• Gujarati News
  • Lifestyle
  • The Story Of The Transgender Who Opened The First Transgender Toilet In Uttar Pradesh Advocates Educating The Kinner Community.

કહાની ટ્રાન્સજેન્ડરની:આ ‘સલમાન બહેને’ ઉત્તર પ્રદેશનું સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર શૌચાલય બનાવડાવ્યું, હવે કિન્નર સમાજને શિક્ષિત કરવામાં સક્રિય છે

મીના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર પ્રદેશમાં પહેલું ટ્રાન્સજેન્ડર શૌચાલય શરૂ કરનાર ટ્રાન્સજેન્ડર સલમાન ચૌધરી

ચારેબાજુ આરતીઓનો અવાજ, શેરીઓમાં નાની નાની રામલીલાઓ, ક્યાંક હાથમાં રંગબેરંગી ફુગ્ગાઓ લઈને ભીખ માગતા બાળકો તો ક્યાંક મગફળી શેકતી વૃદ્ધ દાદી. ક્યાંક ગિટાર વગાડતા યુવકો તો ક્યાંક રાખમાં લપેટાયેલા બાબા અને અહીં એક ટ્રાંસ વુમન પોતાની નાની મશાલોની સાથે અસ્સી ઘાટની રોશનીને લોકોને મોબલાઈઝ કરી અને રોશન કરી રહી છે. ઘાટને સ્વસ્છ રાખવાનો પ્રયાસ કરી રહી છે. આ છોકરી છે ઉત્તર પ્રદેશમાં પહેલું ટ્રાન્સજેન્ડર શૌચાલય શરૂ કરનાર ટ્રાન્સજેન્ડર સલમાન ચૌધરી. સરકારે મને સ્વચ્છતાની દૂત બનાવી છે.

ભાસ્કર વુમન સાથે વાતચીતમાં સલમાન કહે છે, 'બનારસના આ ઘાટ જેટલા છોકરા કે છોકરીઓ માટે છે એટલો જ ટ્રાન્સજેન્ડર્સનો છે. પરંતુ જ્યારે પણ લોકો મારા શરીરને છોકરીના ડ્રેસમાં જુએ છે અને અવાજમાં મર્દાનગી હોય છે તો તે લોકો મને છક્કો કહે છે. આ સાંભળીને સારું નથી લાગતું. આવી સ્થિતિમાં લાગે છે કે આ દુનિયામાં અમારું આવવું એ આ લોકો માટે શુ શ્રાપ છે? પરંતુ મને લાગે છે કે ભગવાન અને અલ્લાહ બધા માટે છે. તે કોઈની સાથે ભેદભાવ નથી કરતો, તેથી જ હું આ ઘાટ પર આવું છું.

સલમાન ચૌધરી
સલમાન ચૌધરી

...એટલા માટે શૌચાલય ખોલાવ્યું
મારો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો, પરંતુ મારા માટે મારો પહેલો ધર્મ માનવ છે. તેથી હું મારી જાતને ટ્રાન્સ વુમન કે ટ્રાન્સ મેન નહીં પણ ટ્રાન્સ પર્સન કહું છું. વારાણસીમાં ટ્રાન્સજેન્ડરો માટે શૌચાલય ખોલવું સરળ નહોતું, તેના માટે વારાણસી નગર નિગમ અને ઉત્તર પ્રદેશ સરકારના તમામ અધિકારીઓને દરરોજ પત્રો મોકલવામાં આવતા. ત્યારે જઈને આ શૌચાલય સરકારે સ્માર્ટ સિટી અંતર્ગત ખોલ્યું. આ શૌચાલય ખોલવા પાછળનું કારણ ભેદભાવ છે. 2017માં દિલ્હીના મુખર્જી નગરમાં ગઈ. ત્યાં પબ્લિક ટોયલેટમાં જવા પર ટ્રાંસ મહિલાની સાથે છેડતી કરવામાં આવી. તેને કેટલાક છોકરાઓએ પબ્લિક ટોયલેટમાં બંધ કરી દીધી. તે દિવસથી મેં સંકલ્પ લીધો કે મારે મારા સમુદાય માટે શૌચાલય બનાવવાના છે. આ શૌચાલય બન્યા બાદ કિન્નર સમાજમાં ઉત્સવનો માહોલ છે.

સૌથી પહેલા ઘરના લોકોએ કહ્યું ‘છક્કા’
આજે હું કિન્નર સમાજની રાષ્ટ્રીય અધ્યક્ષ છું, પરંતુ મારા જેવા વ્યક્તિ માટે આ પદ પ્રાપ્ત કરવું સરળ નહોતું. મારો જન્મ એવી યોનિમાં થયો હતો જ્યાં જનનાંગો સાથે હું ન તો સ્ત્રી હતી કે ન તો પુરુષ. આવી સ્થિતિમાં પોતાની ઓળખને લઈને ઘણા સમયથી મૂંઝવણ હતી. જન્મના એક વર્ષ બાદ માતાનું નિધન થઈ ગયું. માતાના ગયા બાદ પિતાએ બીજા લગ્ન કરી લીધા. જ્યારે હું છ વર્ષનો થયો તો દુપટ્ટો પહેર્યો, લિપસ્ટિક લગાવી, ડાન્સ કરવાનું પસંદ હતું પરંતુ બીજી માતા અને પિતા બંને મારતા અને કહેતા કે તુ છોકરો છે, છોકરીઓની જેમ કેમ વર્તે છે? ઘરમાં જે બીજી માતા આવી હતી તેને હું કામમાં મદદ કરતી હતી, પરંતુ મારા છોકરીવાળા શોખને જોઈને તે પરેશાન થતી.

