2035માં પૂરી થઈ જશે લીપ સેકન્ડ:ધરતીના સમયને એક સેકન્ડ આગળ વધારશે આ સિસ્ટમ, 50 વર્ષ પહેલાં કરાઈ હતી શરૂઆત

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘણીવાર આપણને લાગે છે કે એક સેકન્ડમાં શું થઈ જવાનું છે. એક સેકન્ડમાં ધરતીમાં ઘણી ઊથલપાથલ થઈ જાય છે. લીપ સેકન્ડ અથવા પૃથ્વીના સમયને એક સેકન્ડ આગળ વધારવાની સિસ્ટમ 2035માં પૂરી થઈ જશે. શુક્રવારે ફ્રાન્સના વર્સેલ્સમાં વિજ્ઞાન અને માપનનાં ધોરણો પર આંતરરાષ્ટ્રીય સંધિના સભ્ય દેશો દ્વારા આ નિર્ણય પર મહોર મારવામાં આવી હતી. આ માટેની દરખાસ્ત લગભગ સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને મેટ્રોલોજિસ્ટ્સે આ નિર્ણય બાદ રાહતનો શ્વાસ લીધો છે. કેટલાક વૈજ્ઞાનિકો છેલ્લાં ઘણાં વર્ષોથી લીપ સેકન્ડની સમસ્યાને ઉકેલવા માટે દબાણ કરી રહ્યા હતા.

શું છે લીપ સેકન્ડ?
લગભગ 50 વર્ષ પહેલાં લીપ સેકન્ડની સમસ્યાની શરૂઆત થઇ હતી. આ લીપ સેકન્ડનો હેતુ આંતરરાષ્ટ્રીય અણુ સમય ઘડિયાળ સાથે મેચ કરવાનો છે. એની ધરી પર પૃથ્વીના પરિભ્રમણની ગતિ અણુ ઘડિયાળના સમય કરતાં થોડી ધીમી હોય છે, તેથી જ જ્યારે અણુનો સમય એક સેકન્ડ આગળ હોય છે ત્યારે એને પૃથ્વીના સમય બરાબર બનાવવા માટે એક સેકન્ડ માટે રોકી દેવામાં આવે છે. 1972માં જ્યારે આ ફેરફાર જોવા મળ્યો ત્યારે અણુ સમયના ધોરણમાં દસ લીપ સેકન્ડ ઉમેરવામાં આવી હતી. આ બાદ વધુ 27 સેકન્ડ ઉમેરવામાં આવી છે.

લીપ સેકન્ડથી પડે છે આ મુશ્કેલીઓ
વર્ષ 1972 બાદ લીપ સેકન્ડને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આગામી લીપ સેકન્ડની જરૂર ક્યારે પડશે, જેથી કોમ્પ્યુટર નેટવર્કને એ મુજબ ડિઝાઇન કરી શકાય એ એકદમ સચોટ રીતે કહેવું થોડું મુશ્કેલ છે. અલગ-અલગ નેટવર્ક્સે પણ વધારાની સેકન્ડ ઉમેરવા પોત-પોતાની પદ્ધતિઓ અપનાવી રહી છે. પછી આધુનિક કોમ્પ્યુટિંગ સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે, પરંતુ હાલ તો બધું જ સમય પર આધારિત છે, કેટલીકવાર તો આ લીપ સેકન્ડના અબજમાં ભાગ સુધી હોય છે. ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક, પાવર ટ્રાન્સમિશન, નાણાકીય વ્યવહારો અને અન્ય નિર્ણાયક કામ સાથે સંકળાયેલી કોમ્પ્યુટિંગ સિસ્ટમ્સમાં વધારાની સેકન્ડ ઉમેરવી જોખમી સાબિત થઇ શકે છે.

રશિયાએ લીપ સેકન્ડનો અંત લાવવા માટેનો સમય આગળ વધાર્યો
બિનસત્તાવાર સમય પ્રણાલીઓએ ધીમે-ધીમે વિશ્વના સત્તાવાર આંતરરાષ્ટ્રીય સમય કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ (UTC)ને બદલવાનું શરૂ કર્યું છે. UTC માટે લીપ સેકન્ડને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયા લીપ સેકન્ડને સમાપ્ત કરવા માટે સમય વધારવા માગે છે, કારણ કે તેની ગ્લોબલ નેવિગેશનલ પોઝિશનિંગ સિસ્ટમમાં વધારાની સેકન્ડનો સમાવેશ થાય છે. બીજી તરફ, યુએસ જીપીએસ સિસ્ટમમાં આવું નથી. રશિયાની ચિંતાને ધ્યાનમાં રાખીને 2035 સુધી લીપ સેકન્ડને નાબૂદ કરવામાં આવશે નહીં.