વૃદ્ધ દંપતીએ 'ટ્રાન્સજેન્ડર કપલ'ને લીધું દત્તક:ઘરવાળાઓએ સંબંધ ના રાખતા કિન્નર દંપતીએ ભીખ માંગી, હવે વૃદ્ધ દંપતી બન્યા સહારો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કિન્નરોને આપણા સમાજમાં અલગ જ નજરથી જોવામાં આવે છે. પરંતુ હાલમાં જ સમાજમાં એક દાખલો બેસે તેવી ઘટના સામે આવી છે. ચંડીગઢમાં રહેતા વૃદ્ધ દંપતીએ ટ્રાન્સજેન્ડર (કિન્નર) કપલને દત્તક લીધું છે. આ કિન્નર દંપતીને ઘરના લોકોએ અને સમાજના લોકોએ અપનાવવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ હવે આ દંપતી વૃદ્ધ દંપતી સાથે પરિવારની જેમ રહે છે. સમગ્ર વાત કરવામાં આવે તો 93 વર્ષના શમશેર કૌર ચહલ અને 95 વર્ષના એડવોકેટ દરબારસિંહ ચહલે કિન્નર દંપતીને ઘર અને પરિવાર આપ્યું છે. લોકો આ વૃદ્ધ દંપતીના આ પગલાંની પ્રશંસા કરી રહ્યા છે.

વૃદ્ધ દંપતીએ ટ્રાન્સજેન્ડર કપલને નવો પરિવાર આપ્યો છે. બધા હવે સાથે રહે છે.
વૃદ્ધ દંપતીએ ટ્રાન્સજેન્ડર કપલને નવો પરિવાર આપ્યો છે. બધા હવે સાથે રહે છે.

પરિવારજનોએ અપનાવાનો કર્યો ઇન્કાર તો વૃદ્ધ દંપતી બન્યા સહારો
ધનંજય ચૌહાણ અને રુદ્ર પ્રતાપસિંહ એક કિન્નર દંપતી છે. બંનેએ તેના સંબંધને જગજાહેર કર્યા ત્યારથી તેમના પરિવારના સભ્યો તેમનાથી દૂર રહેવા લાગ્યા હતા. બંનેના પરિવારજનોને બદનામીનો ડર લાગી રહ્યો હતો.
મિતાલીમાંથી રુદ્ર બનેલા ટ્રાન્સમેન બનેલા રુદ્ર પ્રતાપ સિંહ તેના પરિવાર સાથે લખનૌમાં રહેતો હતો. પરંતુ જ્યારે તેણે એક પુરુષ તરીકે પોતાની ઓળખ જાહેર કરી ત્યારે તેના ભાઈએ તેનો વિરોધ કર્યો હતો. જેના કારણે રુદ્ર (અગાઉની મિતાલી) ડિપ્રેશનનો શિકાર બની હતી. આખરે તેણે પોતાનું ઘર છોડવાનું નક્કી કર્યું હતું. રૂદ્ર હાલમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે.

ટ્રાન્સવુમન ધનંજય ચૌહાણ પંજાબ યુનિવર્સિટીની પ્રથમ ટ્રાન્સજેન્ડર ગ્રેજ્યુએટ છે. તેણે ટ્રાન્સમેન રુદ્રને જીવન સાથી બનાવ્યો છે.
ટ્રાન્સવુમન ધનંજય ચૌહાણ પંજાબ યુનિવર્સિટીની પ્રથમ ટ્રાન્સજેન્ડર ગ્રેજ્યુએટ છે. તેણે ટ્રાન્સમેન રુદ્રને જીવન સાથી બનાવ્યો છે.

ધનંજય ચૌહાણ હતા પંજાબ યુનિવર્સિટીનો પહેલા ટ્રાન્સજેન્ડર વિધાર્થી
ટ્રાન્સવુમન ધનંજય ચૌહાણ 2020 માં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે પંજાબ યુનિવર્સિટીની પ્રથમ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થી બની હતી. તે LGBTQ+ સમુદાયના અધિકારો વિશે ખૂબ જ અવાજ ઉઠાવ્યો હતો. ધનંજયે પણ પોતાની સ્ત્રી તરીકેની ઓળખ કર્યા બાદ ઘર છોડવું પડ્યું હતું.
આ બાદ ધનંજય અને રુદ્ર બંને એકબીજાની નજીક આવ્યા હતા અને બંનેએ આખી જિંદગી સાથે વીતાવાનું નક્કી કર્યું હતું. પરંતુ સમસ્યા એ હતી કે, બંને પૈકી એક પણ પાસે પરિવાર ના હતો. પરંતુ દરબાર સિંહ અને શમશેર કૌરને તેની આ ઉણપને પુરી કરી દીધી હતી. કિન્નર દંપતી ધનંજય અને રુદ્ર પાસે હાલ એક એવો પરિવાર જે તેના સંબંધની કદર કરે છે.

ઝુપડપટ્ટીમાં રહી ભીખ મંગીને કરતા હતા નિર્વાહ
ધનંજય અને રુદ્રને પરિવારજનોએ ના અપનાવતા બંને ઝુપડપટ્ટીમાં રહેતા હતા. ઘણીવાર તેઓ તેના નિર્વાહ માટે ભીખ પણ માંગી લેતા હતા. આ વચ્ચે ધનંજયની મુલાકાત વૃદ્ધ દંપતીની દીકરી સ સમાયરા કૌર સાથે થઇ હતી. બંને સાથે જ કથ્થક શીખતાં હતા. સમાયરાએ આ વાત તેની બહેન અને માતા-પિતાને જણાવી હતી. આ બાદ આ કિન્નર દંપતીને ઘર અને પરિવાર આપવાનો નિર્ણય કર્યો હતો.
એકલા રહેતા દરબારસિંહ અને શમશેર કૌર આ માટે તરત જ તૈયાર થઇ ગયા હતા. હવે આ દંપતી તેના નવા માતા-પિતા સાથે તેના જ ઘરમાં રહે છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન શમશેર કૌરે જણાવ્યું હતું કે, આટલા મોટા ઘરમાં અમે એકલા જ રહેતા હતા. હવે આ બાળકો અમારું ધ્યાન રાખી રહ્યા છે. જેના કારણે અમારું એકલાપણુ પણ દૂર થઇ ગયું છે.