પડોશી આવીને ફરિયાદ કરતા અને માતા પિતાજીને કહેતા કે આ છક્કો છે. બસ ત્યારથી ઘરના લોકોએ મને છક્કા કહેવાનું શરૂ કરી દીધું. બીજી માતા જ્યારે મારી ઓળખના કારણે ઘર છોડીને જતી રહી તો પિતાજીએ મને મારા ઘરમાંથી કાઢી મૂકી. પિતાએ દારૂ પીવાનું શરૂ કર્યું. તે દારૂ માટે મને પૈસા કમાવવાનું કહેતા અને જ્યારે તે પૈસા ન આપી શકતી ત્યારે તેઓ મને મારતા.

જ્યારે પિતાએ ત્રીજા લગ્ન કર્યા...
બે માતા બાદ ઘરમાં ત્રીજી માતા આવી. તેમની સાથે તેમના બાળકો પણ આવ્યા. આ માતાએ મને ઘરમાં રહેવા ન દીધો અને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. 15 વર્ષની ઉંમરમાં હું બેઘર થઈ ગઈ. બીજા લોકોના ઘરમાં કચરા, પોતુ કરતી અને વાસણ ધોતી. ઘણી વખત ભૂખ્યા પેટે સૂઈ જતી. ભૂખના કારણે ટીબી થઈ ગયો. મારા દૂરના સંબંધીએ હોસ્પિટલમાં દાખલ કરાવી અને મારો જીવ બચાવ્યો. એટલું જ નહીં લોકોની વાતો સાંભળીને એસિડ પીવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકો મારો જીવ બચાવી લીધો. શિયાળાની ઠંડીમાં જ્યારે ઘાટ પર સૂતી તો શેરીના છોકરાઓ સેક્સુઅલ મોલેસ્ટેશન કર્યું. હું રડતી રહેતી પણ પોલીસની પાસે નહોતી થઈ શકતી કેમ કે તેઓ પણ મારી વાતને ગંભીરતાથી લેતા નથી.

મૌલાનાએ પણ ભગાડી દીધી..
મને નાનપણથી જ વાંચનનો શોખ હતો પણ 5મા ધોરણ સુધી વારાણસીમાં અભ્યાસ કર્યો. હું વ્યંઢળ છું, મને રોજ ટોણા મારવામાં આવતા હતા. હું પરેશાન રહેતી હતી. પરિવાર મને મદદ કરતો ન હતો. સાવ એકલું મહેસૂસ કરતી. સ્કૂલમાં પણ મારી મજાક ઉડાવવામાં આવતી. મૌલાના મને બધા કરતા છેલ્લે બેસાડતા. જેના કારણે હું 5મા ધોરણમાં ફેલ થઈ ગઈ. સ્કૂલ અને ઘરેથી બેઘર થયા બાદ મેં કપડાંને રંગવાનું, પેન્ડલ અને કટિંગનું કામ કર્યું. આ કામ દરમિયાન પણ લોકોએ મને પરેશાન કરી.

સ્થાનિકોએ કિન્નર સમાજ સાથે મુલાકાત કરાવી
હું 15 વર્ષની હતી જ્યારે મારી શેરીમાં કિન્નર સમાજના લોકો મને શુભેચ્છા આપવા આવ્યા હતા ત્યારે શેરીના લોકોએ મને તેમની સાથે મળાવી અને જણાવ્યું કે હું કિન્નર છું. આ મારો સમુદાય છે. મારે તેમની સાથે જવું જોઈએ. ત્યારે મને ખબર પડી કે હું વ્યંઢળ છું. જે સમયે મને ટીબી થયો ત્યારે મારા એક બીજા સંબંધીઓ મારી સારવાર કરાવી. તેઓ રાજનીતિમાં સક્રિય હતી. તેની સાથે રહીને જ મને મારા અધિકારો વિશે જાણ થઈ. કાયદાની બાકી સમજ યુટ્યુબ પર વીડિયો જોઈને લીધી. જ્યારે તેને પોતાના અધિકારો વિશે જાણકારી મળી તો તેણે લોકોને ભેગા કરવાનું શરૂ કર્યું.​​​​​​​

ગુલિસ્તા એકતા ટ્રસ્ટની સ્થાપના
કિન્નર સમાજને જાગૃત કરવા માટે મેં ગુલિસ્તા એકતા ટ્રસ્ટની રચના કરી. તેને બનાવ્યાને પાંચ મહિના થઈ ગયા છે. આજે મારા સમાજના ઘણા બાળકો મારી સાથે જોડાયેલા છે. સમાજ એટલો હેરાન કરે છે કે અમારે ખુલ્લેઆમ અમારા અધિકારોની માગણી કરવી પડે છે. દેશને આઝાદ થયે આટલા વર્ષો થઈ ગયા છે પરંતુ આપણા સમાજને આજે પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. દેશના તમામ નાગરિકોને બધી જગ્યાએ આરક્ષણ મળે છે પરંતુ અમારા સમાજને ન તો કોલેજમાં, બસમાં અને ન રહેણાક વિસ્તારમાં કોઈપણ આરક્ષણ નથી મળતું. હું નથી ઈચ્છતી કે મારા સમાજનો એક પણ વ્યક્તિ ભીખ માગે. જોમને શાળા-કોલેજોમાં અનામત મળશે તો આ સમાજ પણ ભણશે અને દેશની સેવામાં પોતાનું યોગદાન આપી શકશે.