તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Story Of Nalini Jameela's Courage, Became A Sex Worker After The Death Of Her Husband, Saw The Lives Of Women Here And Told Their Problems By Becoming A Writer

ઈન્ટરનેશનલ સેક્સ વર્કર ડે:નલિની જમીલાની સ્ટ્રગલ સ્ટોરી, પતિના મૃત્યુ પછી સેક્સ વર્કર બની, લેખક બનીને આખી દુનિયા સામે સેક્સ વર્કર્સનું દુઃખ વર્ણવ્યું

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નલિની જમીલા અત્યાર સુધી મલયાલમ ભાષામાં બે બુક લખી છે, તેનું ટ્રાન્સલેટ વિવિધ ભાષામાં થયું છે
  • આર્થિક તંગીને લીધે નલિની ત્રીજા ધોરણ પછી ભણી શકી નહિ

એક લેખકના રૂપે પોતાની ખાસ ઓળખ ધરાવતી નલિની જમીલાના મનમાં એક વિચાર હંમેશાં રહે છે કે, જે રીતે એક સેક્સ વર્કરને વેશ્યા અને બીજા નામે બોલાવવામાં આવે છે, તેમ જે પુરુષ આ કામ કરે ત્યારે તેમણે કેમ કોઈ નામ આપવામાં આવતું નથી? એક પરણેલી મહિલાને મંગળસૂત્ર પહેરીને મેરિડ હોવાનો પુરાવો આપવો પડે છે, પરંતુ એક પરણેલા પુરુષ માટે કેમ આવું કઈ નથી?

નલિનીએ કહ્યું, આ બધા પ્રશ્નોના જવાબ મને ક્યારેય મળ્યા નથી. નલિનીએ બાળપણમાં તેની માતાને પિતાની મારઝૂડ સહન કરતા જોઈ. ઘણીવાર તેના પિતા નલિનીની સામે જ મારઝૂડ કરતા હતા. આર્થિક તંગીને લીધે નલિની ત્રીજા ધોરણ પછી ભણી શકી નહિ અને 9 વર્ષની ઉંમરમાં તે માટીના ખોદકામમાં કામ કરવા લાગી.

નલિની 18 વર્ષની થઈ ત્યારે તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂકી. એ પછી નલિનીના લગ્ન થયા અને તે બે બાળકોની માતા બની. કેન્સરને લીધે તેના પિતાનું નિધન થયું. મજબૂરીમાં તેણે ઘરનું ગુજરાન ચલાવવા સેક્સ વર્કર બનવું પડ્યું. અહીં રહીને નલિનીએ અન્ય સેક્સ વર્કરના જીવન અને મજબૂરી જોઈ. સમાજમાં સેક્સ વર્કરને ઓળખ અપાવવા માટે કામ કરી રહેલા ઓર્ગેનાઈઝેશન જોઈન કર્યું. અહીં કામ કરી તેણે મલયાલમમાં પોતાની આત્મકથા લખી, તેનું નામ ‘નિજન લેંગિકા થોજીલાલી’ એટલે કે ‘હું એક સેક્સ વર્કર છું’ છે. તેનું ટ્રાન્સલેશન ઘણી ભાષાઓમાં થયું છે.

2018માં તેણે બીજી બુક લખી, તેનું નામ ‘રોમેન્ટિક એન્કાઉન્ટર્સ ઓફ ધ સેક્સ વર્કર’ છે. તેનું ટ્રાન્સલેશન અંગ્રેજી, ગુજરાતી, બંગાળી અને તમિળ ભાષામાં થયું છે. 2013માં નલિનીની લાઈફ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે, તેનું નામ ‘સેક્સ, લાઈઝ એન્ડ એ બુક’ છે.

અન્ય સમાચારો પણ છે...