તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Twin Girls With 2 Heads And 3 Hands Have The Same Body, The Newborn Is Feeding With Both Mouths

ઓરિસ્સા:2 માથાં અને 3 હાથ ધરાવતી જુડવા બાળકીઓનું શરીર એક જ છે, નવજાત શિશુ બંને મોંથી ફીડિંગ કરી રહ્યાં છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકીઓ બંને મોઢાથી દૂધ પી રહી છે
  • ડૉક્ટરોએ પુષ્ટિ કરી છે કે આ સિયામીઝ ટ્વિન્સનો કેસ છે

ઓરિસ્સામાં કેન્દ્રપાડા જિલ્લામાં એક વિચિત્ર બાળકનો જન્મ થયો છે. રવિવારે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ જુડવા બાળકીને જન્મ આપ્યો છે, જેના બે માથા અને ત્રણ હાથ છે પરંતુ શરીર એક છે. ડૉક્ટરોએ જાણકારી આપતા કહ્યું કે, આ એક રેયર એટલે કે દુલર્ભ મેડિકલ કન્ડીશન છે. બાળકીઓનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો છે અને મહિલા બીજી વખત માતા બની છે. બાળકીઓના માથાનો સંપૂર્ણ રીતે વિકાસ થયો છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, માતા અને બાળકી બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

બંને મોંથી ફીડિંગ કરી રહી છે બાળકીઓ
કેન્દ્રપાડા જિલ્લા હોસ્પિટલના શિશુ નિષ્ણાત ડૉક્ટર દેબાશીષ સાહુના જણાવ્યા પ્રમાણે, નવજાત બંને મોઢેથી ફીડિંગ કરી રહ્યા છે અને તેમને બે નાક છે. જુડવા બહેનો હોવાની સાથે સાથે તેઓ એક-બીજાથી જોડાયેલી છે અને તેમનું શરીર એક છે. ડૉક્ટર સાહુના જણાવ્યા પ્રમાણે બંને બાળકીઓ એકદમ તંદુરસ્ત છે.

રવિવારે ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી થઈ
20 વર્ષીય બબીતાએ રવિવાર સવારે એવી બાળકીઓને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળકીઓને કેન્દ્રપાડાની ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. જોકે, ખાસ કાળજી રાખી શકાય તે માટે બંનેને સરદાર વલ્લભભાઈ પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પિડિયાટ્રિક કટક ખાતે ખસડેવામાં આવી છે.

સિયામીઝ ટ્વિન્સનો કેસ છે
કેન્દ્રપાડાના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ હોસ્પિટલ (DHH)ના ડૉક્ટરોએ પુષ્ટિ કરી છે કે આ સિયામીઝ ટ્વિન્સનો કેસ છે. બાળકીના માતા-પિતા રાજનગર વિસ્તારના કાની ગામના રહેવાસી છે. DHH કેન્દ્રપાડાના પિડિયાટ્રિક કન્સલટન્ટ ડૉ. દેબાશીષ સાહુના જણાવ્યા પ્રમાણે, જોડાયેલ જુડવા બાળકો જન્મથી જ છાતી અને પેટ સાથે જોડાયેલા હોય છે. આ સ્થિતિને ફ્યુઝનને કારણે એમ્બ્રિયો જિનેસિસ કહેવામાં આવે છે. ડૉ. સાહુના જણાવ્યા પ્રમાણે, અલ્ટ્રાસાઉન્ડ થયા બાદ આ મેડિકલ વિસંગતતા વિશે વિગતવાર જાણી શકાશે.

ડૉ. સાહુના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારના અસામાન્ય જન્મની ઘટનાઓ ઓછી થઈ ગઈ છે કેમ કે , હવે લોકો જાગૃત થઈ ગયા છે. પરંતુ અત્યારે પણ કેટલાક ગ્રામીણ વિસ્તાર છે જ્યાં ગર્ભવતી મહિલાઓ સમયસર દવા લેવાનું ધ્યાન નથી રાખતી. તેઓ ફોલિક એસિડ દવાઓ લેવાનું બંધ કરે છે અને ત્યાર પછીના સ્ટેજમાં અલ્ટ્રસાઉન્ડ પણ નથી કરાવતી જેથી વિસંગતતા વિશે ખબર પડે.

બાળકીના પિતાએ ઓરિસ્સા સરકાર પાસેથી પોતાની બાળકીની સારવાર માટે મદદ માગી છે. જો કે આ અગાઉ પણ કંધમાલના જોડાયેલા ટ્વિન્સને અલગ કરવાનું ઓપરેશન સફળ થયું હતું. દિલ્હીમાં થયેલા આ ઓપરેશનનો બધો ખર્ચો ઓરિસ્સા સરકારે ઉઠાવ્યો હતો.