• Gujarati News
  • Lifestyle
  • The Teenager Went To The Club For The First Time To Have A Night Out, And After Drinking, His Condition Suddenly Deteriorated And He Became Paralyzed.

પાર્ટી ભારે પડી:ટીનેજર પ્રથમવાર નાઈટઆઉટ કરવા ક્લબમાં ગઈ, ડ્રિંક કર્યા પછી અચાનક સ્થિતિ બગડતા તેને લકવાની અસર થઈ ગઈ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલ મિલિની તબિયત સારી છે - Divya Bhaskar
હાલ મિલિની તબિયત સારી છે
  • ડૉક્ટરે કહ્યું, મિલિનાં ડ્રિંકમાં બે અલગ ડ્રગ્સ હતાં
  • અજાણ્યા વ્યક્તિએ ડ્રિંક ઓફર કરતા ટીનેજરની હાલત બગડી ગઈ

ઇંગ્લેન્ડમાં એક ટીનેજર પ્રથમવાર નાઈટ આઉટ કરવા ક્લબમાં ગઈ હતી અને ત્યાં ડ્રિંકમાં ગડબડ થતા તેને લકવા થઈ ગયો. પેરાલાઈઝ્ડ દીકરીની માતાએ એક વીડિયો શેર કરીને આ વાત જણાવી છે. મિલિ ટેપ્લીન 18 વર્ષની થતા તે પ્રથમવાર નાઈટઆઉટ માટે તેના મિત્રો સાથે ક્લબમાં ગઈ હતી. અહીં એક અજાણ્યા વ્યક્તિએ આપેલું ડ્રિંક મિલિને ભારે પડ્યું.

મિલિની માતાએ કહ્યું, ક્લબમાં ક્યારેય અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ના કરો
વીડિયોમાં જોઈ શકાય છે કે, તેનું જડબું એક તરફ વળી ગયું છે અને તેના હાથની આંગળીઓ પણ વળી ગઈ છે. મિલિની માતાએ વીડિયો પોસ્ટ કરી લખ્યું, મારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે ના થાય આથી હું તમને આ વાત શેર કરી રહી છું. ગમે ત્યારે ક્લબમાં જાઓ ત્યારે તમારું ડ્રિંક કોણ અને કેવી રીતે બનાવે છે તેનું ધ્યાન રાખો. કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ના મૂકો.

બે ડ્રગ્સથી લકવાની અસર થઈ ગઈ
નાઈટ ક્લબમાં પહેલાં બધું નોર્મલ જ હતું. મિલિ તેના ફ્રેન્ડ સાથે ઘણી ખુશ પણ હતી પણ ડ્રિંક પીધા પછી તેની તબિયત લથળી. ચાર કલાક સુધી તે કઈ બોલી શકી નહીં કે ચાલી પણ ના શકી. એ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા. તપાસ પછી ડૉક્ટરે કહ્યું કે, મિલિના ડ્રિંકમાં બે અલગ પ્રકારનાં ડ્રગ્સ હતા. તેને લીધે મિલિને લકવા થઈ ગયો.

મિલિ 18 વર્ષની થયા પછી પ્રથમવાર ક્લબમાં ગઈ હતી
મિલિની માતા ક્લેરે વીડિયો શેર કરીને કહ્યું, જો આ વીડિયો જોઈને અન્ય પણ કોઈ છોકરીનો જીવ બચી જશે તો મારું કામ લેખે લાગશે. મિલિ 18 વર્ષની થયા પછી પ્રથમવાર ક્લબમાં ગઈ. તેની અત્યારની હાલત જોઈને મને એમ થાય છે કે, મેં તેની સાથે આવું કેમ થવા દીધું? કોણે મારી દીકરીને ડ્રિંક આપ્યું હશે?

હાલ મિલિની તબિયત સારી છે
મિલિએ કહ્યું, થોડું ડ્રિંક કર્યા પછી હું સ્મોકિંગ એરિયામાં ગઈ અને ત્યાંથી પરત આવી તો મને લાગ્યું કે મેં વધારે પડતું ડ્રિંક કર્યું છે. મારા હાથ અને પગ કામ કરતા બંધ થઈ ગયા. એ પછી મારા મિત્રોએ મારી મોટી બહેનને બોલાવી અને તેઓ મને હોસ્પિટલ લઇ ગયા. હોસ્પિટલમાં મિલિનું શરીર 3થી 4 કલાક સુધી ફ્રોઝન જ રહ્યું. ધીમે-ધીમે તેની સ્થિતિ નોર્મલ થતા ડૉક્ટરે તેને હોસ્પિટલમાંથી રજા આપી.

અન્ય સમાચારો પણ છે...