• Gujarati News
  • Lifestyle
  • The Teacher Showed The Way And Became A Yoga Guru, Today Along With The Yoga Model, I Teach How To Stay Healthy

સરકારી સ્કૂલથી યોગ એક્સપર્ટની સફર:ટીચરની વાત મગજમાં સિમેન્ટની જેમ જામી ગઈ, અથાક મહેનતથી બની ગઈ યોગ ગુરુ, મોડલિંગની સાથોસાથ લોકોને સ્વસ્થ રહેતા શીખવાડે છે

મીના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 વર્ષની ભોલી પરિહારને બાળપણથી યોગમાં રસ હતો
  • નાની-મોટી નોકરીમાં રૂપિયા નહોતા, હિંમત કરીને યોગમાં કરિયર બનાવ્યું અને સફળ થઇ

‘ઉત્તર પ્રદેશનું એક નાનું કામ ફરોલ નગરિયા. ભાગ્યે જ તમે આ નામ સાંભળ્યું હશે, પરંતુ આ મારી જન્મભૂમિ છે. મારા જન્મના 5 વર્ષ પછી અમે બધા દિલ્હી જતા રહ્યા. કારણકે ગામમાં પિતાજી સાથે કમાણીનું કોઈ સાધન નહોતું. તમે મારા ગામનું નામ ભલે ના સાંભળ્યું હોય પણ સોશિયલ મીડિયા પર લોકો મને ઇનોસન્સ યોગા નામથી ઓળખે છે. ઘણીવાર ટીવી પર પણ જોઈ હશે. ઘણી વેબસાઈટ કે જાહેરખબરમાં ફોટો જોયો હશે. કુલ મળીને કહીએ તો હું એક સ્માર્ટ યોગ મોડલ અને એક્સપર્ટ છું.’ આ શબ્દો છે દિલ્હીની યોગ એક્સપર્ટ ભોલી પરિહારના.

‘એક રૂમમાં આખો પરિવાર રહેતો હતો’
24 વર્ષની ભોલી પરિહારે કહ્યું કે, આપણા બધાની લાઈફમાં શિક્ષકનો રોલ મહત્ત્વનો હોય છે. તેઓ આપણા કરિયરને શેપમાં લાવે છે, મારી સાથે પણ આવું જ થયું. હું ટીચર્સને લીધે જ યોગ એક્સપર્ટ બની. મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે હું ઘરની નજીક એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતી હતી. તે સમયે ઘરની હાલત એટલી ખરાબ હતી કે અમે ત્રણ ભાઈ-બહેનો અને મમ્મી-પાપા એક જ રૂમમાં રહેતા હતા. હું પ્રાઇવેટ સ્કૂલમાં ભાણવટી હતી ત્યારે ઘણી કન્ફ્યુઝ હતી કે હવે આગળ શું કરીશ? ત્યારે લિટિન સ્ટેપ સ્કૂલની પ્રિન્સિપલ અનીત પેટવાલે મને સલાહ આપે કે, તું દેખાવમાં એકદમ ફિટ છે અને યોગમાં પણ રસ ધરાવે છે તો તેમાં જ આગળ જા. તે દિવસે મેં મનમાં ગાંઠ વાળી લીધી કે હવે યોગ જ કરવા છે.

બાળપણનો શોખ
દિલ્હી આવ્યા ત્યારે પિતાની ઈચ્છા હતી કે અમને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે પણ સ્થિતિ સારી ના હોવાથી અમે સરકારી સ્કૂલમાં ભણ્યા. હું યોગ કોમ્પિટિશન,આ જતી, જીતીને આવતી. કોઈ પણ સીઝન હોય મને યોગ કરવામાં મજા આવતી. સ્કૂલ ટાઈમમાં મારે ટીચર બનવું હતું. ઘરની સ્થિતિ એટલી ખરાબ હતી કે મને કમાણીના જ સપના આવતા. એક દિવસે મારી સ્કૂલ ટીચર ડૉ. પૂનમ કહ્યું, જીવનમાં આગળ વધો અને પાછળ વળીને ના જુઓ. તેમની વાતો મારા મગજમાં સિમેન્ટની જેમ જામી ગઈ હતી. મેં પણ નક્કી કરી લીધું હતું કે, જીવનમાં કંઈક મોટું કરવું છે.

