• Gujarati News
  • Lifestyle
  • The South Indian Bride Wore A Pakodi Garland And Crown At The Wedding, Doing This In Marriage To Show Her Affection For Panipuri.

શોખ બડી ચીઝ હૈ:દક્ષિણ ભારતની દુલ્હને લગ્નમાં પકોડીની વરમાળા અને તાજ પહેર્યો, પાણીપુરી પ્રત્યેનો લગાવ દેખાડવા મેરેજમાં આ કામ કર્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કપલનાં મેરેજમાં આવેલા મહેમાનોને પણ આશ્ચર્ય થયું - Divya Bhaskar
કપલનાં મેરેજમાં આવેલા મહેમાનોને પણ આશ્ચર્ય થયું
  • દુલ્હનની મેકઅપ આર્ટિસ્ટે સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કર્યો
  • 40 લાખથી પણ વધારે લોકોએ વીડિયો જોયો

પાણીપુરી એક એવી ડિશ છે જે દરેક ઉંમરના લોકોની ફેવરિટ હોય છે. દક્ષિણ ભારતમાં એક દુલ્હનને પાણીપુરી અંતરમાં વ્હાલી છે. તેણે પોતાના લગ્નમાં પકોડીની વરમાળા બનાવડાવી અને પહેરી પણ ખરા. આ વાત માનવામાં ના આવે તેવી છે પણ સાચી છે. દુલ્હનનું નામ અક્ષયા છે અને દુલ્હાનું નામ અભિષેક છે. અક્ષયાએ પકોડીની વરમાળા પણ પહેરી અને તેની સાથે તાજ પણ પકોડીમાંથી જ બનાવ્યો.

પકોડીનો તાજ પહેરીને એકદમ ખુશ દેખાઈ રહી છે. આ વીડિયો આર્ટ બાલાજી મેકઓવર સ્ટાઈલ્સે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, અક્ષરા અને અભિષેકને લગ્નનાં ખૂબ અભિનંદન. આ મેકઅપ સવારે 3 વાગ્યે કર્યો હતો અને ફોટો રાતે 3 વાગે ક્લિક કર્યો છે. આટલા કલાક પછી પણ મેકઅપ ખરાબ થયો નથી. ગયા મહીને શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધી 40 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

સામાન્ય રીતે પાણીપુરીની ડિશ જમણવારમાં રાખવામાં આવે છે, પણ અક્ષયા તો પકોડીની સાથે જ લગ્ન મંડપમાં બેઠી હતી. આ કપલનાં મેરેજમાં આવેલા મહેમાનોને પણ આશ્ચર્ય થયું હતું. તેઓ જીવનમાં ક્યારેય આ હટકે મેરેજ ભૂલી નહીં શકે.

અન્ય સમાચારો પણ છે...