રિલેશનશિપ ટિપ્સ:બ્રેકઅપ બાદ મિત્રતા રાખવાનું ચલણ વધ્યું, તો ભવિષ્યમાં લવ રિલેશનશિપ પર બ્રેકઅપની અસર પડે છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં પેચઅપ અને બ્રેકઅપ સામાન્ય વાત છે. પરંતુ સામાન્ય માણસની જેમ જ બોલિવૂડ એકટ્રેસ કેટરીના અને દીપિકા બ્રેકઅપ બાદ લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહી હતી. તો ટાઇગર શ્રોફ અને દિશા પટની 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ અલગ થઇ ગયા છે. બંને વચ્ચે છેલ્લા 1 વર્ષથી બરાબર ચાલી રહ્યું ન હતું. પરંતુ હજુ પણ બંને સારા મિત્રો છે. સંબંધો તો આજે પણ તૂટે છે પરંતુ હવે રડવું કે એકબીજા પર પ્રહારો કરવા જેવી કોઈ વાત રહી નથી. સંબંધ પૂરો થયા પછી કપલ સરળતાથી આગળ વધે છે અથવા મિત્રો તરીકે રહે છે.

આર્ટમિસ હોસ્પિટલના સાઈકોલોજીસ્ટ રચના સિંહ જણાવે છે કે, સંબંધ તૂટ્યા બાદ હજુ પણ સારા ફ્રેન્ડ કે પછી મુવ ઓન કરવું કેટલું સહેલું છે અને તેની અસર ભવિષ્યમાં તમારી લવ રિલેશનશિપને પ્રભાવિત કરી શકે છે?

રિયાલિટી ચેકની પરીક્ષામાં ફેલ થાય છે સંબંધો
દરેક રિલેશનશિપના ઘણા તબક્કા હોય છે. સંબંધના શરૂઆતના સમયને 'હનીમુન ફેઝ' કહેવામાં આવે છે. જેમાં રોમાન્સ, હરવું-ફરવું જેવી વસ્તુ હોય છે. આ દરમિયાન લોકો પાર્ટનરને આકર્ષિત કરે છે. રિલેશનશિપમાં જયારે મેચ્યોર ફેઝ આવે છે ત્યારે રિયાલિટી ચેક શરૂ થાય છે. જેમાં લાંબા સમયથી ચાલી રહેલા સંબંધમાં કંટાળો આવે છે.

સંબંધ તૂટવાનું કારણ વધતા વિકલ્પ ને સહનશક્તિનો અભાવ
આજના સમયમાં લગ્ન અને સંબંધો તૂટતા બિલકુલ સમય નથી લાગતો. આ પાછળનું કારણ એ છે કે, જયારે અસલી તબક્કો આવે છે તે પહેલાં જ લોકો રિલેશનશિપમાં બધો આનંદ માણી ચુક્યા હોય છે. તો બીજી તરફ સોશિયલ મીડિયાને કારણે વિકલ્પ વધી રહ્યા છે. એક સમયે જ્યારે લોકો સંબંધ નિભાવવા માટે એડજસ્ટ કરતા હતા અને સહન કરતા હતા. પરંતુ આજના જમાનામાં કોઈમાં સહનશક્તિ રહી નથી.

સમાજમાં પણ બદલાવ
જો સમાજની તુલના છેલ્લી એક કે બે પેઢી સાથે કરવામાં આવે તો હાલ સંબંધમાં તિરાડ, છૂટાછેડા ને લિવ ઈન રિલેશનશિપ જેવી વસ્તુઓને માન્યતા મળી ચુકી છે. આજની પેઢી કોઈ ખોટો સંબંધ નથી નિભાવતી ન તો મનમાં કોઈ નેગેટિવિટી રાખે છે. લોકો બધી જ વાતને ખુલ્લા મને સમજે અને જે બદલાવ આવ્યો છે તેનો સ્વીકાર કરી લે છે.

મહિલાઓ પગભર થવાથી મજબૂત બની
પહેલાંના સંયમ લગ્ન અને સંબંધો લાંબા સમય સુધી ટકતા હતા આ પાછળનું કારણ એ હતું કે, મહિલાઓ સહન કરતી હતી. તે સમયે મહિલાઓને સમાજની પ્રેશર, બાળકોની જવાબદારી અને ખર્ચ માટે પુરુષો પર નિર્ભર હતી. પરંતુ હવે પુરુષ સમોવડી થઇ ચુકી છે ને આર્થિક રીતે પણ પગભર છે.

વિચારોમાં અનેક બદલાવ આવ્યા છે.
પહેલા એવું હતું કે, ખોટા સંબંધમાં ફસાયા હોવાની જાણ છતાં સમાજના ડર અને અન્ય કારણોને કારણે બહાર નીકળી શકતા ન હતા. પરંતુ હવે કપલ સંબંધની શરૂઆતથી જ નક્કી કરે છે.

જેતૂટેલા સંબંધમાંથી પણ બોધપાઠ લેવો જોઈએ
કોઈ પણ લોકો માટે લાંબો સંબંધ જ્યારે તૂટે છે ત્યારે દુઃખ અવશ્ય થાય છે ને આ દુખમાંથી જલ્દીથી બહાર નીકળવું સહેલુ નથી. આ સમયે સૌથી જરૂરી એ હોય છે કે, પોતાની જાતને સંભળાવી અને સંબંધમાંથી સારો બોધપાઠ લેવો.

મિત્રતા રાખવી મુશ્કેલ છે પરંતુ અસંભવ નહીં
હાલ જે મુજબનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં રિલેશનશિપ તૂટ્યા બાદ પણ સંબંધ રાખે છે. સંબંધ તૂટ્યા બાદ મિત્રતા રાખવી મુશ્કેલ કામ છે. શરૂઆતમાં મનમાં લાગણીઓ હોય છે, પરંતુ પરિસ્થિતિ બદલે છે ત્યારબાદ વ્યવસ્થિત થઈ જાય છે.

બ્રેકઅપની સમાજ ઉપર પડે છે અસર
કોઈ વ્યક્તિ ઇચ્છતું ન હોય કે રિલેશનશિપ તૂટે. મિડલ ક્લાસ લોકોનું જ્યારે બ્રેકઅપ થાય છે ત્યારે હાઈપ્રોફાઈલ લોકોના બ્રેકઅપની અસર પડે છે.

અન્ય સમાચારો પણ છે...