક જ રૂમમાં બાળકને જન્મ આપ્યો
ચેપ્લાકે જણાવ્યું કે એક દિવસ સવારે મારી બહેનના પતિનો કોલ આવ્યો કે તેને પેટમાં ઘણો દુખાવો થઈ રહ્યો છે, અમે તેને લઈ હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. મેં તેના પતિને કહ્યું કે તમે હોસ્પિટલ પહોંચો, હું અને મારા પતિ હોસ્પિટલ પહોંચી રહ્યા છીએ. હું હોસ્પિટલ જવા માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે મારા પેટમાં ઘણો દુખાવો થવા લાગ્યો અને હું દુખાવાથી પરેશાન થઈ ગઈ. મારા પતિએ એમ્બ્યુલન્સ બોલાવી અને મને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં મારી તબિયત બગડતાં ડોક્ટરોએ મને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી. હું અને મારી બહેન હોસ્પિટલના એક જ રૂમમાં હતા. ત્યાં નર્સ અમને બંનેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે અમે જોડિયા બહેનો છીએ અને અમે બંને એકસાથે ગર્ભવતી છીએ.