સ્કૂલ પૂરી કર્યા પછી નાની-મોટી નોકરી કરી, પરંતુ કરિયરની ચિંતા રહેતી. નાની નોકરીમાં વધારે રૂપિયા નહોતા મળતા. એ પછી અનિતા પેટવાલ મેડમે મને યોગમાં કરિયર બનાવવાની સલાહ આપી અને ઘણા સર્ટિફિકેટ કોર્સ કર્યા.

‘યોગ તો ઘરડા લોકો કરે, તું શું કરીશ ?’
હું ઓફિશિયલી યોગ ટીચર બની ગઈ એ પછી મારી સામે અનેક ચેલેન્જ આવ્યા. અમારા સમાજમાં છોકરીઓ શિક્ષક બને તે ચાલે પણ યોગ શિક્ષક નહીં. હું ઘરેથી બહાર જતી તો લોકો કહેતા કે આ કઈ લાઈનમાં જતી રહી, આ તો ઘરડા લોકોનું કામ છે. કરવું જ હતું તો સરકારી નોકરી કર. ક્લાસમાં લોકો કહેતા કે આ તો કેટલી નાની છે, આપણને શું શીખવાડશે ? ક્લાસમાં છોકરાઓ ફ્લર્ટ કરવાના પ્રયત્નો કરતા. આ બધું જોઈને હું ડરી નહીં મારું કામ જોઈને બધા શાંત પડી ગયા. હવે મને બધા મેડમજી કહે છે.

‘પર્સનાલિટી પર કામ કરો’
હું સરકારી સ્કૂલમાં ભણી છું. પર્સનાલિટી બહુ ખાસ નહોતી. સ્કૂલમાં પોતાની વાત બધા સામે કહી શકતી નહોતી, પરંતુ સપનું પૂરું કરવા માટે મારે પાછળ ફરીને જોવું નહોતું. શરૂઆતમાં અંગ્રેજી મીડીયમ સ્કૂલોમાં યોગની ટ્રેનિંગ આપવાનું કામ મળ્યું. અહીં અંગ્રેજી બોલનારા અમીર બાળકો હતા. આ બધા વચ્ચે જતી તો ગભરાય જતી, પરંતુ ધીમે-ધીમે બધા ડર દૂર કર્યા અને ટીચર્સની વાત યાદ રાખીને આગળ વધી.

‘આગળ વધો અને પોતાનું જ સાંભળો’
હાલ હું નોઈડા સ્પોર્ટ્સ ઓથોરિટીમાં યોગ એક્સપર્ટ છું. આ ઉપરાંત ફ્રીલાન્સિંગ યોગ પણ શીખવાડું છું. યોગે મને આંતરિક અને બાહ્ય એમ બંને રૂપે સુંદર બનાવી. હું યોગ મોડલ પણ છું. મને એક વાતની ખુશી છે કે, યોગથી હું પણ સ્વસ્થ રહું છું અને બીજાને પણ રાખું છું. મેં મારી આ નાની સફળતામાં જ શીખ્યું કે, જીવનમાં આગળ વધવું હોય તો બીજા કોઈનું ના સાંભળો. તમારા ગોલ ક્લિયર રાખો. લોકો તમને હજાર વાત કહેશે પણ તમારે જે કરવું હોય તે જ કરો. પુરુષપ્રધાન સમાજમાં છોકરીઓએ પોતાને સાબિત કરવી પડે છે, તે કરો અને આગળ વધો.