કોરોના વાઈરસને ડામવા માટે દુનિયાભરમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દુનિયામાં એવા નમૂના પણ છે જે વેક્સિનનું સર્ટિફિકેટ લેવા માગે છે પરંતુ સાચુકલી વેક્સિન લેવા માગતા નથી. તો સામે એવા લોકો પણ છે જે પૈસા માટે તેમના નામે વેક્સિનના મલ્ટિપલ ડોઝ લઈ રહ્યા છે. ન્યૂ ઝીલેન્ડમાં આવો એક કેસ સામે આવ્યો છે.
બીજાની ઓળખાણના નામે મલ્ટિપલ ડોઝ લીધા
ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ પ્રમાણે ન્યૂ ઝીલેન્ડના એક નમૂનાએ 24 કલાકની અંદર 10 વખત વેક્સિનના ડોઝ લઈ લીધા. બીજા લોકોને બદલે આ નમૂનાએ વેક્સિનના ડોઝ લેવા બદલ પૈસા લઈ લીધા હોવાની વાતો વહેતી થઈ છે. આ કેસ સામે આવતાં જ ન્યૂ ઝીલેન્ડનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
ન્યૂ ઝીલેન્ડના વેક્સિન એન્ડ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામના મેનેજર એસ્ટ્રિડ કૂર્નીફે જણાવ્યું કે આ કેસ સામે આવતા હેલ્થ ડિપાર્ટમેન્ટ સજાગ બન્યું છે. આ કેસની સઘન તપાસ માટે એજન્સી સાથે તપાસ ચાલી રહી છે.
આવા નમૂના સમાજ માટે જોખમ
ન્યૂ ઝીલેન્ડના વેક્સિનોલોજિસ્ટે આ ઘટનાની નિંદા કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે વેક્સિનના મલ્ટિપલ ડોઝ લઈ આ વ્યક્તિ જોખમને આમંત્રણ આપી રહ્યો છે. મલ્ટિપલ ડોઝ લેવાથી વધારે તાવ, કળતર અને માથાનો દુખાવો થાય છે.
એસ્ટ્રિડ જણાવે છે કે કોઈ બીજાની ઓળખાણના નામે મલ્ટિપલ ડોઝ લેવાથી કોવિડ વેક્સિનેશન પર તેની અસર થશે. આમ કરવાથી વ્યક્તિ પોતે તો જોખમમાં મુકાશે જ સાથે સમાજ માટે પણ આવા વ્યક્તિ જોખમ સાબિત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.