• Gujarati News
  • Lifestyle
  • The Secret Of Actress Lisa Hayden's Super Slim Figure Is Blood Group Diet, By Following This Diet You Too Can Look Slim And Fit

સ્લિમ ફિગર માટેની ડાયટ:એક્ટ્રેસ લીઝા હેડનની સુપર સ્લિમ ફિગરનું રહસ્ય બ્લડ ગ્રુપ ડાયટ છે, આ ડાયટ ફોલો કરી તમે પણ સ્લિમ અને ફિટ દેખાય શકો છો

નિશા સિન્હા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તે એક ખાસ પ્રકારનું બ્લડ ગ્રુપ ડાયટ ફોલો કરે છે

મોડલ-એક્ટ્રેસ લીઝા હેડન ત્રણ બાળકોની માતા હોવા છતાં એકદમ સ્લિમ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક ખાસ પ્રકારનું બ્લડ ગ્રુપ ડાયટ ફોલો કરે છે. તેની સાથે તે યોગા પણ કરે છે.

લીઝા બાળપણમાં યોગ ઈન્સ્ટ્રક્ચર બનવા માગતી હતી.
લીઝા બાળપણમાં યોગ ઈન્સ્ટ્રક્ચર બનવા માગતી હતી.

ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ બનેલી લીઝા હેડન ફિલ્મ ક્વીનમાં જોવા મળી હતી. લીઝાનું આખું નામ એલિઝાબેથ મેરી હેડન છે. તમિલનાડુમાં જન્મેલી લીઝાની માતા ઓસ્ટ્રેલિયન છે અને પિતા મલયાલી છે. ઘણા પ્રખ્યાત હિન્દી-અંગ્રેજી ફેશન મેગેઝીનની કવર મોડલ રહી ચૂકેલી લીઝાએ વર્ષ, 2016માં બિઝનેસમેન ડિનો લાલવાણી સાથે લગ્ન કર્યા હતા. તેને ત્રણ બાળકો છે. તેમ છતાં લીઝા એકદમ ફિટ છે. બ્લડ ગ્રુપ ડાયટ ફોલો કરવાની સાથે તે પોતાને ફિટ રાખવા માટે યોગ પણ કરે છે.

બ્લડ ગ્રુપ ડાયટ શું છે
વર્ષ 1996માં બ્લડ ગ્રુપ ડાયટનો આઈડિયા નેચરોપેથ પીટર જે. ડીએડેમોને આવ્યો હતો. તેમણે પોતાની પુસ્તર ઈટ રાઈટ 4 યોર ટાઈપમાં તેનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકમાં ચાર મુખ્ય બ્લડ ગ્રુપને ફોકસ કરતા ડાયટનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પીટરનું માનવું હતું કે, ખાધા પછી ફૂડ બ્લડમાં ભળીને પ્રતિક્રિયા આપે છે. આવી સ્થિતિમાં બ્લડ ગ્રુપના અનુસાર ખાવાનું ખાવ છો, તો તે શરીરમાં સરળતાથી પચી જાય છે. તેના કારણે વજન સરળતાથી ઘટી જાય છે. તેમનું માનવું હતું કે આવું કરવાથી શરીરને એનર્જી પણ મળે છે અને બીમારીઓ દૂર રહે છે.

શું આ ફોર્મ્યુલા સ્લિમ થવા માટે યોગ્ય છે
મણિપાલ હોસ્પિટલની ડાયટિશિયન ડૉ. અદિતિ શર્માના અનુસાર, બ્લડ ગ્રુપ ડાયટ ફોલો કરવું એ વજન ઘટાડવા માટે હેલ્ધી રીત ન ગણી શકાય. તેને લાંબા સમય સુધી ફોલો કરવાથી શરીરમાં બીજી વસ્તુઓની ઊણપ સર્જાય શકે છે. તે જણાવે છે કે, આ ડાયટમાં O બ્લડ ગ્રુપવાળાને હાઈપ્રોટીન ડાયટ ફોલો કરવાનું કહેવામાં આવે છે. તેમાં મીટ, માછલી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમજ A બ્લડ ગ્રુપવાળાએ ફળ અને શાકભાજી ખાવા જોઈએ.

લીઝા પ્રેગ્નન્સી દરમિયાન પણ યોગ કરતી હતી.
લીઝા પ્રેગ્નન્સી દરમિયાન પણ યોગ કરતી હતી.

બીજા શબ્દોમાં કહીએ તો આ બ્લડ ગ્રુપના લોકો નોન-વેજ ફ્રી ડાયટ લે છે. ટાઈપ B બ્લડના લોકો શાકભાજી, ફળ, ઈંડાને ખાવામાં સામેલ કરે છે, જ્યારે ટાઈપ AB બ્લડ ગ્રુપ હોય તો ટાઈપ A અને ટાઈપ Bમાં સામેલ ફૂડ્સ લઈ શકાય છે.

વજન ઘટાડવા માટે શોર્ટકટ યોગ્ય નથી
ધ જર્નલ ઓફ ધ એકેડમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયટિક્સમાં પ્રકાશિત એક રિસર્ચમાં સામેલ સંશોધકોએ તેને ડાયટનો પ્રકાર ગણવાની ના પાડી હતી. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે, ફળ-શાકભાજી તમામ પ્રકારના બ્લડ ગ્રુપના લોકો માટે સારા માનવામાં આવે છે. તેને માત્ર કોઈ ખાસ બ્લડ ગ્રુપની સાથે જોડીને ન જોઈ શકાય.

યોગ્ય ડાયટ લઈ વજન કરવાના ઘણા ફાયદા છે.
યોગ્ય ડાયટ લઈ વજન કરવાના ઘણા ફાયદા છે.

ડૉ. અદિતિ શર્મા જણાવે છે કે, આ રીતે વજન ઝડપથી ઘટી જાય છે કેમ કે તેમાં કાર્બોહાઈડ્રેટ અને ફેટ નથી હોતું પરંતુ વજન ઓછું કરવાની આ રીત યોગ્ય નથી. તે સાથે જ દરેક વ્યક્તિને આ ડાયટ ટાઈપ સૂટ કરશે, તે પણ નક્કી નથી. વજન ઓછું કરવા માટે અન્ય ઘણી હેલ્ધી રીત છે જેને ફોલો કરીને બે અઠવાડિયામાં અઢી કિલો વજન ઓછું કરી શકાય છે અને શરીરને પોષણ પણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...