તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Student Who Came To Take The Exam Met Her Boyfriend At The Examination Center, The Family Members Did Not Believe The Marriage Was Arranged By The Police

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજબ પ્રેમ કી ગજબ કહાની:પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીની પરીક્ષા કેન્દ્ર પર પ્રેમી સાથે મુલાકાત થઈ, પરિવારના લોકો ન માનતા પોલીસે કરાવ્યા લગ્ન

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

બિહારના કટિહારમાં અજબ પ્રેમ કી ગજબ કહાની જોવા મળી. મેટ્રિકની પરીક્ષા આપવા આવેલી એક વિદ્યાર્થીનીએ ત્યાં જ પોતાના પ્રેમીની સાથે લગ્ન કરી લીધા. યુવક-યુવતી મેટ્રિકની પરીક્ષા આપવા માટે સેન્ટર પહોંચ્યા હતા. હકીકતમાં 5 વર્ષ પહેલા એક અજાણ્યા નંબરથી આવેલા કોલ બાદ યુવક અને યુવતીની વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને બંને પ્રેમમાં પડ્યા હતા. હવે આ ઘટાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવક અને યુવતી છેલ્લા પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. બંને છૂપાઈને એક બીજાને મળતા હતા.

જ્યારે બિહારમાં મેટ્રિકની પરીક્ષા શરૂ થઈ ત્યારે ગૌરી નામની યુવતી તેના પરિવારની સાથે પરીક્ષા આપવા સેન્ટર પર પહોંચી હતી. ત્યાં તેની મુલાકાત ફોન પર વાત કરતા તેના પ્રેમી સાથે થઈ, ત્યારબાદ તેમને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. યુવક યુવતીના પરિવાર તેના માટે તૈયાર નહોતા અને ત્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપી પ્રેમી નીતિશને સ્ટેશન લઈ ગઈ તો પ્રેમિકા ગૌરીએ રડવાનું શરૂ કર્યું અને તે પોલીસની ગાડીમાંથી ઉતારવા માટે તૈયાર નહોતી. પોલીસકર્મીઓ અને પરિવારના લોકોએ જ્યારે તેને ધમકાવી તો લગ્ન નહીં થવા પર ગૌરીએ આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી. ત્યારબાદ પોલીસ બંનેને મણિહારી પોલીસ સ્ટેશન લઈ ગઈ.

ત્યાં પણ ઘણો ડ્રામા થઈ ગયો. જો કે, યુવક અને યુવતી બંને પુખ્ત વયના હોવાથી પોલીસે તેમને ત્યાંના નજીકના મંદિરમાં બંનેના લગ્ન કરાવ્યા અને તેમને છોડી મૂક્યા. ત્યારબાદ નીતિશ અને ગૌરી ઘણા ખુશ થઈ ગયા કેમ કે, હવે તેઓ પતિ-પત્ની બની ગયા હતા. જો કે, તેમને પરીક્ષા ન આપવાનું પણ દુઃખ હતું પરંતુ તેમણે કહ્યું કે હવે તેઓ આવતા વર્ષે પરીક્ષા આપશે.

મંદિરમાં લગ્ન થાય બાદ યુવક નીતિશે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ પરિવાર દ્વારા અપનાવામાં ન આવવાથી દુઃખ વ્યક્ત કર્યું. નીતિશે જણાવ્યું કે, છોકરીના પરિવારના લોકો પણ નહોતા માનતા, અને એણા પરિવારના લોકો છોકરીને સ્વીકારવા માટે તૈયાર નહોતા ત્યારબાદ બંને રસ્તા પર આવી છે. ગૌરી અને નીતિશ બંને જ આ લગ્ન લઈને પોતાના ઘરના લોકોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો