લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે. હાલમાં ગુજરાતનાં વડોદરાની એક યુવતી 'આત્મ-વિવાહ'ને લઈને ચર્ચામાં આવી છે. ભારતમાં આ પ્રકારની પહેલી ઘટના છે, જ્યાં કોઈ યુવતી સોલો વેડિગ કરવા જઈ રહી છે. આ પહેલાં જાપાનમાં ઘણી યુવતીઓએ સોલો વેડિંગ કર્યા છે. આજનાં સમયમાં ફક્ત જાપાનમાં જ નહીં પરંતુ ઇટલી, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, તાઇવાન અને બ્રિટનમાં સોલો વેડિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
બ્રિટનની એક યુવતીએ ગત વર્ષે કર્યા હતા સોલો વેડિંગ
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી 28 વર્ષીય પેટ્રીસીયા ક્રિસ્ટીન નામની યુવતીએ ગત વર્ષે પોતાની સાથે લગ્ન કર્યા હતા. પેટ્રીસીયા ટીચર છે. 8 વર્ષ પહેલાં તેની સગાઈ તૂટી ગઈ હતી. તે સમયે દુઃખી થવાને કારણે પેટ્રીસીયાએ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની ફેવરિટ બનીને જિંદગી વિતાવવાનું નક્કી કર્યું હતું.
સોલોગામી શું છે?
સોલોગામી એટલે કે માણસ જયારે કોઈ બીજા વ્યક્તિને પ્રેમ કરવાને બદલે પોતાની જાતને જ પ્રેમ કરે છે અને પોતાની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કરે છે. સોલોગામીને ઓટોગામી પણ કહેવામાં આવે છે. સોલોગામીના સમર્થકોની દલીલ છે કે, પોતાની જાત સાથે લગ્ન કરીને વ્યક્તિએ પોતાના મહત્વને સમર્થન આપવું પડે છે. જેનાથી સુખી જીવન મળે છે. જેને સેલ્ફ મેરેજ એટલે કે આત્મ-વિવાહ પણ કહેવામાં આવે છે.
સોલો વેડિંગ માટે કંપનીઓ પણ છે
જાપાનમાં ઘણી યુવતીઓ સોલો વેડિંગનો ટ્રેન્ડ અપનાવી રહી છે. 2014માં જાપાનની રાજધાની ક્યોટોમાં સેરેકા ટ્રાવેલ્સ નામની કંપનીઓએ યુવતીઓ માટે સોલો વેડિંગ પેકેજ પણ જાહેર કર્યા હતાં.
2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ
સોલો વેડિંગમાં પેકેજમાં દુલ્હન બે દિવસ હોટલમાં રહે છે. દુલ્હનનો ડ્રેસ ફિટિંગ કરવામાં આવે છે, બેન્ક્વેટ હોલ ડિઝાઇન કરવામાં આવે છે. દુલ્હનને હેરસ્ટાઇલ અને મેકઅપ પણ કરી દેવામાં આવે છે. આ પછી, આખું ફોટોશૂટ થાય છે અને લગ્નનો આલ્બમ પણ તૈયાર કરીને આપવામાં આવે છે. ભોજન પીરસવામાં આવે છે, મહેમાનોને બોલાવવામાં આવે છે. બધા કામ એક્સપર્ટ્સ કરે છે, તે સંપૂર્ણપણે રિયલ વેડિંગ છે, બસ તેમાં કોઈ વર નથી.
લગ્ન માટે યુવતીઓ કરે છે અલગ- અલગ ડિમાન્ડ
મહિલાઓની પસંદગી પ્રમાણે સોલો વેડિંગનું બજેટ પણ નક્કી કરવામાં આવે છે. લગ્ન જેટલા આલીશાન હશે, તેટલું મોટું પેકેજ હશે. નવવધૂઓની પણ અલગ-અલગ ફરમાઈશ હોય છે. જો કોઈને થ્રી લેયર વેડિંગ કેક જોઈતી હોય તો કેટલીક મહિલાઓ પોતાના લગ્નના ફોટોશૂટમાં સુંદર યુવકઓને ફ્રેમમાં સામેલ કરી લે છે. જાપાનની ઇવેન્ટ કંપની અનુસાર સૌથી સસ્તા સોલો વેડિંગ 3 લાખ યેન એટલે કે લગભગ 1.86થી 2 લાખ રૂપિયામાં યોજાય છે. 2019 પહેલા ટ્રાવેલ એજન્સીએ 130થી વધુ જાપાની મહિલાઓ માટે સોલો વેડિંગનું આયોજન કર્યું છે.
સોલો વેડિંગ માટે બધા આપે અલગ-અલગ કારણ
જાપાનીઝ ઇવેન્ટ કંપની સેરેકા ટ્રાવેલ્સના જણાવ્યા મુજબ,સોલો વેડિંગ ઇવેન્ટ માટે તેમની પાસે આવનારી યુવતીઓ પૈકી અડધી યુવતીઓનાં લગ્ન અગાઉ થઇ ચૂક્યા છે અથવા તો તેના છૂટાછેડા થઈ ગયા છે અથવા તો આ પહેલા પણ કોઈ સંબંધમાં તેની સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. જે બાદ તેણે સોલો મેરેજ કરવાનું નક્કી કર્યું છે. કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જે પોતાના પહેલા લગ્ન સમારોહથી સંતુષ્ટ નથી હોતી, તેથી તેઓ તેનું પુનરાવર્તન કરવા માંગે છે. ૨૦ થી ૩૦ વર્ષની વયની યુવતીઓ પણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ માટે સુંદર ગાઉન અને જાપાની પરંપરાગત ડ્રેસ કિમોનો પહેરીને સોલો વેડિંગ શૂટ કરાવે છે.
ભારતમાં 25 કરોડ સિંગલ મહિલાઓ, દર 10 વર્ષે વધી રહી છે સંખ્યા
આજે ભારતમાં 25 કરોડ 96 લાખ મહિલાઓ સિંગલ છે. 2021ની વસ્તી ગણતરી મુજબ 22 કરોડ 30 લાખ મહિલાઓ એવી છે કે જેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. જો મે ભારતની 2011ની વસ્તી ગણતરી વિશે વાત કરવામાં આવે તો, ભારતમાં 7.14 લાખ મહિલાઓ હતી. 2001માં સિંગલ યુવતીઓની સંખ્યા 5 કરોડ 12 લાખ હતી. 23 ટકા સિંગલ છોકરીઓની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે હોય છે.
સેલ્ફ લવ માટે યુવતીઓ કરી રહી છે સોલો મેરેજ
સોલો મેરેજ કરનારી યુવતીઓ પૈકી કોઇ યુવતીને બાળપણથી જ દુલ્હન બનવાનું સપનું પૂરું કરવું હતું, તો કોઇના માટે તે પોતાની ફેવરિટ હતી. એટલે કે તેને જીવનમાં કોઈની સાથે રહેવું પસંદ નથી, તેથી તે સોલો મેરેજનો રસ્તો અપનાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.