તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Tortoise, Which Was Lost 1 Year Ago, Was Found Just 1 Km From The Owner's House. The Tortoise Broke A 12 inch Fence And Ran Away For Freedom.

ઘર વાપસી:1 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો કાચબો માલિકના ઘરથી 1 કિલોમીટરનાં અંતરે જ મળી આવ્યો, આઝાદી માટે કાચબો 12 ઈંચની ફેન્સ તોડી ભાગ્યો હતો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કાચબો અને તેનો માલિક જુક્સ 13 વર્ષથી સાથે રહેતા હતા
  • ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મેક્સિ નામનો કાચબો જુક્સનું ઘર છોડી ભાગી ગયો હતો
  • 1 વર્ષ બાદ પણ કાચબો 1 કિલોમીટરનું જ અંતર કાપી શક્યો હતો

ઈંગ્લેન્ડમાં રહેતા રુઆઈધ્રી જુક્સના જીવમાં જીવ ત્યારે આવ્યો જ્યારે 1 વર્ષ પહેલાં ખાવોયાલો કાચબો તેનાં જ ઘરની 0.6 માઈલ્સ આશરે 1 કિલોમીટરનાં અંતરે મળી આવ્યો. આ કાચબાનું નામ 'મેક્સિ' છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તે જુક્સના ઘરેથી ભાગી ગયો હતો.

જુક્સના પાડોશી લિન્ડા રોજર્સ અને સુશી થોમસને આ કાચબો મળી આવ્યો. લિન્ડા અને સુશી તેના ખેતરના માલિકના કૂતરાને લઈ ખેતરમાં ચાલવા નીકળ્યા હતા. તેવામાં 1 વર્ષ પહેલાં ખોવાયેલો 'મેક્સિ' મળી આવ્યો. કાચબો મળી આવતાં જ લિન્ડા તેને પોતાના ઘરે લઈ ગઈ અને તેને પાણી અને ખાવાનું આપ્યું.

જુક્સના પાડોશી લિન્ડા રોજર્સ અને સુશી થોમસને આ કાચબો મળી આવ્યો
જુક્સના પાડોશી લિન્ડા રોજર્સ અને સુશી થોમસને આ કાચબો મળી આવ્યો

મેક્સિ 1 વર્ષ બાદ આશરે 1 કિલોમીટરના મળી આવ્યો. અર્થાત તેણે 1 કલાકમાં 0.00007 માઈલ્સનું અંતર કાપ્યું. 1 વર્ષમાં કાચબો ધીમી ગતિએ 1 કિલોમીટરનું અંતર કાપતાં પહેલાં તે તેના માલિકના ઘરની 12 ઈંચની ફેન્સ ચડવામાં સફળ રહ્યો હતો.

1 વર્ષમાં કાચબાએ 1 કલાકમાં 0.00007 માઈલ્સનું અંતર કાપ્યું
1 વર્ષમાં કાચબાએ 1 કલાકમાં 0.00007 માઈલ્સનું અંતર કાપ્યું

સુશી થોમસે 3 દિવસ સુધી કાચબાના અસલ માલિકની શોધ કરી. ત્યારબાદ સોશિયલ મીડિયાનાં માધ્યમથી તેના માલિક જુક્સની ઓળખ કરાઈ. જુક્સે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તેનો કાચબો ખોવાઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી. 1 વર્ષ બાદ ખોવાયેલા કાચબો મળી આવતા જુક્સની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.

જુક્સ અને મેક્સિ 13 વર્ષથી સાથે રહે છે
જુક્સ અને મેક્સિ 13 વર્ષથી સાથે રહે છે

જુક્સ કહે છે કે વિશ્વાસ નથી થતો 1 વર્ષ પછી મેક્સિ ઘરે પરત આવ્યો છે. તે કેવી રીતે ભાગી ગયો તે ખબર નથી પરંતુ હવે તે પોતાના ઘરે છે અને સુરક્ષિત છે. છેલ્લા 13 વર્ષથી જુક અને મેક્સિ સાથે રહે છે.

અન્ય સમાચારો પણ છે...