તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Trend Of Rainbow Earrings Has Increased In The Monsoon Season, Wear Cotton Cotton Thread Tassel Earrings With Lehenga Or Skirt For Different Look.

ફેશન વિથ સ્ટાઈલ:ચોમાસાની સિઝનમાં રેઈનબો ઈયરિંગ્સનો ટ્રેન્ડ વધ્યો, ડિફરન્ટ લુક માટે લહેંગા અથવા સ્કર્ટની સાથે પહેરો કોટન કોટન થ્રેડ ટેસલ ઈયરિંગ્સ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુંદર દેખાવા માટે પરફેક્ટ ડ્રેસનું સિલેક્શન જેટલું જરૂરી છે, એટલું જરૂરી યોગ્ય ઈયરિંગ્સની પસંદગી પણ છે. સિઝનને ધ્યાનમાં રાખતા રેઈનબો ઈયરિંગ્સ ઓન ડિમાન્ડ છે. તેની લેટેસ્ટ સ્ટાઈલને ફોલો કરીને તમે પણ બધા કરતાં અલગ દેખાઈ શકો છો.

1. હેંગિંગ ઈયરિંગ્સ
ટ્રેડિશનલ સલવાર શૂટ અથવા લહેંગાની સાથે આ પ્રકારની રેઈનબો કલરની હેવી ઈયરિંગ્સ સારી લાગે છે. જો તમે કોઈને ગિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિકલ્પ સારો છે. ગર્લ્સને આવા કલરની સ્પાઈરલ ઈયરરિંગ્સ પણ સ્ટાઈલિશ લાગે છે. તેની હેન્ડ ક્રાફ્ટેડ વેરાઈટી આખું વર્ષ ફેશનમાં રહે છે.

2. કોટન થ્રેડ ટેસલ ઈયરિંગ્સ
તેને લહેંગા અથવા સ્કર્ટની સાથે ટીમઅપ કરીને પહેરી શકાય છે. આ પ્રકારની ઈયરિંગ્સને થોડી ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને ઘરે પણ બનાવી શકાય છે. તેમાં થ્રેડની પસંદગી તમે તમારા ડ્રેસના કલરના અનુસાર કરી શકો છો. થ્રેડનું લેયરિંગ પ્રસંગ પ્રમાણે કરો.

3. ઓવરસાઈઝ્ડ રેઈનબો ડ્રોપ ઈયરિંગ્સ
કાનોમાં લટકતી લાંબી ઈયરરિંગ્સ ઘણી ટ્રેન્ડમાં છે. તેની ચેઈન સ્ટાઈલ પણ સારી લાગે છે. તેનાથી તમને ચિક લુક મળશે. તેના પર કરવામાં આવેલી રાઈનસ્ટોલ ડિટેઈલિંગ પાર્ટી વિયર ડ્રેસની સાથે શૂટ થાય છે. સિમ્પલ લુક માટે તેની શોર્ટ વેરાઈટી ઓનડિમાન્ડ છે.